________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
દિગમ્બરાની ઉત્પત્તિ
૫૧
કે કેવી રીતે નાંખ્યું. ઉત્તરા વિમાસણમાં પડી અને પોતાના ભાઈ શિવભૂતિ
પાસે પહોંચી.
આપણે માન્યું હતું. અને સંભવિત પણ એમ જ હતું કે શિવભૂતિએ સ્વીકારેલ નગ્નપર્યું, જેનશાસ્ત્રથી વિરુદ્ધ હૈાવાના કારણે હા કે સ્વાભાવિક રીતે લાકમાન્યતા પ્રમાણે સંભવે તેવી રીતે સમજી અને અણસમજુ અન્ને પ્રકારના મનુષ્યેા તરફથી તેના તિરસ્કારના કારણે હા, પણ તે નગ્નપણાનું અંધ અનુકરણ કરવા શ્રીજી કેાઇ વ્યક્તિ તૈયાર થઈ ન હતી. ટૂંકી મુદ્દતે કહેા કે લાંખા ગાળા પછી કહેા પણ તેનું અનુકરણ કરનાર એક માત્ર તેની હૅન ઉત્તરા જ નીકળી હતી.
પરંતુ જગતમાં પેાતાના સાથીદાર થનારા મનુષ્ય જો સાચેસાચા પેાતાને બચાવ કરનાર થાય છે તે તે તે સાથીદારથી પારાવાર આનદ થાય છે અને તે આનંદ ટકી રહે છે પણ ખરા. પણ જ્યારે કાઈ પણ સાથીદાર વાસ્તવિક રીતે ખચાવ કરનાર નથી થતા ત્યારે એક સાથીદાર મળવાના કારણે જે આનંદ એક વખત થાય છે તે આનદ એસરી જાય છે-અને પાછળથી યાવત્ શૂન્યતાના રૂપમાં પલટાઈ જાય છે. અને જ્યારે સાથીદારપણાને આનંદ શૂન્યતામાં પરિણમે છે ત્યારે – તેવી ઉપયાગહીન દશામાં-સાથીદારનું સાથીદારપણે રહેવું એ ઉદાસીનતાને પામે છે. પરિણામે એ સાથીદારના સાથીદારપણાની અનાવશ્યકતા હૃદયમાં એતપ્રાત થઈ જાય છે. આ તે થઈ જ્યારે સાથીદાર નિરૂપયેગી થઈ પડે છે. તે વખતની સ્થિતિ. પરન્તુ જયારે સાથીદાર સાથીદારપણે બચાવ કરવાને નિરુપયેાગી નિવડવા ઉપરાંત તેના મચાવને માટે હરેક સ્થાને કાયિક અને વાચિક મહાવ્યથાએ ભેગવવી પડતી હોય અને સાથે સાથે સાથિદારને પણ એવી વિશમ પરિસ્થિતિમાં મહાવ્યથાઓના ભાગ બનવું પડતું ડાય ત્યારે બન્નેને માટે એક જ મા ઉપસ્થિત થાય છે અને તે પરસ્પરથી છૂટા પડવાનેએક-બીજાથી સાવ અળગા થઈ જવાના.
વસ્તુસ્થિતિ આવી હેાવાથી, પેાતાના સાથીદાર તરીકે વસ્રહીન થયેલ ઉત્તરા, જ્યારે, ઉપર કહ્યું પ્રમાણે, દેવદત્તા વેશ્યાની ચતુરાઇથી વસ્ત્રાવૃત થઈ ત્યારે તે ઉત્તરા અને તેના ભાઇ શિવભૂતિ એ બન્નેની સ્થિતિ વિચારણીય થઇ પડી.
( અ પૂણું)
For Private And Personal Use Only