________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૦
કાર્તિક
શ્રી જન સત્ય પ્રકાશ ૬. મહાબલ ૬. પહાય ૭, બલ
૭. અપરાજિત ૮. દ્વિપૃષ્ઠ ૮. ભીમ ૯. ત્રિપૃષ્ઠ ૯. સુગ્રીવ
૬. શ્રીમ ૭. પદ્મ ૮. નાયક ૯. મહાપદ્મ ૧૦. વિમલ ૧૧. અમલવાહન ૧૨, અરિષ્ટ
૬. આણંદ છે. નંદન ૮. પદ્મ
ઉપર પ્રમાણેના નામવાળા ૬૩ શલાકા પુરુષોમાંથી ૬૧ શલાકા પુરુષ તે ઉત્સર્પિણીના ત્રીજા આરામાં થશે, અને છેલ્લા જિનેશ્વર અને ચક્રવર્તિ બંને જણ ચોથા આરામાં ઉત્પન્ન થશે. ત્યારબાદ ૧૦ મતંગાદિ કલ્પવૃક્ષો ઉત્પન્ન થશે. ૧૮ કેડા કડી સાગરોપમ પ્રમાણે વર્ષો સુધી નિરંતર યુગલધર્મ વર્તશે. અતીત, અનાગત કાલમાં ઉત્સર્પિણ, અવસર્પિણી કાલનાં અનંતા કાલચક્રો થયાં. અનંતગુણ ભરતક્ષેત્રમાં થશે. આવી રીતે અન્ય પણ ભવિષ્યકાલનું સ્વરૂપ કહીને કર્મવિપાક કહી, દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ આપવા ગૌતમસ્વામીને મોકલ્યા, કારણ કે તેઓને પ્રભુ પ્રત્યે બહુ જ સ્નેહ હતો.
આ પ્રમાણે ૩૦ વર્ષ ગૃહસ્થપણે રહી, પક્ષાધિક સાડા બાર વર્ષ છઘ0 પયાર્યમાં અને ૩૦ વર્ષ, ૧૩ પક્ષ સુધી કેવલીપણે વિચરી કાતિક અમાવાસ્યા (ગુજરાતી આશ્વિન અમાવાસ્યા) ની રાત્રે છેલ્લા યામામાં, બીજા સંવત્સરે, પ્રીતિવર્ધન માસે, નંદિવર્ધન પક્ષે, દેવાનંદા રાત્રિએ, ઉપશમ દિવસે, નાગ કરણે, સર્વાર્થસિદ્ધ મુહૂર્ત, સ્વાતિનક્ષત્રને વિષે પર્યકાસને બિરાજમાન થએલા પ્રભુને શકે વિજ્ઞપ્તિ કરી કે – “હે પ્રભુ ! બે હજાર વર્ષની સ્થિતિવાલે ભસ્મપ્રહ નામને ત્રીસમ ગ્રહ અતિશુદ્ર છે તે આપશ્રીના જન્મ નક્ષત્ર ઉપર આવે છે. તેથી આ સમયે આપ જરા મુહૂર્ત માત્ર મોક્ષે જતાં ક્લિંબ કરો (આયુષ્ય વધારો. ) કે જેથી તે ઉતરી જાય. નહીતર તમારા તીર્થને લાંબા કાલ સુધી પીડા થશે.” ભગવાને કહ્યું કે – “હે દેવરાજ ! અમે પૃથ્વીને છત્રરૂપે, મેરુને દંડ સમાન કરવાને, તેમજ ભુજાથી સ્વયંભૂરમણ સમુદ્ર તરવાને, અને લેકને અલકમાં નાંખી દેવાને સમર્થ છીએ, પરંતુ આયુષ્ય કર્મને વધારવાને, તેમજ હીન કરવાને સમર્થ નથી. તેથી અવસ્યભાવિ ભાવ જે બનાવાના છે તે ફેરફાર થવાના નથી. માટે બે હજાર વર્ષ સુધી અવશ્ય તીર્થને પીડા થશે.”
મહાવીર પ્રભુના નિર્વાણ સમયનું વાતાવરણ
વીરપ્રભુ પંચાવન કલ્યાણફલ વિપાકના અધ્યયન અને પંચાવન પાપફલ વિપાકના અધ્યયન કહી; ૩૬ અધ્યયનની અપૂછ વાગરણ કહી; પ્રધાને નામે અધ્યયન પ્રરૂપતા શિલેશી કરણમાં પ્રાપ્ત થઈ યોગ (મન, વચન, કાયા)ને નિરોધ કરી, સિદ્ધ થયા છે પાંચ અનંતક જેના એવા પ્રભુ, એકાકી સિદ્ધિપદને પામ્યા. તે અનંત પંચક આ પ્રમાણે – ૧ અનંત જ્ઞાન, ૨ અનંત દર્શન, ૩ અનંત સમત્વ, ૪ અનંત આનંદ, ૫ અનંતવીર્ય.
For Private And Personal Use Only