SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨. શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રાવણ વ્યાખ્યાજ્ઞપ્તિ એ નામવાળા પાંચમાં અંગરૂપ ભગવતિ સૂત્રના પ્રાન્તિમ ભાગના ૯૮૦ મા પત્રમાં મૃતદેવતાની નીચે મુજબની સ્તુતિ કરાયેલી નજરે પડે છે. " वियसियअरविंदकरा नासियतिमिरा सुयाहिया देवी । मझ पि देउ मेहं बुहबिबुहणमंसिया णिचं ॥ १ ॥ सुयदेवयाएँ पणमिमो जीए पसाएण सिक्खियं नाणं । अण्णं पवयगदेवी संतिकरं तं नमसामि ॥ २ ॥ सुयदेवया य जक्खो कुंभधरो बंभसंति वेरोटा । विजा य अंतहडी देउ अविग्ध लिहंतस्स ॥ ३ ॥ ભગવતીસૂત્રના સંપાદક મહાશય આગોદ્ધારક શ્રી આનંદસાગરસૂરિજી આ પદ્યને ભગવતીસૂત્રના અંગરૂપ ગણતા હોય એમ લાગે છે. વિશેષમાં આ પાંચમા અંગની વૃત્તિમાં એના કર્તા શ્રી અભયદેવસૂરિ પણ એમ જ માનતા હોય એમ જણાય છે. - આ ત્રણે પદ્ય દરેક હસ્તલિખિત પ્રતિમાં ઉપલબ્ધ થતાં નથી, એથી એ ત્રણે પદ્યો પંચમ ગણધર શ્રી ધર્મસ્વામીએ ભગવતીસૂત્રમાં ગૂંચ્યાં હશે કે નહિ એવો સહજ પ્રશ્ન ઉદ્ભવે છે. જે એમણે ત્રણે પદ્યો નહિ રમ્યાં હોય તો પહેલાં બે તો રચ્યાં હશે એમ ભાસે છે, કેમ કે એ બે તો અન્યાન્ય પ્રતિઓમાં જોવાય છે. જે આ હકીકત યથાર્થ હોય તો પછી ત્રીજું પદ્ય શ્રી અભયદેવસૂરિના સમયમાં ભગવતીસૂત્રના અંગરૂપ ગણાતું હતું કે તે પૂર્વે પણ એટલો જ નિશ્ચય કરવો બાકી રહે છે. એ માટે શ્રી અભયદેવસૂરિ ભગવતીસૂત્રની વૃત્તિના પ્રારંભમાં જે ટીકા અને ચૂણિનો નિર્દેશ કરે છે તે જેવી જોઈએ, પરંતુ આ સાધન મારી પાસે નથી એટલે એ પ્રશ્ન અણઉકેલ્યો રહે છે. ત્રીજા પદ્યના અંતમાં જે “ઝિવત' છે એ ઉપરથી એમ પણ સંભાવના થઈ શકે કે એ પદ્મ શ્રી દેવધિંગણિ ક્ષમાશમણે આગમો પુસ્તકારૂઢ કર્યા ત્યારે દાખલ થયું હોય. આ ઉપરથી સમજાશે કે ત્રીજા પાના કતૃત્વ વિષે આ લેખમાં નિર્ણય કરી શકાય તેમ નથી. વિશેષમાં પહેલાં બે પવોમાંથી એકે ગણધરકૃત ન હોવાનું સાબીત થઈ શકે તે પછી મૃતદેવતાની સ્તુતિ કરવાની પહેલ કોણે કરી એ પ્રશ્ન પણ પાછો ઉપસ્થિત થાય છે. આવી પરિસ્થિતિમાં હું આગમોના અખંડ અભ્યાસીઓને આ પ્રશ્નનો ઉત્તર આપવા સાદર વિનવું છું. શ્રતદેવતાનું વિશિષ્ટ સ્વરૂપ અને તેની પ્રતિકૃતિઓ -- જેના દર્શનનું કહેવું એ છે કે દેવ અને દેવીઓનો દેહ મૂળ સ્વરૂપે તો મનુષ્યના જેવો જ છે એટલે કે તેમને પણ બે હાથ, બે પગ, એક મસ્તક ઈત્યાદિ છે, પરંતુ એ [ જુઓ પૃષ્ઠ ૩૫ ] ૧. ભાંડારકર પ્રાચ્ચ વિદ્યાસંશોધન મંદિરમાં ભગવતીસૂત્રની જે ત્રણ હસ્તલિખિત પ્રતિએ તેમાંની બેમાં પ્રથમનાં બે પડ્યો છે. આ બેમાંની એક પ્રતિ સં. ૧૫૭૦ માં લખાયેલી છે. જુઓ “જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર” (પૃ. ૧૭, ભા. ૧, પૃ. ૮૦ ૮૩), For Private And Personal Use Only
SR No.521513
Book TitleJain Satyaprakash 1936 07 SrNo 13
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy