________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ ત્યારબાદ દુસમદુસમાં નામે છો આ શરૂ થશે. પ્રલય વાત વાશે. ઝેરના વર્ષાદ વર્ષશે. બાર સૂર્ય સમાન સૂર્ય તપશે. ચંદ્રમાં અત્યંત ટાઢ વર્ષાવશે. વૈતાઢયના મૂળમાં ગંગા સિંધુ નદીના બંને કિનારે ૭ર બિલોમાં છ ખંડ ભરતના રહેનારા, મનુષ્ય તેમજ તિર્યંચો નિવાસ કરશે. વૈતાઢયની શરૂઆતમાં પૂર્વ, પશ્ચિમ કિનારે, તથા ગંગા નદીના કિનારે નવ નવ બિલ થશે, આવી રીતે વૈતાઢય પછી પણ બંને કિનારે નવ નવે, એકંદર સર્વ મળી ૩૬ બિલ થશે. સિંધુ નદીનાં પશું એ જ પ્રમાણે ૩૬ બિલ થશે. એમ સર્વ મળી કુલ એકંદર ૭ર બિલ, ગંગા અને સિંધુનાં મળીને થશે. ગંગા તેમજ સિંધુ નદીનો પ્રવાહ રથના ચીલાના પ્રમાણમાં થશે, તેમાં ઉપજેલાં માછલાં વગેરેને તે બિલવાસિઓ રાત્રે આહાર કરશે. દિવસે તાપના ક્યથી બહાર નીકળવા સમર્થ નહિ હેવાથી, સૂર્યના તાપથી તપેલા (પકાએલા) તે માછલા વગેરેને તેઓ ખાશે. ઔષધિ, અનાજ, વૃક્ષ, ગામ, નગર, જલાશય, પર્વત વગેરેના કેઈ સ્થલ રહેશે નહિ, માત્ર વૈતાઢયના કષભકૂટ રહેશે. છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે સેલ વર્ષની સ્ત્રી અને વીસ વર્ષને પુરુષ પુત્ર-પૌત્રાદિનાં દર્શન કરશે. શરીરની ઉંચાઈ એક હાથ પ્રમાણની રહેશે. કાળા, કુરૂપ, કષાયવાળા, નાગા અને પ્રાયે નરકે જનારા તે બિલવાસ છ એકવીસ હજાર વર્ષના પ્રમાણવાલા છઠ્ઠા આરામાં થશે.
આવી રીતે છઠ્ઠા આરાની સમાપ્તિ થયા બાદ ઉત્સર્પિણીને પહેલે આરો બેસશે. તેમાં પણ તે જ પ્રમાણે સ્થિતિ થશે. તે વ્યતીત થયે બીજા આરાની શરૂઆતમાં આ ભરતક્ષેત્રમાં પાંચ પ્રકારનો મેહ વર્ષશે તે આ પ્રમાણે –
૧. પુષ્કરાવ મે--તાપ સમાવશે. ૨. ક્ષીરોદક મેઘ-ધાન્ય નીપજાવશે. ૩. ધૃતોદ મેઘ-ધૂત, (સ્નેહ) તલાદિ કરનાર થશે. ૪. અમૃતાદક મેઘ--ઔષધિ નીપજાવશે. ૫. રદક મેઘ–પૃથ્વીમાં રસની વૃદ્ધિ કરશે.
તે બિલવાસી જેના પણ શરીર તથા આયુષ્ય વગેરે પ્રતિ સમય વૃદ્ધિ પામશે. તે છે પૃથ્વી સુંદર જઇને, બિલોમાંથી નીકળશે. ધાન્ય, ફલો વગેરે ખાતાં માંસાહારનો ત્યાગ કરશે. ત્યારબાદ મધ્ય દેશમાં ૭ કુલકર ઉત્પન્ન થશે. ૧. વિલમવાહન, ૨ સુદામ, ૩ સંગમ, ૪ સુપાર્શ્વ, ૫ દત્ત, ૬ સુમુખ અને ૭ સંમુચિ. વિમલવાહન જાતિસ્મરણ વડે નગરાદિ વસાવશે. અગ્નિ ઉત્પન્ન થવાથી અન–પાક, શિલ્પ કલા, લોકવ્યવહાર વગેરે સર્વની પ્રવૃત્તિ થશે.
ત્યારબાદ ૮૯ પક્ષ આધિક ઉત્સર્પિણીને બીજો આરો પસાર થયા બાદ પુંવર્ધન દેશમાં શાતધાર નગરમાં સંકુચિ રાજાની ભદ્રારાણીની કુક્ષિમાં ૧૪ સ્વપ્ન સુચિત શ્રેણિક રાજાનો જીવે રત્નપ્રભા પૃથ્વીના લોલુબુદ્ધગ પ્રસ્તરમાંથી ૪૦ હજાર વર્ષનું નરકાયું પાળી અવીને પુત્રપણે અવતાર લેશે. તેનાં વર્ણ પ્રમાણ, લઈન,
For Private And Personal Use Only