________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગદુપકારી વર્ધમાન અને હાલિક
લેખક–કમાટી. અતુલ અને અનુપમ પ્રભાવ-પ્રભા પ્રપન્ન જગgવત્સલ પ્રભુ મહાવીર પિતાના પુનિત પાદ-કમલોથી પૃથ્વીતલને પાવન કરી રહ્યા હતા. અનેક ઇન્ડ, દેવ, અસુરો એ તરણતારણ પ્રભુની ભક્તિમાં અમૃતાધિક આનંદાસ્વાદ મેળવી રહ્યા હતા. ભગવાન જગતના ભવ્ય નું અનાદિ મિથ્યાત્વતમ દૂર કરી સ્વજ્ઞાન–પ્રભાકર દ્વારા ઉજજવલ સમકિત કિરણ જગાવીને અનેકાને પાપના પ્રચારથી મુક્ત કરી સદાચારના રસિયા બનાવી રહ્યા હતા, અને સુધાસરીખી વાણી દ્વારા અને કોને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા, ઉપકારની ભાવના :
મણિ અને પાષાણમાં, ગૃહમાં અને વનમાં, સ્વર્ણમાં અને તૃણમાં, સેવકમાં અને શત્રુમાં, પ્રિયમાં અને અપ્રિયમાં; બધાયમાં સમભાવી કરુણનિધાન ભગવાનને એક વખત, સમકિતની પ્રાપ્તિ પછીના પિતાના સત્તરમાં ભવમાં સંબંધમાં આવેલ એક જીવને તારવાની અપૂર્વ ભાવના પ્રગટ થઈ! અને ત્રિલોકનાથ. અનન્ય પકારી પ્રભુએ સુમધુર વચન વડે ગૌતમ ગણધરને જણાવ્યું, “હે ગૌતમ ! આ આગળ ઉભેલા ઘરાકને હારાથી અનન્ય લાભ થશે, માટે તું જલદી જા અને તેને સધ આપ !”
પ્રભુની આજ્ઞા થતાં, પ્રભુનાં સમસ્ત વચનોને નિઃશંક ભાવે સરકાર કરનાર, ગૌતમ ગણધર તે વરાકને સહધ કરવાના મહત્વપૂર્ણ હેતુથી તેની પાસે ગયા વાર્તાલાપ–ઉપદેશઃ
ગૌતમ ગણધરના મુખપર અનુપમ જ્ઞાનનાં કિરણે ઝલહલી રહ્યાં હતાં. તેમની દિવ્ય દેહકાંતિ હજારોને આકર્ષિત કરી રહી હતી. તે મહાત્માના વચન-શ્રવણથી તે નિકૃષ્ટ કસ્મચારિઓને પણ ઉદ્ધાર થતા હતા. આવા તે મહાત્માનાં દર્શન થતાં તે હાલિકામાં કોઈ અનેરું ચૈતન્ય પ્રગટ થયું અને તે આશ્ચર્ય સાથે ગૌતમ ગણધરની સન્મુખ ઉભો રહ્યો. ગૌતમ ગણધર મહારાજે સસ્મિત વદને પૂછયું, “હે હાલિક, હે ભદ્ર, “સમાધિત વર્તતે” તને સુખશાંતિ તે છે ને? તું આવી અસહ્ય ગરમીમાં શા માટે કષ્ટ સહન કરે છે ? અનેક પ્રકારના આ પાપારંભ કરવાની પણ તારે શું જરુર છે? ખેતરમાં બલદના પૂંછડાં મરોડીને હળ શા માટે વહન કરે છે? માટે દુર્બલ તથા અવાચક એવા આ વૃષભોને તું વૃથા પીડા ન આપે ! તને ખબર છે કે, આ બધા પ્રયત્ન તું સ્વકુટુંબના પોષણ માટે કરે છે – કેવળ તારા પિતાના જ પિષણ માટે નથી કરતો, પણ એ પાપ તારા એકલાના આત્માની સાથે ચીભડામાં જેમ ગર્ભ
For Private And Personal Use Only