________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
*..
.
-
૩૨૦ શ્રી જૈન સત્ય પ્રકાશ
વૈશાખ ના સમયનું વર્ણન કર્યું છે, એ ઉપરથી સમજી શકાય છે કે તેઓ ઓગણીસમી શતાબ્દિમાં થયા છે, કારણ કે મહારાણા જવાનસિંહજીનો સમય છે સં. ૧૮૮૫ને છે એટલે ઓગણીસમી શતાબ્દિના પાછલા સમયમાં આ કવિ થયા છે, એ વાત નક્કી છે. કવિ હેમે પોતાની આ કૃતિમાં પ્રારંભમાં મેદપાટ પ્રશસ્તિ, રાજપ્રશસ્તિ, જવાનસિંહ પ્રશસ્તિ અષ્ટક, વંશાવલી પચીસી, મહારાણુ વંશાવલી, જવાનસિંહજીની સ્વારીનું વર્ણન, ઉદયપુર નગર વર્ણન, નગર બહારનું વર્ણન, ઈત્યાદિ પ્રકરણો લખ્યાં છે. કવિએ ઉદયપુર નગરનું વર્ણન કરતાં કેટલાંક જૈન મંદિરનાં નામોને ઉલેખ પણ કર્યો છે. તે ઉપરથી, ઓગણીસમી સદીમાં – કવિના સમયમાં કેટલાં અને મુખ્ય કયાં કયાં મંદિર હતાં, તે જાણી શકાય છે. કવિ એક સ્થળે કળે છે –
અશ્વસેન જૂનંદ, તેજ દિણંદ, શ્રીસહસફણા નિત ગહગાર્ટ, મહિમા વિખ્યાત, જગત્રહી ત્રાત, અબ મલીન કરે નિર્ધા, શ્રી દિજિનેશ, એટણ કલેશ, જસુ સુરત ભલહલભાનું
શ્રી ઉદયપુર મંડાણું ૧૨ શ્રી શીતલસ્વામ, કરૂં પ્રમાણું ભવિજનપૂજિત નવઅંગ, ચાતીય જિનાલં, ભુવનરસાલં, સર્વજિનેશ્વર સુખસંગ, સત્તરસુબેદ, પૂજ ઉમેદ, પયસેવિત જસુ સુરરાણું
શ્રી ઉ૦ ૧૩ સંગીસાલં, વડી વિશાલ, પ્રાસાદજૂ પાસ ફર્વે સારું, શ્રીઆદિજિર્ણ, તેજ દિણંદ, જા વરિયા દેહરા પારં. ચિમુખ પ્રસાદં, અતિ અલહાર્દ, દર્શન શુભ માન, શ્રી ઉ• ૧૪ વલી કુશલજૂ પિલ અતિરંગલં, સંગરવાડી સેરીય તાસં,
શ્રી સંતજિણેશ વિમલેશ ધાનમઢી સાયરપાસ, દાદાવલી દેહરી, સિંખરાં સેહરી, પ્રાસાદ મહાલક્ષ્મી સ્થાન. શ્રી ઉ૦ ૧૮”
ઉદયપુર નગરમાંનાં મંદિરનો આટલો ઉલ્લેખ કર્યા પછી, કવિએ કોટથી બહારનાં મંદિરનો ઉલ્લેખ કર્યો છે –
શ્રી શાંતિનાથ હી ન જોય મહિમા અધિક મહિ સાય; ચિત્રિત ચૈત્ય હી નવરંગ, દર્શન દેખીયાં ઉમંગ. સીખરબંધ હી પ્રાસાદ કરત મેરૂસું અતિવાદ; શ્રીપદનાભજી છનાલ, દેખ્યાં દિલ હે ખુણ્યાલ. પૂનિમ વાસરે મેલામ્ નર થટ્ટ હેત હે ભલા; અગ્રે હસ્તી હે ચગાન, હસ્તી લડત હે તિહી આન.” ઉદયપુરના કિલ્લા બહારનાં મંદિરોને ઉલ્લેખ કરી, કવિ આગળ વધે છે--
“ મહેલ લડત હે કુવાર, અગ્રેગ્રામ હે સીસાર; વેજનાથકા પરસાદ, કરત ગગનસે નિત વાદ. જિનપ્રસાદજ ભારીક, સૂરત બહોત હે પ્યારી; સચ્ચા સેલમા જિર્ણ, પિષ્યાં પરમ હે આનંદ. ૧૧
For Private And Personal Use Only