________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३२ શ્રી જન સત્ય પ્રકાશ
કાર્તિક માલ ભરી વર્ધમાન ગામ ભણી રવાના થયો. વચમાં મોટી વેગવતી નદી આવી. ત્યાં એક બળદે તે ગાડાં ઉતારવામાં ઘણી જ મદદ આપી. તેથી તે બળદનાં અવયવો કમજોર પડી ગયાં, તૂટી ગયાં, અને તે આગળ ચાલવામાં અસમર્થ થયો. ધનદેવે ત્યાં જ બળદને ખાવા ઘાસ નાંખી મૂકી દીધો. તે જેઠ મહિનાની ગરમીમાં ભૂખ તરસથી બહુ જ ત્રાસ પામતે હતા. વધર્મોન ગામનાં લેકે બળદને આવી કપરી-દયનીય પરિસ્થિતિમાં પણ, નિષ્કર થઈ ઘાસ–પાણી આપી મદદ કરતા નહીં, તેથી તે બહુ દુઃખ સહન કરી મરીને શૂલપાણી નામને યક્ષ થયો. જ્ઞાનથી તેણે કીડાથી ખદબદતું પિતાનું પૂર્વભવનું (બળદનું) શરીર હતું. તેથી વર્ધમાન ગામના નિર્દય લકે ઉપર તેને રોષ ફાટી નીકળ્યો. તેણે તે ગામમાં મરકીને રોગ ફેલાવ્યો. સેંકડોની સંખ્યામાં જ્યાં ત્યાં લોકે યમરાજના દરબારમાં ઝડપથી રવાના થવા લાગ્યા. લોકો ત્રાહિમાં ત્રાહિમાં” પિકારવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં માણસનાં હાડકાંના ઢગલા નજરે પડતા. બધાય લેકો મળી પ્રાર્થના કરવા લાગ્યા કે કોઈ દેવની અસાતના થઈ હોય તો તે અમને માફ કરો! પ્રાર્થનાથી શૂલપાણીએ આકાશમાં રહી કહ્યું કે –તમે બહુ જ નિર્દય છે. તે બળદની જરા પણ દયા કરી નહિ તેનું ફલ ભગવો. પછી લોકોએ યક્ષને પ્રસન્ન થવા વિનતિ કરતાં તેણે બધાય મરેલા માણસોનાં હાડકાં ભેગાં કરી તે ઉપર પિતાનું મંદિર બનાવવાનું સૂચવ્યું. લોકોએ તત્કાલ મંદિર કયું. યક્ષની બળદની પ્રતિમા કરી તેના પૂજારી તરીકે ઈન્દ્રશર્માની નિમણુક કરી. ઘણાં અસ્થિ-હાડકાં થવાથી તે વધમાન ગામનું નામ અસ્થિગ્રામ પ્રસિદ્ધિ પામ્યું. વર્ષમાનગામ કયાં છે :
ઇતિહાસ-પ્રેમીઓમાં “વર્ધમાનગામ” કયાં છે તે જાણવા-જણવવા માટે જુદી જુદી કલ્પનાઓથી બે મત છે –કેટલાક લેકે હાલના કાઠીયાવાડમાં આવેલા વઢવાણને વધમાનગામ માને છે. આ માન્યતા પણ આજની નથી, પરંતુ થોડીક શતાબ્દી પૂર્વની છે, તે માન્યતાના આધારે વઢવાણ શહેરની બહાર નદીના કિનારે શૂલપાણિ યક્ષના ઉપસર્ગની સ્થાપના તરીકે યક્ષનું મંદિર બનેલું છે. જેમાં ભગવાન મહાવીરની પાદુકા પણ છે. જો કે આ પાદુકા ઉપર લેખ તે ગઈ શતાબ્દીને જ મળે છે. પણ ત્યાંના લોકોની માન્યતા છે કે તે લેખ તો જીર્ણોદ્ધારના સમયને છે. મંદિર તે પહેલાં પણ હતું.
૩ આવશ્યકમાં તે બળદે કેટલાં ગાડાં પહોંચાડવાં તે નથી આપ્યું, પણ મહાવીરચરિય આદિમાં પાંચ ગાડામાં તે બળદ જોડાઈને પાર કર્યા એમ લખ્યું છે,
૪ આવશ્યક પછીના ગ્રંથમાં કાવ્ય–કિંવા વધારવાની પદ્ધતિથી વર્ણન કરતાં લખ્યું છે કે તે બળદને દુઃખી જોઈ વર્ધમાન ગામના લોકોને બેલાવી સંમાનિત કરી, તેમને સો (૧૦૦) રૂપીયા ઔષધ માટે આપી, ઘાસ-પાણીની વ્યવસ્થા કરી ધનદેવ ત્યાંથી ગ (મળિથે ગઠ્ઠાgણ મન-વરવસમો રિસસુરાણામમવાયત્તર તો તા તુમેન્ટિં ાયરસ મિના હવાના સ જાગતા સંમૅવક્રિય” મહાવીર-ચરિય-ગુણચંદ્રકૃત પૃ. ૧૫૧)
મને તે લાગે છે કે આ રસ ઉત્પન્ન કરવા માટે વધારીને લખ્યું છે. આવશ્યક કરતાં તે પછીના મહાવીર ચરિત્રમાં અને કલ્પસૂત્રની ટીકાઓમાં મેટર વધતું ગયું જણાય છે. માટે આદર્શ રીતે મહાવીરચરિત્ર લખતી વેળાએ જેમ બને તેમ જાનાદશમી સદીની પૂર્વેના ગ્રંથને વધારે ઉપયોગ કર જોઈએ.
For Private And Personal Use Only