________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક :
ચંદ્રાવતી
મુનિરાજ છેવ્યાયવિજા
મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
આબુના જગવિખ્યાત કળામય જૈનમંદિર બનાવનાર મહામંત્રી વિમલની સુપ્રસિદ્ધ નગરી ચંદ્રાવતીનો વૈભવ, મહત્તા અને પ્રતિષ્ઠા કોઈ પણ સુશિક્ષિત જૈનથી ભાગ્યે જ છુપી હશે. ચંદ્રાવતીને જૈન ઈતિહાસમાં જે અનુપમ માન મળ્યું છે એ માત્ર તે ધનવાનની અલકાપુરી હતી માટે જ મળ્યું છે એમ નહિં કિન્તુ ત્યાંના નિવાસી ધનકુબેર જૈનેની ઉજ્જવલ ધર્મભાવના, દૃઢ ધર્મ શ્રદ્ધા અને અપૂર્વ ઉલ્લાસમય સાધાર્મિક પ્રેમથી ચંદ્રાવતી અમર થઈ છે. જૈનધર્મના ઈતિહાસમાં ત્યાગી સાધુઓએ એ નગરીની યશોગાથા સુવર્ણાક્ષરે આલેખી છે. એવું અનુપમ માની બીજી નગરીઓને બહુ જ થોડું મળ્યું છે.
આ ભાગ્યશાલી નગરી માટે એક કિંવદતિ ચાલે છે કે આ નગરીમાં કિલ્લાની અંદર ૩૬ ૦ કોટી ધ્વજો વસતા, અને અલ્પ ધનવાળાઓ અને બીજી વસતી કિલ્લા બહાર વસતી, પરંતુ આ ધનકુબેર જૈન શ્રીમંતોની એવી દઢ પ્રતિજ્ઞા હતી કે કોઈ પણ જૈન દુઃખી કે સાધનહીન આવે તે ચંદ્રાવતીમાં એ દુ:ખી કે સાધનહીન ન રહે. અર્થાત ત્યાંના શ્રીમંત જૈને પિતાના સહધમનું દુઃખ મિટાવી તેને સાધન સંપન્ન બનાવતા, એટલું જ નહિ કિન્તુ આજનો દુઃખી કે સાધનહીન જૈન એવો તૈયાર થઇ જતો કે બીજે જ દિવસે બીજો કોઈ દુઃખી જૈનબન્ધ આવે છે તે તેને મદદ કરી પોતાના જેવો સાધન સંપન્ન બનાવી શકે. આજે પણ જૈન મુનિવરો સાધાર્મિક વાત્સલ્યમાં ચંદ્રાવતીના દાનવીર જેનું ઉદાહરણ જૈન-જૈનસંઘને અવારનવાર સંભળાવે છે.
આ નગરીમાં જેમ અનેક કોટી વજે વસતા તેમ ગગનચુંબી ભવ્ય જિનમંદિરે પણ વિપુલ સંખ્યામાં હતાં, અને ત્યાંના શ્રીમંત જેનો ખૂબ જ વૈભવપૂર્વક પાલખીમાં બેસી નિરંતર જિનવરેન્દ્રનાં દર્શન પૂજન કરવા આવતા. એવી અનેક ભૂતપૂર્વ ઘટનાઓથી ચંદ્રાવતી આજે ય અમર છે.
૩પહેરા સત્તત્તિમાં વિદ્વાન જૈન સાધુ સેમધર્મ કથે છે કે “ચંદ્રાવતીમાં ૪૪૪ અહંતપ્રાસાદો-જિનમંદિર હતાં” આ ઉલ્લેખ ચંદ્રાવતીના વૈભવને અને ધર્મભાવનાને બતાવવા કાફી પ્રમાણરૂપ છે.
સંસાર પરિવર્તન શીલ છે. ચઢતી અને પડતી, તડકે ને છાંયો સદાયે ચાલ્યા જ કરે છે. જ્યાં એકવાર અનેક જન સમૂહથી ભરેલાં, શ્રી અને ધીથી શોભતાં, આશાન બંગલાઓ અને રાજમહેલોથી અલંકૃત મોટાં મેટાં નગરો હતાં ત્યાં આજે શન્ય નીરવ જંગલ અને અરણ્ય નજરે પડે છે. અને જ્યાં ભયપ્રદ સ્મશાને હતાં, ઘોર જંગલ અને અરો હતાં ત્યાં અલબેલી નગરીઓ વસેલી જોવાય છે. કુદરતની સૃષ્ટિ જ કોઈ અલૌકિક છે. આજે ચંદ્રાવતી નિરવધિ કાલના જડબામાં પીસાઈ ગયું છે; એ શ્રી અને ધીથી ભરેલું, ગૂજરાતનું પ્રવેશદ્વાર સમું મહાનગર આજે વેરાન જંગલ થઇ ગયું છે. ત્યાં આજે મનુષ્યોને બદલે પશુઓ ફરે છે, બાળકોના કિલકિલાટને બદલે
For Private And Personal Use Only