SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રાવણ વાંદરાઓના શબ્દો કાને પડે છે, બાળકોના રુદનના અવાજને સ્થાને શિયાળીયાના રુદનના બિહામણા અવાજ સંભળાય છે અને જિનમંદિરના મહર ઘંટનાદેને બદલે પવનના સુસવાટાના ધમધમ્ –ૉ ઘૉ અવાજો સંભળાય છે. ત્યાંની વિશાલ મહેલાત ભૂમિ માતાના વિશાલ ઉદરમાં સમાઈ ગઈ છે. ચંદ્રાવતીના અસ્તિત્વને સિદ્ધ કરનારાં ગગનચુમ્બી ભવ્ય જિન મંદિરનાં માત્ર ખંડેરો જ અત્યારે વિદ્યમાન છે જેથી આપણને ચંદ્રાવતીના અસ્તિત્વનું, તેની મર્યાદાનું અને તેના ગૌરવનું ભાન થાય છે. આબુથી અમદાવાદ જતી રેલ્વેના પાટા રસ્તે આબુથી ચાર માઈલ દૂર ચંદ્રાવતી નદીને પૂલ આવે છે (ત્યાં બેડ ઉપર ચંડાવલી ઈંગ્લીશમાં લખ્યું છે). એ પૂલની શરૂઆતમાં જ તેની બને બાજુ જૈનમંદિરનાં શિખરે, થંભ, બીજા અનેક પુતળાં તથા મંદિરનાં અન્યાન્ય વિભાગના ટુકડા પડ્યાં છે. સાધુ સંમેલન માટે દિલ્હીથી અમદાવાદ જતાં અમે આબુથી વિહાર કર્યો ત્યારે અમે રેલ્વે પાટે ચાલતા હતા, અને તે વખતે ચંદ્રાવતી (ચંડાવલી) નદીને પૂલ ઓળંગતા જૈનમંદિરના શિખરનાં ટુકડા, ગુજે અને મોટા મોટા ખંભા જોયાં હતાં. ત્યાં છેડે સમય રોકાઈ વ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરવાની ભાવના હતી પણ સંમેલનના રહ્યાહ્યા અલ્પ સમયે અમને તેમ કરતાં રોક્યા, અને ચંદ્રાવતીના નિરીક્ષણની ઉત્કટ ભાવનાને દબાવી અમે આગળ વધ્યા. પરંતુ અમને ખાત્રી હતી કે પાછા આ રસ્તે જતાં ચંદ્રાવતી જરુર જોઈશું. બે વર્ષના ગાળા પછી અમે પુનઃ આ રસ્તે નીકળ્યા અને પ્રાચીન ચંદ્રાવતી નગરીનાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વર્તમાન પરિસ્થિતિ–ચંદ્રાવતીના પુલથી જ નીચે ઉતરતાં ભવ્ય જિનમંદિરનાં શિખર જોવામાં આવે છે. અમે બન્ને વિભાગમાં વહેંચાઈ જઈ નિરીક્ષણ કરવા માંડયું. બન્ને વિભાગનું એક મોટું બાવાન જિનાલયનું અમદાવાદની હઠીભાઇની વાડી કરતાં મોટું જિનમંદિર હશે અને વચ્ચેથી રેલ્વે લાઈન નીકળી હશે. રેલ્વેની બન્ને બાજુ લગભગ સરખા વિભાગમાં મંદિરનાં ખંડેરો પડયાં છે. કહેવાય છે કે જ્યારે શરૂઆતમાં રેલવે નિકળી ત્યારે એક ગુડઝ ભરીને અહીંથી જિનમંદિરનાં મકરાણાનાં સુંદર પત્થરો કલામય સ્થંભ, શિખરે, મનોહર તારણો, જાળીયાં અને સુંદર પુતળાં લઈ જવામાં આવ્યાં હતાં. છતાં આજે કેટલાક થાંભલાના ટુકડા, પુતળાં, નાની મોટી દેરીઓનાં ૧. આ વિષયમાં પ્રસિહ ઈતિહાસકાર કર્નલ ટેડ નજરે જોઈને લખે છે : “ આ વખતે અહીં એક પણ મદિર સારી સ્થિતિમાં વિદ્યમાન નથી. અહીં રહેવાસી એક વૃદ્ધ રાજપુત મને મળે. સં. ૧૯૪૪ (ઈ. સ. ૧૮૮૮) માં મેં એ રાજપુતને અહીંના મંદિરો વિષે પૂછયું ત્યારે એણે કહ્યું કે “લ રાજપુતાના માલવા રે) નીકળવા પહેલાં તો અહીં આરસનાં બનેલાં ઘણું મન્દિરો વિદ્યમાન તાં પરજયારે ઠેકેદારોએ અહીં પડેલા પથ ઉઠાવી જવાને ઠેકો લીધે ત્યારે તેઓ ઉભેલાં મંદિરના ખંભા અને પત્થરો તેડી લઈ ગયા. ઘણું મંદિરને તોડી નાંખ્યાની તથા પત્થર ઉપાડી ગયાની વાત સ્ટેટને ખબર પડતાં એ પત્થર લઈ જવાનું કામ બંધ કરાવ્યું. પથર બહાર જતા રોકવામાં આવ્યા જેથી ઠેકેદારોએ એકઠા કરેલા પત્થર–મંદિરને ખંભા વગેરે આજે દેખાય છે. ચંદ્રાવતી અને માવલની વચ્ચે કયાં કયાં પડેલા મંદિરના પત્થરના ઢગલા- ટીંબા દેખાય છે.” આવી રીતે આ પ્રાચીન નગરીના મહત્વને ખેદજનક અંત આવે. - For Private And Personal Use Only
SR No.521513
Book TitleJain Satyaprakash 1936 07 SrNo 13
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy