SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલા ૧૦૯ વાણુ મારા કઠમાં જ અટવાતી હતી, રતિની ઉત્સુક્તાને લીધે મારુ હૃદય ધડકધડક થતુ હતુ, મારા મનોરથ પૂરા થવાની મ ડાથે થતા હોઈને કામદેવે મને ઉત્તેજિત કરી મૂકી હતી (૮૭૭). તર ગવતીની આશ કા દેહાકૃતિએ પ્રસન્ન અને અંગે પુલકિત બનેલી હુ નાવના તળિયાને પગથી ખેતરતી પ્રિયતમને કહેવા લાગી (૮૭૮), “હે નાથ, હું પોતે અત્યારે તને કઈ દેવતાને કરતી હેઉ તેમ નિવેદન કરી રહી છુ હુ હવે તારા સુખદુઃખની ભાગીદાર ભાય છુ. (૮૭૯). તારે ખાતર મારા પિયરને મે તન્યું છે તે મારે તુ ત્યાગ ન કરજે. તુ જ મારે ભર્તા અને બાધવ ઈને તારા હાથેથી મારો ત્યાગ ન કરીશ. (૮૮૦). હે પ્રિય. હુ તારામાં પ્રેમરત હૈઈને મને માત્ર તારા વેણ સાભળવા મળશે તે નિરાહાર રહીને પણ દીર્ધકાળ સુધી મારે દેહ ટકાવી રાખી શકીથ (૮૮૧). પરંતુ તારા વિના, હૃદયને સુખકર એવાં તારા વેણથી વંચિત બનતાં એક ઘડી પણ હુ ધીરજ નહી ધરી શકુ ' (૮૮૨). હે ગૃહસ્વામિની, એ પ્રમાણે ભાવી સુખનો મનથી વિચાર કરીને, અને મનુષ્યનાં ચિત્ત ચગળ હેવાનું માનીને મે તેને કહ્યું. (૮૮૩). આશકાનું નિવારણ એટલે તે બે, પ્રિયે, તુ તારા પિયર માટે ચિતિત અને ઉત્કંઠિત થઈશ નહી. હે વિશાળનેત્રે, હું તારૂ સહેજ પણ અહિત નહી કરુ. (૮૮૪) નાવ શરદઋતુના વેગીલા નદીપ્રવાહને લીધે ચપળ ગતિએ, ધીમી પડયા વિના ચાલે છે અને અનુકૂળ પવનથી ધકેલાતાં તે ઝડપથી ધસી રહી છે. (૮૮૫). હે સુંદરી, હે વિશાળનેત્રે, થોડી વારમાં જ આપણે શ્રત પ્રાસાદો વડે શોભતી, સમૃદ્ધ અને પ્રશસ્ય કામંદીનગરી પહોંચીશું ( ૮૮૬). ત્યાં મારી ફઈ રહે છે. તેના શ્રેષ્ઠ મહાલયમાં તુ નિશ્ચિતપણે, સ્વર્ગમાં અપ્સરાની જેમ, રમણ કરજે. (૮૮). તું મારી સુખની ખાણ છે, દુખનાશિની છે, મારા ઘર પરિવારની ગૃહિણું છે.” એ પ્રમાણે પ્રિયતમે મને કહ્યું (૮૮૮). ગાંધર્વ વિવાહ એ પછી તેણે ચક્રવાકના ભવને પ્રણય સાભરી આવતા તેથી ઉત્તેજિત બનીને મને તેના ભુજ૫ જરમાં ભીડી દીધી (૮૮૯). પ્રિયતમના પશુના એ રસપાનથી મને એવી વાતા વળી, જેવી ગ્રીષ્મના તાપે સતત ધરતીને વર્ષોથી ટાઢક વળે. (૮૯૦). તેણે મને ગાઢ આલિ ગન દીધુ અને છતાં પણ મારા સ્તને પુષ્ટ હોવાથી તેના ઉરમાં ભારે ઉર નિરંતર અને પૂરેપૂરું લીન ન થઈ શક્યુ. (૮૯૧) અમે ગાધર્વ વિવાહવિધિથી ગુપ્ત વિવાહ કર્યો, જે માનવીય સુખોના સુધાપ્રવાહ સમ હતો (૮૯૨). પોતપોતાના દેને
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy