________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાદ્ર૫
૫૦.
શ્રી જૈન સત્ય પ્રકાશ થતી કિન્તુ સર્વ ખેરાક તરફ અરુચિની લાગણી ઉત્પન્ન થાય છે તેમ આખાય વર્ગ તરફ વૈરાગ્યવાસિત અંતઃકરણવાળે થાય છે. આ એક અનુભવસિદ્ધ વાત છે.
વસ્તુસ્થિતિ આ પ્રમાણે હેવાથી અને વળી કામી પુરુષનું સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ છે કે કામોદયના લીધે જ હોય છે છતાં તેમાં મોટો ભાગ વસ્ત્રાભૂષણ વગેરેની સજાવટ ભજવે છે, એટલે કે એ વસ્તુને સમજાવનારા જણાવે છે તે પ્રમાણે કામી મંડનપ્રિય હોવાથી, દેવદત્તા વેશ્યાને વિચાર આવ્યો કે – જે આ સાવ વસ્ત્રહીન દશામાં વેશ્યાવાસમાં ફરતી ઉત્તરાને, કામાંધ દશામાં એ સ્થળે ઘસડાઈ આવેલા પુરુષો નજરે જુએ અને કદાચ એ ઉત્તરાને જોવાથી તે પુરુષને તેના પ્રત્યે અને પછી ઉપર કહ્યું તે પ્રમાણે તે વેરાગ્યની–ઘણાની લાગણી સમગ્ર સ્ત્રીવર્ગ તરફ ઉત્પન્ન થાય તો તેના પિતાના ધંધાની સંભવિત રીતે કે શંકિતરીતે પાયમાલી થાય એ સ્વાભાવિક છે. અને આથી તેને ઉત્તરાને સવસ્ત્રા કરવાનું વિચાર આવ્યા.
એક તરફ દેવદત્તાને આવા વિચારો આવતા હતા અને ઉત્તરાતે વસ્ત્રા કરવાનું એના માટે અનિવાર્ય બનતું જતું હતું ત્યાં બીજી તરફ બિચારી ઉત્તરાને પણ બીજે કંઈ પણ માર્ગ ન હોવાના કારણે ગોચરી માટે વેશ્યાવાસમાંથી પસાર થવું અનિવાર્ય થઈ પડ્યું હતું. આમ આ બને સ્ત્રીઓ એક વેશ્યા અને એક ભિક્ષુણ–પિતાની અનુકૂળતા--પ્રતિકૂળતાના કારણે જુદા જુદા પ્રકારની અનિવાર્યતામાં આવી પડી હતી. આપણે જાણીએ છીએ કે કેઈ પણ સ્થાયી વસ્તુ બીજી ચલ વસ્તુ ઉપર પોતાનું આધિપત્ય મેળવી ધે છે. આ પ્રમાણે વેશ્યાવાસણાં સ્થાયી રીતે વસનારી દેવદત્તા વેશ્યા ચલ એવી ઉત્તરાના વર્તનને પલટાવે અથવા તે પલટાવવા પ્રયત્ન કરે એ જ વધુ સંભવિત હતું. અને વળી વેશ્યાઓને તો કવિઓએ સ્થાને સ્થાને ચતુરાઈનાં સ્થાને તરીકે વર્ણવેલ છે. આમ હોવાથી દેવદત્તા પિતાને વિચાર પાર પાડવા માટે એટલે કે વસ્ત્રહીનદશામાં ફરતી ઉત્તરાની સ્થિતિમાં પલટો લાવવા માટે વિજ્ઞત-પ્રાર્થના કે બલાત્કાર વગેરેનો ઉપયોગ કરવાને વિચાર કરવાના બદલે કોઈ ચતુરાઈને જ ઉપગ કરે એ વધુ બંધ બેસતું ગણી શકાય. દેવદત્તાએ એક ચતુરાઈ ખેાળી કાઢી. તેણે પોતાની અગાસી ઉપરથી એક વસ્ત્ર, પિતાના મકાન નીચેથી વસ્ત્રહીનદશામાં પસાર થતી ઉત્તરા ઉપર એવી ખૂબીથી નાંખ્યું કે તેથી ઉત્તરાનું અંગ બરાબર ઢંકાઈ ગયું અને છતાંય તેને એ વાતની બીલકુલ ખબર ન પડી કે એ વસ્ત્ર કેણે નાખ્યું, કયાંથી નાયું
For Private And Personal Use Only