________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
કાર્તિક
શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રુતકેવલિ આદિ સ્થવિર ભગવંતોએ તે અંગેનું સ્પષ્ટીકરણ કરવા શ્રી ઉપાંગાદિની રચના કરી. [આ પ્રસંગે એ સમજવું જોઈએ કે–દૂધમાં જેમ ઘી રહેલું છે અને તેને વિચક્ષણ પુરુષ જુદું કરી શકે છે, એમ અંગસૂત્રો દૂધ જેવાં છે અને નિર્યુક્તિ આદિ ઘી સમાન છે. ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી આદિ મહાપુરુષોએ તે તે અંગ સૂત્રાદિની સાથે અભિન્ન સ્વરૂપે રહેલા શ્રી નિર્યુક્તિ આદિને જુદા ગઠવ્યા, એમ શ્રી ભગવતજીમાં કહેલ “મો’ ઈત્યાદિ ગાથાના વચનથી જાણી શકાય છે.]
પ્રાચીન કાળમાં આ આગમરૂપ ગણાતાં સૂત્રોના દરેક પદનું ચારે અનુગગર્ભિત વ્યાખ્યાન કરવામાં આવતું હતું. પછી અવસર્પિણીના દુષમકાલના પ્રભાવે જીવોના બુદ્ધિ આદિ ગુણ ઘટતા હોવાથી તે તે અનુગામાં થતી ગુંચવણ આદિ હેતુઓને ધ્યાનમાં લઈને, પૂજ્ય શ્રી આર્ય રક્ષિતસૂરિ મહારાજે તે ચારે અનુરોગોને પ્રત્યેક સૂત્રોમાં જુદા જુદા વહેંચ્યા. ત્યારથી તે તે સુત્રોનું વ્યાખ્યાન તે તે અનુયેગને આશ્રયીને જ કરવામાં ગૌરવ મનાય છે. પૂજ્ય શ્રી ગૌતમ મહારાજ (આદિ ૧૧ ગધર) સર્વ લબ્ધિ-નિધાન હતા. ગુણપ્રચયિક શક્તિને લબ્ધિ કહેવામાં આવે છે. તે લબ્ધિઓનાં સ્વરૂપ સાથે નામે ટૂંકામાં આ પ્રમાણે જાણવા
બુદ્ધિલબ્ધિના ૧૮ ભેદો ૧. કેવલજ્ઞાનલબ્ધિ–આનાથી લોકાલોકમાં રહેલા દ્રવ્યાદિ જણાય. ૨. મનઃ પર્યાવજ્ઞાનલબ્ધિ—આના પ્રતાપે મનના ભાવ (વિચાર) જણાય. ૩. અવધિજ્ઞાન–આથી આત્મા, રૂપિ દ્રવ્યોનું જ્ઞાન મેળવી શકે.
૪. બીજબુદ્ધિ-આનાથી પૂજ્ય શ્રી ગણધરાદિ મહાત્માઓ સૂત્રને એક અર્થ સાંભળે, તોપણ બુદ્ધિબલથી–ભણ્યા વગર ઘણું અર્થો કરવાને સમર્થ થાય, આખા ગ્રંથનું રહસ્ય સમજી જાય, અને સૂત્રરચના કરી શકે.
૫. કેકબુદ્ધિ-જેમ કોઠારની અંદર રહેલું ધાન્ય વિખરાય નહિ, તેમ આ લબ્ધિવાળા મહાત્માઓ ભણેલું ભૂલે નહિ.
૬. પદાનુસારિ ગીલબ્ધિ–આથી જેને અભ્યાસ કર્યો નથી, તથા જે સાંભળવામાં પણ આવ્યું નથી એવા સૂત્રનું એક પદ સાંભળીને તે સૂત્રના પહેલા પદથી માંડીને છેલ્લા પદ સુધીનું જ્ઞાન ધરાવે. (આના ત્રણ ભેદ છે ૧. અનુશ્રોતપદાનુસારિણી, ૨. પ્રતિશ્રોત પદાનુસારિણી અને ૩. ઉભયપદાનુસારિણી.)
૭. સંન્નિશ્રોતોલબ્ધિ–આ લબ્ધિના પ્રભાવે સ્પર્શનાદિ પાંચે ઇનિા વિષયને કઈ પણ ઇદ્રિયથી જાણી શકાય. જેમ આંખથી વસ્તુનું રૂપ જેવાય, તેમ આ લબ્ધિવાળા મહાત્માઓ ગમે તે ઇન્દ્રિયથી પદાર્થનું રૂપ જોઈ શકે. એમ શબ્દાદિ ચારેમાં પણ સમજવું.
૮. દૂરસ્વાદન સામર્થ્ય–જેથી દૂર રહેલી વસ્તુનો સ્વાદ જણાય. ૯. દૂરસ્પર્શન સામર્થ્ય–જેથી દૂર રહેલી વસ્તુના સ્પર્શનું જ્ઞાન થાય. ૧૦. દૂરદર્શન સામર્થ્ય–જેથી દૂરની વસ્તુ પણ જોઈ શકાય. ૧૧. દૂરઘાણ સામર્થ–જેથી દૂર રહેલી વસ્તુના ગંધનું જ્ઞાન થાય. ૧૨. દૂરશ્રવણ સામર્થ્ય – જેથી છેટેને શબ્દ સંભળાય. ૧૩. દશ વિપણું–આથી દશ પૂર્વેનું જ્ઞાન મેળવી શકાય.
For Private And Personal Use Only