________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૨
શ્રી જન સત્ય પ્રકાશ
* કાર્તિક પ્રભુ દીઠ (૫૦૦૦૦) પચાસ હજાર ચોખાથી એકાંતમાં વીસ પટ્ટક આગળ ૧૨ લાખ (૧૨૦૦૦૦) સ્થાપન કરી તેના ઉપર અખંડ દીપક કરી, ગૌતમસ્વામીનું આરાધાન કરે તે મનુષ્ય પરમપદ (મેક્ષ) ની સુખ-લક્ષ્મી પામે.
દીપોત્સવીની અમાવાસ્યાએ નંદીશ્વર તપ કરવું. તે જ દિવસે નંદીશ્વર પટની પૂજા કરવી. પૂર્વે ઉપવાસ કરી સાત વર્ષ સુધી દરેક અમાવાસ્યાએ ઉપવાસ કરવા. પછી વીર-કલ્યાણકની અમાવાસ્યાએ ઉજમણું કરવું. ત્યાં નંદીશ્વરના બાવન જિનાલયમાં સ્નેપનાદિ પૂજા કરી, નંદીશ્વર પટ આગળ અથવા દર્પણમાં પ્રતિબિંબિત જિન આગળ સ્નાનાદિ કરી બાવન વસ્તુઓ મુકવી. વસ્તુઓ-પકવાન્નની જાતે, નારંગી, નંબર, કેળાં, નાળિએર, સોપારી વગેરે ફળો, પાંદડાં, ઈશું વગેરે, ખજુર, મુદ્રિકા, વસેલા, ક્ષીર વગેરેનાં થાળ, દીવા ઇત્યાદિ બાવન બાવન તેમજ બાવન તંબેલાદિ આપી સાધર્મિકની પૂજા–ભક્તિ કરવી.
બીજા આચાર્યો દિવાલીના દિવસો સિવાય પણ [ ગમે તે] અમાવાસ્યાએ નંદીશ્વર તપની શરૂઆત કરવાનું જણાવે છે.
હવે ફરીથી સંપ્રતિ મહારાજા આર્યસુતિ સુરિને પૂછે છે કે-“હે પ્રભુ! દિવાલી પર્વમાં વિશેષ કરીને ઘર શણગારવાની, અન્ન, વસ્ત્ર આદિ સારાં સારાં વાપરવાની, અને અ ન્ય જુહાર કરવા વગેરેની પ્રવૃત્તિ કેમ જણાય છે?'
- આર્ય સુહસ્તિસૂરિએ તેના પ્રત્યુત્તર જે આપે, તે આ પ્રમાણે – પૂર્વે ઉજ્જયિનીના ઉદ્યાનમાં શ્રીમુનિસુવ્રતસ્વામીના શિષ્ય સુવતાચાર્ય પધાર્યા. તેમને વાંદવાને ધર્મરાજા ગયા. તેમની સાથે તેમનો નમુચિ પ્રધાન પણ ગયું. તેને (નમુચિને ) આચાર્ય મહારાજ સાથે સંવાદ થતાં નાના સાધુએ તેને છે. તે રાજા સાથે પોતાના ઘેર ગયો. રાત્રિએ હાથમાં ખુલ્લી તલવાર લઈ તે સાધુઓને મારવા ઉદ્યાનમાં ગયો. દેવતાએ ત્યાં થંભિત કરી દીધે. પ્રભાતે રાજાએ સાધુઓને ખમાવી તેને મકા. લજજા આવવાથી નાસી ગયે, નાસીને હસ્તિનાપુર ગયો. ત્યાં પોત્તર રાજા, તેની જ્વાલા રાણું, તેના બે પુત્ર વિષ્ણુકુમાર અને મહાપા. રાજાએ છ પુત્રે રાજ્ય નહિ સ્વીકારવાથી મહાપત્રને યુવરાજ પદ આપ્યું, નમુચિ તેને મંત્રી બન્યો. તેણે કઈ યુદ્ધ પ્રસંગે સિંહરથને છો તેથી મહાપા ખુશી થયો, વરદાન આપ્યું. તેણે રાખી મુકવા કહ્યું. - એક વખતે વાલાદેવીએ જિનેશ્વર ભગવંતની રથયાત્રા કાઢવાનું નક્કી કર્યું, ત્યારે તેની શોક્ય મિથ્યાદષ્ટિ ધર્મવાલી લક્ષ્મીદેવીએ બ્રહ્મરથ તૈયાર કર્યો. પ્રથમ કેને કાઢવે તે માટે વિવાદ થયો. બંને રથને રાજાએ નિષેધ કર્યો. માતાનું અપમાન નહિ સહન થઈ શકવાથી મહાપદ્મ દેશાંતરે ગયે. ક્રમે કરીને મદનાવલીને પરણ્યો. છખંડ પૃથ્વી સાધીને ગજપુરમાં આવ્યા. પિતાએ રાજ્ય આપ્યું. વિષ્ણુકુમાર સાથે પક્વોત્તર રાજાએ સુત્રતાચાર્ય પાસે દીક્ષા લીધી અને મોક્ષે ગયો. - વિષ્ણકુમારને હજાર વર્ષ સુધી તપસ્યા કરતાં અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. મહાપદ્મ ચક્રવર્તિ થયો. ચક્રવતિએ પૃથ્વીને જિનમંદિરોથી મંડિત કરી, રથયાત્રા કરાવી, માતાના મનોરથ પૂર્ણ કર્યા. નમુચિએ પિતાના અનામત રખાવેલા વરદાનથી
For Private And Personal Use Only