SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લખના મ્યુઝીયમની જૈન મૂર્તિએ લેખક;~~ મુનિરાજ શ્રી ન્યાવિજયજી મથુરા જૈને માટે ઐતિહાસિક દૃષ્ટિએ બહુ જ મહત્ત્વનું સ્થાન છે. મથુરામાંથી ઘણી પ્રાચીન જૈન મૂર્તિઓ અને મદિરા નીકળ્યાં છે. વિદ્વાન ઈતિહાસ ત્રિચ જેનાથી આ ધામ અજાણ્યું નથી. પૂ. પા. શ્રી જ્ઞાનવિજયજી મહારાજશ્રીએ મુંબઇ સમાચારના દીપેાત્સવી અંકમાં “ મથુરાનેા કંકાલી ટીલેા ” નામને લેખ પ્રગટ કરાવી તેની વીગત બહાર મુકેલ છે, પરન્તુ ત્યાંની પ્રાચીન જૈન મૂર્તિએ અત્યારે લખનૌના મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે, એટલે એનું વર્ણન અહં' નીચે લેખક આપવામાં આવે છે. - લખનૌ યુ. પી. નું કેન્દ્રસ્થાન મનાય છે. યુ.પી. ના ગવનર અહીં જ રહે છે. અને યુ. પી. ની ધારાસભા પણ અહીં જ ભરાય છે, જૈતેાનાં ૧૩-૧૪ મદિરા છે અને તેમાંય તપગચ્છનું મંદિર બહુ જ પ્રાચીન છે. મૂર્તિએ મુગલાઇના સમય પહેલાંની છે. જૈતાની વસ્તી એક વાર અહીં વિપુલ પ્રમાણમાં હો; તેમ સુખી, ધન્યાઢચ અને ધપ્રેમી હશે, જેની ખાત્રી જીનાં સુંદર જિનમ દા આપે છે. મુસલમાનેાના ધામરૂપ આ સ્થાનમાં આવાં મંદિરે આબાદ રહે તે જેના માટે આછા ગૌરવની વાત નથી. અત્યારે તો એ જૈનમ દાની પૂરી વ્યવસ્થા પણ નથી કરી શકતા. લખનૌ મુગલાઈ જમાનાનું સુંદર, ૨’ગીલું અને વિલાસી શહેર મનાય છે. અત્યારે પણ અહીં વિદ્યારસિક અને વિલાસી વસ્તી વસે છે, લખનૌનું મ્યુઝીયમ ( Museum) ખાસ વખણાય છે. પુરાણી વસ્તુઓને સંગ્રહ અહિં ઠીક છે, તેમાં શ્રાવસ્તી ( સટેમટેકા કાલા ) ના પુરાણા સિક્કા અને પ્રાચીન વસ્તુએ તથા શિલાલેખા ખાસ પ્રેક્ષણીય છે. રાજા હર્ષવર્ધનના હસ્તાક્ષરના શિલાલેખ અને કુમારગુપ્ત આદિના લેખે! તિહાસ પ્રેમીઓના મનને બહુ જ આકર્ષે છે. For Private And Personal Use Only અમે પ્રથમ લખનોનું મ્યુઝીયમ જોવા ગયા ત્યારે ઉપર્યુક્ત શિલાલેખા અને ત્યાં રહેલ ધાતુની પ્રાચીન જિનમૂર્તિનાં દર્શન કર્યાં હતાં, એક મૂર્તિ જે હરદ્વારથી આવેલી છે, તેમાં ૧૨૦ ની સાલના લેખ છે. એકમાં ૧૬૫૧ ની સાલ છે જે ખીચુરથી આવેલ છે અને ખીજામાં ૧૬૫૨ ની સાલ છે જે જયપુરથી આવેલ છે. લખનૌની મૂર્તિમાં મારવાડી અક્ષરાવા લેખ છે. મૂર્તિ સુંદર છે. એ પાષાણની મૂર્તિએ અને એક અંબિકાની સુંદર, કળાના નમુનારૂપ મૂતિ છે, જેની ઉપર યાદવકુલમણિ બાલબ્રહ્મચારી શ્રીનેમનાથ પ્રભુની મૂર્તિ છે. આવી રીતે નાની મૂર્તિ એનાં તે દર્શન કર્યાં, પરન્તુ મથુરાની મૂર્તિનાં કયાંય દર્શન ન થયાં. અમે આ સંબંધી પહેલેથી જ લક્ષ્ય રાખ્યું હતું કે આપણે અહી મથુરાની મૂર્તિએ તે' જરુર જોવી. આ સિવાય મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલ સાતસા ટુકડા છે. પણ તેમાંનું તે અહિં કાંઈ પણ જોવા ન મળ્યું. શોધખેાળ આરબી, તપાસ કરતાં માલુમ પડયું કે નીચેના વિભાગમાં જુએ. ત્યાં તપાસ કરી તે ત્યાં તે શાન્તિનાથ પ્રભુની પ્રતિમાજી અને તેમનાં શાસન ધ્રુવી જોવા મળ્યાં, કિન્તુ અમારી અભિલાષા ન ફળી, પછી ત્યાંના વિદ્વાન કયુરેટર સાહેબને મળ્યા. તેમને બધું વીગતવાર પુછ્યું ત્યારે તેમણે કહ્યું, હાં પ્રાચીન જૈનમૂર્તિ એ અને
SR No.521511
Book TitleJain Satyaprakash 1936 05 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy