________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
મહાવીર સ્વામી પાસે દીક્ષિત થનારા અનગારા
૨૮૩ ૧. આર્ય શ્રીહઃ
આર્ય શ્રીહ એ ભગવાનના શિષ્ય હતા. પરંતુ તેઓ કોણ હતા, તેમણે ક્યારે દીક્ષા લીધી હતી? વગેરે પૂર્વ પરિચય કાંઈ પણ જોવામાં નથી આવતું. બેશક, ભગવતીસૂત્રના પહેલા શતકના છ ઉદ્દેશામાં જ્યારે શ્રીહ, ભગવાનને પ્રશ્નો પૂછે છે, ત્યારે તેમના સ્વભાવનું વર્ણન અવશ્ય કરવામાં આવ્યું છે, અને તે આ પ્રમાણે છે:
" समणस्स भगवओ महावीरस्स अंतेवासी रोहेणाम अणगारे पगइभइए, पगइमउए, पगइ વિgિ, vજરૂ૩વતે, ઘાઘરાજુલ્મોઢ-માન-માયા-રોમ, મિલમપંપને, ગરીને, મg, વળી, समणस्स भगवओ महावीरस्स अदुरसामंते उट्ठजाणु, अहोसिरे, झाणकोट्ठोवगए, संजमेणं, तवसा માળે માનાણે વિદ્યાર્T”
અર્થાત્ – શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી રેહ નામના અણગાર, ભદ્ર પ્રકૃતિવાળા, કમળ પ્રકૃતિવાળા, વિનયી, શીત પ્રકૃતિવાળા, જેના ક્રોધ-માન-માયા લાભ પાતળા થયા છે એવા, અતિ નિરાભિમાની, અલીન, ભદ્ર, વિનીત હતા. તેઓ ભગવાન મહાવીરસ્વામીથી બહુ દુર પણ નહિ, ને બહુ નજીક પણ નહિ, એવા સ્થાને, ઉભડક રહીને, મસ્તક ઝુકાવીને, ધ્યાનરૂપ કોઠામાં પ્રવેશ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે -- રહે છે.
આવા વિનયી ગુણવાળા, અને પ્રકૃતિવાળા રેહ નામના ભગવાનના શિષ્ય, તે પછી ભગવાનને પ્રશ્નો પૂછે છે. રેહ અણગારે પૂછેલા પ્રશ્નોમાં મુખ્ય, લોક પહેલો કે અલોક ? જીવ પહેલે કે અજીવ પહેલું કે કુકડી ? લોકાંત પહેલ કે અલોકાંત, ઈત્યાદી પ્રશ્નો છે.
આ સિવાય ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય રોહ સંબંધી વિશેષ પરિચય આપવામાં આવ્યો નથી. ૨. આર્ય કુંદક:
આર્ય સ્કંદ, એ પણ ભગવાનના શિષ્ય હતા. એમને પરિચય અને દીક્ષાનો પ્રસંગ વગેરે ભગવતી સૂત્રના બીજા શતકના પહેલા ઉદ્દેશામાં બહુ વિસ્તારથી કહેવામાં આવેલ છે, તેને સાર આ છે :
સ્કંદક, એ શ્રાવસ્તીમાં રહેતા કાત્યાયનગોત્રીય ગઈભાલ નામના પરિવ્રાજકનો શિષ્ય હતો. વેદાદિ વિષયોનો મહાન વિદ્વાન હતો. તે જ શ્રાવસ્તીમાં ભગવાન મહાવીરને પિંગલ* નામને નિગ્રંથ રહેતો હતો. પિંગલ નિગ્રંથે, એક વખત
* પિંગલ નિગ્રંથને મૂલ સૂત્રમાં “વેસલિઅસાવએ” એવું વિશેષણ આપવામાં આવ્યું છે. આ વિશેષણ સંબંધી ટીકાકારે લખ્યું છે:
“विशाला महावीर जननी, तस्या अपत्यमिति वैशालिका भगवान् , तस्य वचनं शृणोति तद्શિવાતિ વૈજ્ઞાત્રિ: – તંત્રનામૃતનનિરત ફર્વાર્થ:
અર્થાત્ “વિશાલા” એ મહાવીરની માતા, તેમના પુત્ર તે વૈશાલિક -- અર્થાત ભગવાન મહાવીર, તેમના વચનને રસિક હોવાથી, જે તેનું વચન સાંભળે તે વૈશાલિક શ્રાવક -- ભગવાન મહાવીરના વચનામૃતનું પાન કરવામાં લીન એ પિંગલ નામને નિગ્રંથ સાધુ.
For Private And Personal Use Only