SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મથુરાકલ્પ ૧૪૯ અહિં ઈન્દ્રદત્ત નામનો મિથ્યાત્વી મસ્તક ઉપર પગ રાખતા હતા, જેથી ગોખમાં બેઠો બેઠે નીચે જતા સાધુના શ્રાવકે ગુરૂભક્તિથી તેના પગ પાવ્યા. (અપૂર્ણ). બતાવી શકયું નહિ. પછી રાજાએ અર્ણિકાપુત્ર આચાર્યને બેલાવ્યા તેમણે જૈન સૂત્રના આધારે નરકનું યથાર્થ સ્વરૂપ કહ્યું. રાણીએ જેવું સ્વપ્નમાં જોયું હતું, તેને બરાબર મળતું ખ્યાન આચાર્યશ્રીએ જણાવ્યું હતું. પછી રાણુએ પુછયું–પ્રભુ, આ દશા કેમ પ્રાપ્ત થતી હશે ? આચાયે કહ્યું “હે ભદ્ર મહા આરંભ મહા પરિગ્રહથી, ગુરૂને ઓળવવાથી, પંચેન્દ્રિય જીવોને વધ કરવાથી અને માંસાહાર કરવાથી, પ્રાણીઓ પાપ કરીને નરકમાં જાય છે અને ત્યાં આવાં દુઃખનો અનુભવ કરે છે.. પછી દેવે (પુષ્પચૂલાની માતાએ) સ્વપ્નમાં સ્વર્ગનું દશ્ય બતાવ્યું. રાણીએ બા વાત પણ રાજાને કહી. તેનું યથાર્થ ખ્યાન જાણવા બીજા ધર્મગુરૂઓને બેલાવ્યા; અને અર્ણિ કાપુત્ર આચાયને બેલાવ્યા. તેમણે સૂત્ર જ્ઞાનને આધારે સ્વર્ગનું યથાર્થ સ્વરૂપ કહી સંભળાવ્યું. રાણીએ પણ આચાર્યશ્રીના કહેવા પ્રમાણે જ સ્વર્ગ જોયું હતું. પછી પુછયું પ્રભુ, આ કેવી રીતે પ્રાપ્ત થાય ? ગુરૂએ કહ્યું–સુદેવ, સુગુરૂ અને સુધર્મની યથાર્થરૂચિવાળા જીવને સ્વર્ગ પ્રાપ્તિ દૂર નથી. આથી તેણે પતિની રજા લઈ દીક્ષા લીધી. પછી પોતે ભાઈ (પતિ)ના આગ્રહથી ત્યાં જ રહે છે. એકવાર દુષ્કાળ પ્રસંગ જાણું આચાર્યું સાધુઓને અન્યત્ર વિહાર કરાવ્યો. પિતાની વૃદ્ધાવસ્થા અને ચાલવાની શક્તિ ન હોવાથી ત્યાંજ રહ્યા. ભકિતવાળી પુત્રી જેમ પિતાની ભકિત કરે તેમ પુષ્પચૂલા ગુરૂની ભકિત કરવા લાગી. ગુરૂની સેવા કરતાં અપૂર્વ કરણના યોગે પુછપચુલાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી લાંબા સમયે ગુરૂને ખબર પડી. પુષ્પાચૂલાએ કહ્યું કે આપને પણ ગંગાપાર કરતાં કેવળજ્ઞાન થશે. ગુરૂ હોડીમાં બેસી ગંગા પાર કરવા ચાલ્યા. ત્યાં ગંગામાં કોઈ વ્યંતર દેવે ઉપસર્ગ કરવાથી હેડી ડુબવા લાગી. જોકેએ આ સાધુનો પ્રતાપ જાણું તેમને નદીમાં પધરાવ્યા ત્યાં દુષ્ટ દેવે તેમને શુળી ઉપર ચડાવ્યા. ત્યાં જ શુકલધ્યાન ધરતાં તેમને કેવલજ્ઞાન થયું અને મેક્ષે પધાર્યા. ત્યાં પ્રયાગ તીર્થ સ્થપાયું. ૨૧ ઈન્દ્રદત્ત પુરોહિત મથુરામાં ઇન્દ્રદત્ત નામને પુરેહિત (બ્રાહ્મણ) હતે. જૈન શ્રમણોનો તે ઠેષી હતા. તેણે વિચાર્યું કે હું જૈન સાધુઓના મસ્તકપર પગ રાખું તો સારું; આમ વિચારી બારીમાં પગ લાંબા કરી બેઠે અને નીચેથી જતા સાધુઓના માથા ઉપર પગ રાખ્યો. આ દશ્ય એક ભક્ત શ્રાવક-શ્રમણોપાસકે–જોયું. તેણે મનમાં પ્રતિજ્ઞા કરી કે જે પગ આ દુષ્ટ પુરોહિતે સાધુના માથા ઉપર રાખે છે તે પગ કાપું તે જ તેને ખબર પડશે કે સાધુઓના માથા ઉપર પગ રાખ્યાનું શું ફળ મળે છે. આ પ્રતિજ્ઞા તેણે ગુરૂ મહારાજને સંભળાવી; ગુરૂ મહારાજે તેને સમજાવ્યો કે ભાઈ તું રહેવા દે અને તેના કર્મનું ફળ તેને મળી રહેશે. પરંતુ શ્રાવકે તે ન માન્યું અને એ પુરોહિતને રાજાના ગુન્હામાં લાવી રાજા પાસે તેને પગ કપાવ્યો. ( ઉ. સુ. અ, ર–સ. ૩૯ મિ. ગા ૧૧૯ ટીકા પૃ. ૧૨૫ ) For Private And Personal Use Only
SR No.521505
Book TitleJain Satyaprakash 1935 11 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages37
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy