________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ ઉદયપુરનાં મંદિરો
૩૧૯ આ જ આહડ-આઘાટપુરમાં શ્રી જગચંદ્રસૂરિજીને મેવાડના રાણા તરફથી, તેરમી શતાબ્દિમાં “મહાતપા'નું બિરુદ મળ્યું હતું. આવી જ રીતે દેવાલી, સંસાર, સમીનાખેડાનાં મંદિર પણ ઘણું પ્રાચીન છે. કહેવાની જરૂર નથી કે આ સ્થાનમાં આજે એક પણ મૂર્તિપૂજક જૈનનું ઘર નથી. ઉદયપુરમાં જે મંદિરો છે, તે સત્તરમી શતાબ્દિથી પહેલાંનાં નથી –- એક પણ નથી. અને એથી વધારે જૂનું મંદિર ન હોય, એ સ્વાભાવિક છે. કારણ કે ઉદયપુર નગર જ મહારાણા શ્રી ઉદયસિંહજીએ વસાવ્યું છે કે જેમનો સમય સં. ૧૫૯૪ ને છે. મહારાણા ઉદયસિંહજીએ સત્તરમી શતાબ્દિના પ્રારંભમાં (ઘણું કરીને ૧૬૨૪માં) તે વસાવ્યું છે. એટલે ઉદયપુરમાં જે મંદિર છે તે સં. ૧૬૨૪ પછીનાં છે. કહેવાય છે કે ઉદયપુરનું શ્રી શીતલનાથજીનું મંદિર ઉદયપુર વસાવ્યું, તે જ સમયનું છે – એટલે નગરના ખાતમુહૂર્તની સાથે જ શ્રી શીતલનાથના મંદિરનું પણ ખાતમુહૂર્ત થયું હતું. ગમે તેમ હોય, પરંતુ કોઈ પણ શિલાલેખ આ વાતની સાક્ષી પૂરતો નથી. શ્રી શીતલનાથજીના મંદિરમાંથી જે શિલાલેખો પ્રાપ્ત થાય છે તેમાંના એક શિલાલેખ ધાતુના પરિકર ઉપર છે, કે જે સં. ૧૬૯૩ના કાર્તિક દિને છે. આ શિલાલેખની મતલબ એ છે કે “મહારાણુ શ્રી જગતસિંહજીના રાજ્યમાં તપાગચ્છીય શ્રીજિનમંદિરમાં શ્રી શીતલનાથજીનું બિંબ અને પીત્તલનું પરિકર, આસપુરના વતની, વૃદ્ધશાખીય, પરવાલજ્ઞાતીય, પં. કાહાસુત ૫. કેશર, ભાર્યા કેશરદે, તેના પુત્ર પં. દામોદરે સ્વકુટુંબ સહિત કરાવ્યું અને ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિના પટ્ટપ્રભાકર આચાર્ય શ્રી વિજયસિંહરિની આજ્ઞાથી, ૫૦ મતિચંદ્ર ગણિએ વાસક્ષેપ નાખી પ્રતિષ્ઠાપિત કર્યું”
આ લેખ ઉપરથી એક કલ્પના અવશ્ય થઈ શકે છે, અને તે એ કે સંભવ છે કે એ મંદિર, ઉદયપુરની ઉત્પત્તિ સાથે જ બન્યું હોય. અને પાછળથી થોડાં વર્ષો પછી મૂલનાયકનું ધાતુમય પરિકર બન્યું હોય. એટલે ખરી રીતે આ મંદિર (શ્રી શીતલનાથજીનું મંદિર) ઉદયપુરના વસાવવા સાથે બન્યું હોય, તે એમાં કંઈ નવાઈ જેવું નથી. આ ઉદયપુરના મંદિરોમાંથી જે શિલાલેખ પ્રાપ્ત થાય છે, એમાં ઉદયપુરનું નામ આવતુ હોય, એવા શિલાલેખે બહુ જ ઓછા મળે છે. શ્રી શીતલનાથજીના મંદિરની એક ધાતુની મૂર્તિ ઉપર એક શિલાલેખ છે, જેમાં ઉદયપુરનું નામ જરૂર આવે છે. આ શિલાલેખની મતલબ આ છે “સં. ૧૬૯૬ના વૈશાખ સુદિ ૮ ના દિવસે ઉદયપુરના રહેનાર, સવાલાતીય વરડીયા ગોત્રીય, સા. પીથાએ, પોતાના પુત્ર-પ્રપૌત્રો સાથે, શ્રી વિમલનાથનું બિંબ કરાવ્યું અને શ્રીવિજયસિંહસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.”
આ લેખ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે સં. ૧૬૮૬ની સાલમાં, ખાસ ઉદયપુરની અંદર જ, કોઈપણ મંદિરની પ્રતિષ્ઠા થએલી, અને તે વખતે આ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ એટલે એ નક્કી છે કે સત્તરમી શતાબ્દિના મધ્યકાળમાં જરૂર અહિં જૈન મંદિર હોવું જોઈએ. અને તે સંભવતઃ શીતલનાથજીનું જ આ મંદિર હેય.
શ્રીડેમ નામને કઈ કવિએ મહારાણા જુવાનસિંહજીના સમયના ઉદયપુરનું વર્ણન લખ્યું છે. તેમ કવિ કેણ હતા, કેના શિષ્ય હતા, અને નિશ્ચિત કયા સમયમાં હતા એ એમની કૃતિ ઉપરથી જણાતું નથી. પરંતુ તેમણે મહારાણા જુવાનસિંહજી
For Private And Personal Use Only