SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૩૮૮ શ્રી જૈન સત્ય પ્રકાશ વિક્રમ સંવત ૧૩૩૩ ના આસો સુદિ ૧૪ ને સોમવારે, અત્યારે અહીં શ્રીશ્રીમાલનગરમાં મહારાવલ શ્રીચાચિંગદેવકલ્યાણના વિજયવંતા રાજ્યમાં, તેમણે જ પિતાના રાજ્યના મહામંત્રી પદ ઉપર સ્થાપન કરેલ મહામંત્રી ગજસિંહવિગેરે અધિકારીઓની ખાત્રીને માટે–જાણ થવા માટે, શ્રીશ્રીમાલદેશના વહિ–હિસાબના ચોપડાના દફતરના અધિકારી નૈગમ વંશના કાયસ્થ સુભટ નામના મંત્રીઓ અને કર્મસિંહ નામના કારકુને પિતાના કલ્યાણ માટે રાજાને, મંત્રી વિગેરે અધિકારીઓને તથા સેલહથ, ડાભી વિગેરેને ભક્તિપૂર્વક વિનવી–સમજાવી– પ્રતિબોધીને; આસો માસની યાત્રા મહોત્સવમાં, દર વર્ષે [ જુઓ પૃથ ૩૯૧] ૪ મહારાવળ ચાચિગદેવ, મહારાવલ ઉદયસિ ને પુત્ર, પૌત્ર અથવા તેની ગાદી ઉપર આવેલ તેને કુટુંબી હો જોઇએ. મહારાવલ ઉદયસિંહના સમયના વિ. સં. ૧૨૭૪, ૧૩૦૫ અને ૧૩૦૬ ના ત્રણ શિલાલેખ ભીનમાલનાં હિંદુઓનાં મંદિરના મારી પાસે મોજુદ છે, અને એ ત્રણે લેખમાં ઉદયસિંહને મહારાજાધિરાજ લખેલ છે. તેમાંના સં. ૧૩૦૫ અને ૧૩૦૬ ના શિલાલેખમાં મહામાત્ય ગજસિંહનું નામ લખેલું છે. મહારાવલ ચાચિગદેવના સમયને વિ. સં. ૧૩૨૩ થી ૧૩૩૩ સુધીના ચાર લેખે મારા સંગ્રહમાં છે. તેમાંના ત્રણ જૈન મંદિરના અને એક હિંદુ મંદિરનો છે. એ ચારે લેખોમાં ચાચિગદેવને મહારાજકુલ–મહારાવલ લખેલ છે. તેમાંને વિ. સં. ૧૩૨૩ ને એક લેખ જાવાલિપુર-જાલોરના કિલ્લા ઉપરના શ્રી મહાવીર સ્વામીના મંદિરનો છે, કે જે “પ્રાચીન લેખ સંગ્રહ” ભાગ બીજામાં છપાઈ ગયેલ છે. આ લેખ ઉપરથી જણાય છે કે–તે વખતે જાલોરને કિલ્લો ભિનમાલના રાજ્યને તાબે હશે. આ લેખમાં મહામંત્રી તરીકે જક્ષદેવનું નામ છે. એટલે કદાચ જાવાલિપુર પરગણાના મહામંત્રી જક્ષદેવ હશે અને ભિનમાલની આસપાસના પ્રદેશને અથવા ભીનમાલના આખા રાજ્યના મહામંત્રી ગજસિંહ હશે. કેમકે ઉપર કહ્યા પ્રમાણે વિ. સં. ૧૩૦૫ અને ૧૩૦૬ ના શિલાલેખોમાં મહામાત્ય તરીકે ગજસિંહનું નામ છે. તેમ જ વિ. સં. ૧૯ર૮ અને ૧૩૩૩ના લેખોમાં પણ મહામાત્ય તરીકે એ જ ગજસિંહનું નામ લખેલું છે. એ જ મહારાવલ ચાચિગદેવનો વિ. સં. ૧૩૨૬ નો એક લેખ મેવાડના સાયરા તાલુકામાં આવેલા કેરેડા (કે જે સેવાડીથી લગભગ ૮ ગાઉ થાય છે. ) ગામના શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિર સંબંધીનો છે. જે અહીં લે. (૧૨) માં પ્રગટ કરવામાં આવ્યો છે. આ લેખ ઉપરથી ભીનમાલને રાજ્યની સીમા મેવાડના સાયરા પરગણાના કરેડા ગામ સુધી ફેલાઈ હશે, એમ જણાય છે. હિંદુ મંદિર – શિવાલયને એક લેખ છે તે વિ. સં. ૧૯૨૮ના શ્રાવણ વદિ ૧ ને છે. મહારાવલ ચાચિગદેવને જૈનધર્મ ઉપર વિશેષ અનુ૫ હશે અને તે વખતે દેશદેશમાં વિચરતા મુનિરાજેના ઉપદેશનું જ એ પરિણામ હશે કે જેથી મહારાવલ ચાચિગદેવે ભીનમાલના શ્રી મહાવીર સ્વામીની અને કરેડાના શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા માટે અમુક અમુક રકમનો લાગ બાંધી આપ્યો હતો. - ૫ સેલહથ એટલે ખળાંમાં આવેલી ખેતીની ઉપજમાંથી રાજ્યભાગ ઉઘરાવવાના અધિકારવાળો માણસ, For Private And Personal Use Only
SR No.521511
Book TitleJain Satyaprakash 1936 05 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy