________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપ્રભાવશાલી પુષાદાનીય
શ્રી સ્તંભ ન પાર્શ્વ ના થા ક લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયપઘ્રસૂરિજી છે
શ્રી અભયદેવસૂરિજી મહારાજાના સ્વર્ગવાસના સંબંધમાં પ્રભાવકચત્રિમાં કહ્યું છે કે- સૂરિજી મહારાજ પાટણમાં કર્ણ રાજાના રાજ્યમાં દેવલોક પામ્યા. આ વાક્યને અર્થ એમ પણ સંભવે છે કે- કર્ણના રાજ્યકોલમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા. બીજાઓ આ બાબતમાં એમ પણ વિચાર જણાવે છે કે, જે સમયે કર્ણ રાજા પાટણમાં રાજ્ય કરતા હતા, તે વખતે સૂરિજી સ્વર્ગે ગયા. પરંતુ પટ્ટાવલિઓના લેખ પ્રમાણે તો ઘણાખરા એમ માને છે કે, કપડવંજમાં સૂરિજી સ્વર્ગે ગયા, સંવતનો વિચાર એ છે કે પટ્ટાવલિમાં સં. ૧૫૩૫ માં સ્વર્ગે ગયા, એમ કહ્યું, ત્યારે બીજો મત એ પણ છે કે ૧૧૩૯ માં સ્વર્ગે ગયા.
ઉપર જણાવેલા વૃત્તાંતમાંનો કેટલોક વૃત્તાંત શ્રી ગિરનારના લેખને અનુસારે જણાવેલ છે. વિ. સં. ૧૩૬૮ ની સાલમાં આ બિંબને ઉપદ્રવના કારણે ખંભાતમાં લાવવામાં આવ્યું. એથી એમ જણાય છે કે- કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી અને મંત્રિ વસ્તુપાલના સમયમાં આ પ્રતિમાજી થાંભણ ગામમાં હતાં. તે સૂરિજી મહારાજની દીક્ષા આ જ સ્તંભતીર્થ (ખંભાત)માં થઈ છે. અહીંના રહીશ મહાશ્રાવક રાષભદાસ કવિએ હિતશિક્ષાનો રાસ બનાવે છે. મહાચમત્કારિ નીલમમણિમય શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમાની વર્તમાન બીના
આ બિંબનાં દર્શનાદિ કરવાથી કેઢ વગેરે નાશ પામે છે. મંત્રિ પેથડના પિતા શ્રી દેદ સાધુનાં બેડનાં બંધન આ પ્રતિમાના ધ્યાન માત્રથી તત્કાલ તૂટી ગયાં. તેથી જેમ આ બિંબની ભક્તિ કરવાથી વિને નાશ પામે છે તેમ અશાતના કરનાર જીવ મહાદુઃખી બને તે વાત નિઃસંદેડ છે.
સ્તંભતીર્થ (ખંભાત) ના રહીશ, દાનવીર શેઠ અમરચંદ પ્રેમચંદના સુપુત્ર શેઠ પોપટભાઈના વખતમાં આ નીલમમણિમય ચમત્કાર બિબ કાર્ણમય મંદિરમાં મૂલનાયક તરીકે બિરાજમાન હતું. એક વખત આ રત્નમય પ્રતિમાને જોઈને એક સોનીની દાનત બગડી રબને તે એ પ્રતિમાને કયાંક ઉપાડી ગયો. પરંતુ શેઠ શ્રી પોપટભાઈના માતાજીના, એ પ્રતિમાજીનાં દર્શન
૧. આણંદ સ્ટેશનની નજીકમાં આ ગામ છે. એનું જૂનું નામ સ્તંભનપુર હતું.
For Private And Personal Use Only