SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ત્યાંથી અહિં આવી નાવમાં આરૂઢ થઈ, અહિં અર્ણિકાપુત્ર અને પુષ્પનદી પાર કરતા ભગવાન મહાવીરને થયેલે ચૂલા પ્રતિબોધ પામી દીક્ષિત બની સંસારઉપસર્ગ શાંત કર્યો.. સાગરને પાર પામ્યા. પ્રેરાઈ એ વાછરડાંને પિતાને ત્યાં રહેવા દીધાં. રોજ ઘાસ પાણી નાખે છે, પરંતુ શેઠ અષ્ટમી ચતુર્દશીનો પિષધ કરી નિરાહાર રહેતા અને શાસ્ત્ર વાંચતા. આ સાંભળી બળદે પણ શેઠનું અનુકરણ કરી તે દિવસે ઘાસ પાણી ને ખાતાપીતા ઉપવાસ કરતાં. અનુક્રમે શેઠને તેમના ઉપર સાધર્મિ તરીકે પ્રેમ વળે. એકવાર શેઠ પૈષધમાં મૌનધારી બેઠા હતા તે વખતે તેમના મિત્ર તેમને પૂછ્યા સિવાય ભડીર યક્ષની યાત્રામાં આ બંને વાછડાને લઈ ગયે, ગાડીમાં જોડવાં અને એટલા બધાં દેડાવ્યાં કે તેમના સાંધે સાંધા ટુટી ગયા. પછી ઘેર લાવી ખીલે બાંધ્યાં. શેઠે આ સ્થિતિ જોઈ તેમનું મૃત્યુ નજીક જાણી અનશન કરાવ્યું. જેથી ધર્મ ધ્યાન કરી મૃત્યુ પામી નાગ કુમારમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાં ઉપયોગથી તેમણે જોયું કે અન્તિમ તીર્થકર ભગવાન મહાવીર વહાણમાં બેસી ગંગા નદી ઉતરે છે ત્યાં ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં અપમાનિત સિંહને છવ સુદષ્ટ દેવ અત્યારે પ્રભુને ઉપસર્ગ કરે છે. એટલે નીચે આવી એક દેવે વહાણનું રક્ષણ કર્યું અને બીજાએ સુદષ્ટ દેવને હરાવી નસાડી મુકો. પછી ભગવાન પાસે આવી વંદન નમસ્કાર મહોત્સવ કરી, સુગંધિ જલ અને પુલને વર્ષાદ વર્ષાવી પિતાને સ્થાને ગયા. તેમને સમય ભગવાન મહાવીરનો સમય જ અર્થાત ઈ. સ. પૂર્વ ૫૯૮થી ૫૨૬ની વચમાં છે. ૨૦ અણિકાપુત્ર અને પુષ્પચૂલા ઉત્તર મથુરાનિવાસિ દેવદત્ત અને દક્ષિણ મથુરાનિવાસિની અત્રિકાના પુત્ર અણિકાપુત્ર થયા. તેઓ જાતિએ વણિક હતા. યુવાવસ્થામાં જયસિંહ નામના આચાર્ય પાસે તેમણે દીક્ષા લીધી. પિતાની તીક્ષ્ણ બુદ્ધિના પ્રતાપે ટુંક સમયમાં જ સ્વપરદર્શનના નિષ્ણાત થયા અને આચાર્ય પદ પામ્યા. ત્યારથી અણિકાપુત્ર આચાર્ય તરીકે જ ડલમાં પ્રસિદ્ધિ પામ્યા. પુષ્પભદ્ર નગરમાં પુષ્પકેતુ રાજાને પુષ્પવતી રાણી હતી. તેણે એક યુગલને જન્મ આપે. જેમાં એક પુત્ર અને પુત્રી હતી. તેમનાં નામ અનુક્રમે પુષ્પગૂલ અને પુષ્પચૂલા હતાં. બન્ને બાળકને બાલ્યાવસ્થાથી અપ્રતીમ સ્નેહ હતો. રાજાએ આ જોઈ બન્ને ભાઈ હેનનું લગ્ન કરી આપ્યું. ટુંક સમયમાં રાજા મૃત્યુ પામ્યો. પછી પુષ્પલ રાજા થયો. પછી તેની માતા પુષ્પવતીએ આ અકાર્ય ન જોઈ શકવાથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી કાળ ધર્મ પામી દેવકમાં ઉત્પન્ન થઈ, ત્યાં ઉપગ મુકી બન્ને ભાઈ બહેનને સંસારમાંથી તારવા ખાતર પ્રથમ પુત્રીને નરકનું દશ્ય સ્વપ્નમાં બરાબર બતાવ્યું. તે પણ નરકમાં પડી અને દુઃખ ભોગવે છે એમ બતાવ્યું. નિદ્રામાંથી જાગૃત થઈ સ્વપ્નનું વૃત્તાંત પતિ (પુષ્પચૂલ)ને સંભળાવ્યું. તેણે પંડિત પાસે શાન્તિ કર્મ કરાવ્યું. પછી નરકનું મથાર્થ વૃત્તાંત જાણવા અનેક ધર્મના ગુરૂઓને બેલાવ્યા, પરંતુ કોઈ યથાર્થ સ્વરૂપ For Private And Personal Use Only
SR No.521505
Book TitleJain Satyaprakash 1935 11 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages37
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy