________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
સંપાદક:
(૧) પ્રાચીન લેખ સંગ્રહ (૭ લેખ)
| મુનિરાજ શ્રી જયન્તવિજયજી
C
॥ ॥ संवत् १६२५ वर्षे श्रीपटनमध्ये म० श्री जीवा म० माणकदे पुत्र म रतनजी पुण्यार्थं बिब रखवदेव विजय पूजार्थं भटारक श्री श्रीविजयसेनसूरिस्वरुस्ते शुभमुहर्ते सकलजन समस्तसहत प्रतष्टतकृता । पूजनीकनर शुभ फलदायक नइअर्थेर ।
(આ પ્રતિમાની ઊંચાઈ ૧૦ ઇંચ અને પહોળાઈ ૭ ઇંચ છે.) સંવત ૧૬૨૫માં, શ્રીપાટણનગર મળે મંત્રી શેઠ જીવાની ભાર્યા માણેકના પુત્ર મંત્રી રતનજીના શ્રેય માટે; વિજય નામના પુત્રને પૂજા કરવા માટે અથવા વિજયવંતી પૂજા માટે તથા પૂજા કરનારાઓને શુભ ફળદાયક થાય એટલા માટે મંત્રી જીવાએ શ્રીષભાવ ભગવાનની મૂર્તિ કરાવીને તેની ભટ્ટારશ્રી શ્રીવિજ્યસેનસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે શુભ મુહૂર્તમાં સકલ સંઘ સમક્ષ પ્રતિષ્ઠા કરાવી છે.
॥ संवत् १५१६ वर्षे वैशाष सुदि १० बुधे उपकेशज्ञातीय मं० चांपा भार्या चांपलदे पुत्र हेमा भार्या हमीरदे पुत्र रणधीर तोला स्वमातृपितृश्रेयार्थ श्रीअजितनाथवि कारितं । प्रतिष्टितं तपागच्छे श्री रत्नशेषरसूरिभिः ॥
(આ પ્રતિમાજીની ઊંચાઈ ૮ ઇંચ અને પહોળાઈ પા ઈચ છે.) સંવત ૧૫૧૬ના વૈશાખ સુદી ૧૦ ને બુધવારે, ઉપકેશ (ઓસવાલ) જ્ઞાતીય મંત્રી ચાંપાની ભાર્યા ચાંપાલદેના પુત્ર હેમાની ભાર્યા હમીરદેના પુત્ર રણધીર તથા તલાએ પોતાનાં માતા-પિતાના કલ્યાણ માટે શ્રી અજિતનાથજીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરનશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
().
संवत् १५९५ वर्षे वैशाष सुदि ७ दन गरे प्रागवट जाती सा० समरा भा० वदे पुत्र आला माडा भा० तजुपुत्र ५ रतणादि कटंबादि श्रीपार्श्वनाथ बंबकात्र तपागछे श्रीआणंदविमलसूरि प्रतिष्टत ।
(આ પ્રતિમાજીની ઊંચાઈ ૮ ઇંચ અને પહોળાઈ પા ઇચ છે.) ૧. નંબર ૧ થી ૪ સુધીના લેખોવાળી, ધાતુની આ ચાર મૂર્તિઓ સિરોહીના શ્રી અજિતનાથજીના મંદિરમાંથી શિવપુરી (માળવા) મોકલવામાં આવી છે. શિવપુરીના શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડલના વિદ્યાર્થીઓને પૂજવા માટે મંડલના ગૃહત્યમાં વિરાજમાન કરવામાં આવી છે.
For Private And Personal Use Only