SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક અને સન્માનપાત્ર બનશે; જ્યારે સજન પુરૂષો દુઃખી, અપમાનવાળા તેમજ અલ્પ ઋદ્ધિવંત થશે; પરચક્ર, ડમર, દુભિક્ષ વગેરેથી દરેક દેશ પીડાશે; હલકા (નીચ ) માણસો વિશેષ પેદા થશે, બ્રાહ્મણ પિતાનાં સ્વાધ્યાયાદિ નિત્યકર્મ છેડી દઈ અર્થલબ્ધ થશે; સાધુઓ ગુરુકુળ-વાસનો ત્યાગ કરી, ધર્મકાર્યમાં મંદ પ્રવૃત્તિવાળા, કષાયથી કલુષિત મનવાળા થશે; સમ્યગદષ્ટિ દેવતાઓ તેમજ મનુષ્યો અપલવાળા થશે અને મિથ્યાષ્ટિ વિશેષ બલવંત થશે. દેવતાઓ દર્શન આપશે નહિ. વિદ્યા, મંત્ર તથા ઔષધિ વગેરે પણુ જોઈએ તેવા પ્રભાવથી ફૂરાયમાન થશે નહિ. ગરમ, કપૂર, સાકર વગેરે દ્રવ્યોમાંથી રસ, વર્ણ, ગંધની હાનિ થશે. માસંકલ્પાદિને યેગ્ય ક્ષેત્ર રહેશે નહિ. પ્રતિમારૂપ શ્રાવક ધમને બુચ્છેદ થસે. આચાર્યો પણ શિષ્યને સમ્યફ વ્યુત આપશે નહિ. લેકે કલહ કરનારા, મત્સર કરનારા, અસમાધિ તેમજ અનિવૃત્તિ કરનારા થશે. આવી રીતે દશે ક્ષેત્રો ( પાંચ ભારત અને પાંચ ઐરાવત ક્ષેત્રે ) માં દુસમ સમયના સંજોગે પ્રવૃત્તિ થશે. વ્યવહાર, મંત્ર, તંત્રાદિમાં હમેશાં ઉદ્યત બનેલા મુનિઓમાંથી આગમાથી લુપ્ત થશે, અને તેઓ અર્થ લેભી થશે. ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, વસતિ, શ્રાવકો વગેરેની ઓછાશ થશે. વિશેષ શું લખીએ વધારીઓ વિશેષ થશે અને શુદ્ધ સાધુઓ ઓછા થશે. પૂર્વાચાર્યોની પરંપરાથી ચાલતી આવતી શુદ્ધ સામાચારીનો ત્યાગ કરી, પિતાની બુદ્ધિમાં આવે તેમ કલ્પના કરી (મનઃકલ્પિત) સામાચારી બતાવી તેવા પ્રકારના (ભદ્રિક જન) ને મેહમાં પાડશે. ઉસૂત્ર ભાષણ કરનારા, પોતાની જ સ્તુતિ અને બીજાની નિંદા કરનારા કેટલાક થશે. મિથ્યાત્વી રાજાઓનું જેર થશે અને હિંદુ રાજાઓ અ૫ બળવાળા થશે. વાવત ૧૯૧૪ વર્ષ વ્યતીત થએ વિક્રમ સંવત ૧૪૮૪ માં પાટલિપુત્ર નગરમાં ચૈત્ર સુદ આઠમે અર્ધ રાત્રિના સમયે વિષ્ટિકરણમાં મકર લગ્નમાં કલિક રાજાને જન્મ થશે. મમાંતરે–મગદણ નામના પુરુષને ઘેર, જશદેવીના ઉદરે ચંડાળ કુળમાં કલિક રાજાનો જન્મ થશે. કેટલાક એમ કહે છે કે–વીર ભગવાનના મોક્ષગમન પછી ૧૯૨૮ વર્ષે ૫ માસે ચંડાળ કુલમાં કલ્કિ રાજાનો જન્મ થશે. તેનાં નામે ત્રણ થશે જે આ પ્રમાણે રૂદ્ર, કલિક અને ચતુર્મુખ. તેના જન્મ પ્રસંગે રાજા મધુમથનના મંદિરમાં, મથુરા નગરીમાં ક્યાંક છુપી રીતે રહેલ તૃપ પડી જશે. મનુષ્ય, દુર્ભિક્ષ, રોગ, ડમર વગેરેથી પીડાશે. અઢારમા વર્ષે, કાર્તિક સુદિમાં કલ્કિને રાજ્યાભિષેક થશે. તે લેકાના મુખથી જાણી નંદરાજાની પાંચે સુવર્ણનાં સ્તૂપ બેદી કહાડશે. ચામડાનાં નાણાં ચલાવશે. દુષ્ટ માણસને સહવાસ, અને સારા માણસોનો નિગ્રહ કરશે. પૃથ્વી સાધીને છત્રીસમા વર્ષે ત્રણુખંડ પૃથ્વી (ભરતક્ષેત્ર) ને આધપતિ થશે. દરેક ઠેકાણેથી ખેદી બદીને નિધાન * આ સંબંધમાં પણ જુદા જુદા ઉલેખે મળી આવે છે. For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy