SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર નિર્વાણ २.७ કાઢી લેશે. તેને ભંડારમાં ૯૯ કડાકોડી સોમૈયા, ૧૪ હજાર હાથીઓ, ૮૭ લાખ ઘેઠા, ૫ કાટિ પદાતિ (હિંદુ, તુરૂષ્ક અને કાફર લોકે) થશે. તેનું એક છત્ર રાજ્ય થશે. ધન માટે રાજમાર્ગ બદાવતાં તેમાંથી લવણદેવી નામે પત્થરની ગાય નીકળશે. તે પ્રગટ થઈને ગોચરી જતા સાધુઓને સિંગડાથી હશે. તે સમયે પાડિવય આચાર્ય કહેશે કે --“આ નગરમાં જલને ઘોર ઉપસર્ગ થશે,” અને સાધુઓને આદેશ દેશે તેથી કેટલાક સાધુઓ અન્યત્ર વિહાર કરી જશે. જેઓ વસતિ પ્રતિબંધથી રહેશે તેઓને નિગ્રહ કરવામાં આવશે, ત્યારબાદ વિશેષ વૃષ્ટિ એવી થશે કે જેનાથી આવેલા ગંગા નદીના પૂરમાં આખું શહેર તણાઈ જશે. રાજા અને સંઘ ઉત્તર દિશામાંના ઉંચા સ્થલે ચઢી જઈ બચાવ કરશે. રાજ ત્યાં જ નવીન શહેર વસાવશે. સર્વ પાખંડીઓને તે દંડશે. સાધુઓ પાસેથી પણ ભિક્ષાને છઠ્ઠો ભાગ માંગશે, ત્યારે સંઘ કાઉસગ્ગ કરશે, તે વખતે શાસનદેવતા આવી તેને નિવારશે. પચ્ચાસ વર્ષ સુભિક્ષ થશે. એક દમ (એક જાતને સિક્કો) થી દ્રોણભર દાણા મળશે. આવી રીતે નિષ્કટક રાજ્ય પાલી છાસીમે વર્ષે ફરી સર્વ પાખંડીઓને દડીને, સર્વ લોકોને નિર્ધન કરી, સાધુઓ પાસેથી ભિક્ષાને છઠ્ઠો ભાગ માગશે. તે પ્રમાણે નહિ આપવાથી સાધુઓને કેદખાનામાં નાંખશે; ત્યારે પાડિવય આચાર્ય પ્રમુખ સંઘ શાસનદેવતાને કાઉસગ કરશે, તેથી શાસનદેવતા આવીને તેને સમજાવશે છતાં નહિ સમજે ત્યારે આસનકંપથી બ્રાહ્મણરૂપે શક્ર આવશે. જ્યારે તેનું પણ વચન તે નહિ માને ત્યારે શક્ર ચપેટાથી તેને મારશે, તે મરી નરકમાં જશે. ત્યારબાદ તેના પુત્ર ધર્મદત્તને રાજગાદીએ બેસાડશે. સંઘને સ્વસ્થ કરી શક્ર સ્વસ્થાને જશે. દત્તરાજા ૭૨ વર્ષનું આયુષ્યવાલો હમેશાં જિનચૈત્ય મંડિત પૃથ્વી કરશે, કેને સુખી બનાવશે. દત્તનો પુત્ર જિતશત્રુ અને તેનો પુત્ર મેઘઘેષ થશે. કલિકના પછી મહાનિશીથ વર્તાશે નહિ, આ પ્રમાણે બે હજાર વર્ષની સ્થિતિવાલા ભસ્મગ્રહ રાશિની પીડા ઉતર્યા બાદ દેવતાઓ દર્શન દેશે. વિદ્યા, મંત્ર વગેરે પણ થોડા જાપથી પ્રભાવ બતાવશે. અવધિજ્ઞાન, જાતિસ્મરણ વગેરે પણ કિંચિત જાગૃતિમાં આવશે. ત્યારબાદ ૧૯ હજાર વર્ષ સુધી જનધર્મ પ્રવર્તશે. દસમ સમયના અંતે બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધેલ, બે હાથના શરીર પ્રમાણુવાલા, દશવૈકાલિક પ્રમાણ આગમના ધારનાર, અઢી લેક પ્રમાણુ ગણધર મંત્રનો જાપ કરનાર, ઉત્કૃષ્ટ છેઠ (બે ઉપવાસ)ની તપસ્યા કરનાર દુપસહ નામના આચાર્ય થશે. તે છેલ્લા યુગપ્રધાન આઠ વર્ષ સુધી શ્રમણ પર્યાય પાળી ૨૦ વર્ષની આયુસ્થિતિવાળા અષ્ટમભક્તથી અનશન કરી, સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમની સ્થિતિના આયુષ્યવાળા એકાવતારી તરીકે ઉત્પન્ન થશે. દુપરહરિ, ફલ્ગથી આર્યા (સાબી), નાગિલ શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા; આ પ્રમાણે છેવટનો સંધ થશે. તે ભરતક્ષેત્રમાં પાંચમાં આરાના અંતે પહેલા પહેરે વિલીન થશે. મધ્યાન્હ સમયે વિમલવાહનરાજા, સુમુખ મંત્રી અને પાછલા પહેરે અગ્નિ. આવી રીતે ધર્મ, રાજનીતિ અને પાકાદિન વિચ્છેદ થશે. આ રીતે દુસમ નામે પાંચમો આરો સંપૂર્ણ થશે. For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy