________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરતી અને મંગળદી લેખક --શ્રીયુત પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા, એમ. એ.
આરતી આરતી ” શબ્દની નિષ્પત્તિ- “આરતી” શબ્દ શેના ઉપરથી બન્યો હશે એને વિચાર કરતાં જણાય છે કે એ “આરત્તિય’નું રૂપાંતર હોવું જોઈએ. “આત્તિય' એ પ્રાકૃત શબ્દને બદલે સંસ્કૃતમાં “આરાત્રિક' શબ્દ છે. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (પૃ. ૧૮૯)માં પણ આરાત્રિક'ના રૂપાંતર તરીકે “આરતી” શબ્દ નેધાયેલો છે. આવી પરિસ્થિતિમાં આરતીને સંસ્કૃત શબ્દ “આર્તિ' ઉપરથી નિષ્પન્ન થયેલો માનવો વાસ્તવિક નથી એમ સહેજે સમજાશે.
આરતીને અર્થ– આત્રિકમાંનો ‘આ’ ઉપસર્ગ મર્યાદાસૂચક ગણાય છે. એથી સામાન્ય રીતે રાત પડી જાય તે પૂર્વે કરાતું વિધાન એવો “આરાત્રિક' ને અર્થ કરાય છે. આથી સમજાશે કે સૂર્ય લગભગ અસ્ત થવાની તૈયારીમાં હોય તેવે સમયે આરતી ઉતારવી જોઈએ. આજે આ નિયમનું બહુધા પાલન થતું જોવાતું નથી.
આરતીની રચના - આરતી બનાવવા માટે મોટે ભાગે પિત્તળ અને કેટલીક વાર જમનસિકવર અને ચાંદી પણ કામમાં લેવાય છે. આરતીના બે ભાગ પાડી શકાય : (૧) હાથ અને (૨) ચાતું. તેમાં ચાડામાં પાંચ સાત દીવીઓ જોડેલી હોય છે. એમાં લેકે ઘી પૂરે છે. એમાં દીવેટ મૂકીને પછી તે સળગાવાય છે. પછી હાથ પકડીને પ્રભુની મૂર્તિ સામે એ આરતી ઉતારાયા છે. કેટલીક વાર આરતીને બદલે ‘મંગળદીપક” પણ ઉતારાય છે.
આરતીનો ઉપયોગ- પરમાત્માની ભક્તિ કરવાનાં અનેક સાધન છે. તેમાંનું એક સાધન આરતી પણ છે. જેઓ મૂર્તિપૂજક છે તેઓ દેવાલયોમાં આરતી ઉતારવી એને એક પિતાનું કર્તવ્ય સમજે છે. આ પ્રમાણે દેવાલો સાથે સંબંધ ધરાવતી આરતીને નરેશ્વરના બહુમાન કરવા અર્થ પણ ઉપયોગ થતો હતો એમ આપણે પ્રાચીન સાહિત્ય ઉપરથી જાણી શકીએ છીએ. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આરતીની પ્રથા ચાલુ થવામાં પરમાત્માની ભકિત એ મુખ્ય કારણરૂપ હશે કે નરેશ્વરાદિનું બહુમાન? આને ઉત્તર આપા માટે હું તજનાને વિનવું છું.
આરતી રાંબંધી ઉલેખો- જેમ વૈદિક હિંદુઓને મોટો ભાગ મૂર્તિપૂજક છે અને આર્યસમાજી વગેરે થોડેક ભાગ અમૃતિપૂજક છે તેમ જૈનોમાં પણ મોટો ભાગ મૂર્તિપૂજાની તરફેણમાં છે અને સ્થાનકવાસી વગેરે કેટલાક ના ભાગ એની વિરુદ્ધમાં છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાહિત્ય તરફ દષ્ટિપાત કરતાં પ્રભુની ભક્તિને સૂચક
૧. આહંત જીવન જ્યોતિનો અભ્યાસ કરાવનારા વર્ગને ઉદ્દેશીને એક ગ્રંથ રચતી વેળા મેં આ ટૂંકી નોંધ લખી હતી.
For Private And Personal Use Only