________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
કાતિક ઉત્પન્ન થયા હતા. આ કુરૂદત્તપુત્રની ઋદ્ધિ અને વિક્ર્વણશક્તિ વગેરે સંબંધી પ્રશ્નો ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ અનગારે પૂછ્યા હતા.
આ સિવાય કુરૂદત્તપુત્રને વિશેષ પરિચય નથી મળતું. ૫. અતિમુક્તક –(અઇમત્તા મુનિ):
ભગવતીસૂત્રના શતક પ. ઉદ્દેશા ૪ માં અતિમુક્તક (અઈમરા) મુનિને ટૂંક પરિચય આવે છે. અર્ધમત્તા મુનિની સજઝાય ઉપરથી નથી માલૂમ પડતું કે–તેઓ કોના શિષ્ય હતા. પરંતુ ભગવતીસૂત્ર ઉપરથી સ્પષ્ટ છે કે-તેઓ ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય હતા. પણ ભગવતીના એ સંબંધીના મૂળ પાઠમાં એ નથી જણાવ્યું છે કે, તેમણે કેટલી ઉમરે દીક્ષા લીધી હતી. પરંતુ ટીકાકારે છ વર્ષની ઉમરમાં દીક્ષા લીધી હતી.' એવું જણાવ્યું છે. અર્ધમત્તાનો પરિચય આપતાં મૂળમાં કહ્યું છે કે –
"समणस्स भगवओ महावीरस्स अंतेवासी अइमुत्ते णामं कुमारसमणे पगइभदए, ગાવ વિMrs.”
આમાં આવેલા “કુમારશ્રમ' એ વિશે પણ ઉપરથી સ્પષ્ટ છે કે–એમણે કુમારાવસ્થામાં – બાલ્યાવસ્થામાં દીક્ષા લીધેલી હોવી જોઈએ.
અતિમુક્તક અનગારના ચરિત્રમાં એક વાત એ આવે છે કે તેઓ કે સમયે પાત્ર અને એ લઈને બહાર વડી નીતિ (જાજરૂ) એ જાય છે. રસ્તામાં પાણીનું – વહેતા પાણીનું એક ખાબોચીયું તે જૂએ છે. પોતાની મેળે માટીની એક નાનકડી પાળ બાંધી પિતાના પાત્રને પાણીમાં વહેતું મૂકે છે. અને “આ મારી નાવ છે, આ મારી નાવ છે.” એમ કહે છે. સ્થવિરો આ બનાવને જોઈ લે છે. પછી ભગવાન મહાવીરરવામી પાસે આવી, ભગવાનને પૂછે છે કે “આપના શિષ્ય અતિમુક્તક કેટલા ભવે મોક્ષે જશે ? ” ભગવાન કહે છે કે – “સ્વભાવને ભકિક અને વિનયી એવો મારો તે શિષ્ય આ ભવ પૂરો કરીને સિદ્ધ થશે. માટે તે આર્યો, તમે તેની નિંદા કરશો નહિ, તેને વગેવશો નહિ, તેનું અપમાન કરશો નહિ. તેને સાચવશે, સહાય કરશે અને તેની સેવા
તે પછી સ્થવિરોએ ભગવાનની આજ્ઞા પ્રમાણે અતિમુક્તકને સંભાળ્યા ને સેવા કરી. ૭. નારદપુત્ર, ૮. નિર્ચથી પુત્ર:
આ બે પણ ભગવાન મહાવીર સ્વામીના જ શિષ્યો હતા. આ બને અનગારોને અધિકાર ભગવતીસૂત્ર શતક ૫, ઉદ્દેશ ૮ માં આવે છે. આ બન્ને અનગારોને ખાસ કોઈ પરિચય નથી. પરંતુ બન્નેને સંવાદ આપવામાં આવેલો છે. નિર્ચથી પુત્ર અનેગાર નારદપુત્ર અનગારની પાસે જાય છે, અને નારદપુત્ર અનગારને “પુદગલો શું અર્ધ સહિત છે? મધ્યસહિત છે? પ્રદેશ સહિત છે? અથવા અનર્થ, અમધ્ય અને અપ્રદેશ છે?' એ પ્રમાણે પ્રશ્ન પૂછી પ્રશ્નોની શરુઆત કરે છે.
આ બન્ને અનગારોને મીઠે સંવાદ લંબાણપૂર્વક ચાલ્યો છે. છેવટે નારદપુત્ર અનગાર, નિર્ચથી પુત્ર અનગારની વાતને મંજૂર કરી, તેમને વંદન-નમસ્કાર કરે છે, અને વારંવાર વિનયપૂર્વક તેમની ક્ષમા માંગે છે.
મહાજ્ઞાની આ બન્ને મહાપુરુષ, મતભિન્નતાનો નિવેડે આમ પાસે બેસીને કરે છે,
For Private And Personal Use Only