SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા ૧૦૩ છુ. (૮૨૩–૯૨૪) એટલે ચેટીએ તેને કહ્યું, “તેણે મારી સાથે કશો સ દેશ નથી મેક; એ સ્વય અહી તમારી પાસે આવી છે, તેથી તે જ તમને વિન તી કરશે” (૮૨૫). વળી ચેટી બેલી, “હે સ્વામી, આટલી વેળા તેણે કેમેય કરીને ધીરજ ધરી (૨). એ કામાતુરને હવે તમે હાથ ઝાલજો. (૮૨૬) તરગે ઊછળતી ગગા જેમ સમુદ્ર પાસે જાય, તેમ હે પુરુષસમુદ્ર, પૂર્વજન્મના અનુરાગજળ ભરેલી આ તર ગવતી કન્યાનદી તારી પાસે આવી છે.” (૨૭) પ્રેમીઓનું મિલન તે વેળા હું પણ અત્ય ત ગભરાટ ધરતી, પરિશ્રમને કારણે પરસેવે રેબઝેબ અ ગે વાળી. એકાએક આન દાશ્ર ઊભરાઈ આવવાથી ક પતા શરીરવાળી તેના ચરણમાં પડવા ગઈ, ત્યાં તે પ્રિયતમે વિનયથી મને હાથીની સઢ સમી તેની સુખદ ભુજાઓ વડે ઊંચકી લીધી (૮૨૮-૮૨૯), અને ગાઢ આલિંગન દઈને તથા ક્યાય સુધી આંસુ સારીને તેણે મને કહ્યું, “મારા શકને નષ્ટ કરનારી છે સ્વામિની, તારુ સુસ્વાગત છે.” (૮૩૦). અને તે, વિકસિત કમળસરોવરમાંથી બહાર આવેલી પણ કમળરહિત કરવાળી લક્ષ્મી સની મને અનિમિષ નેત્રે, તેના હાસ્યથી વિકસતા સરસ મુખકમળ સાથે જોઈ જ રહ્યો (૮૦૧), લજજાથી નમેલા, અરધા તીરછી વળેલા, હાસ્યથી પુલકિત અગો સાથે હું પણ તેને ક્ષેમપૂર્વક તીરછી આંખે કટાક્ષથી જોતી હતી, અને તેની દૃષ્ટિ પડતાં મારી દષ્ટિ નીચી ઢાળી દેતી હતી (૩૨-૩૩) પ્રિયતમના બધા અવસ્થાતરમાં સુ દર ને અતિશય કાંત એવા રૂપથી મારી કામના સારી રીતે પૂર્ણ થઈ (૮૩૪). તેના દર્શનથી ઉદ્દભવેલી, પ્રીતિરૂપી ધાન્યની ઉત્પાદક, પરિતેષરૂપી વૃષ્ટિ વડે મારુ હૃદયક્ષેત્ર તરબળ બની ગયું. (૮૩૫). તરંગતીના સાહસથી પદ્યદેવની ચિંતા પછી પ્રિયતમે મને કહ્યું, “તે આવું સાહસ કેમ આદર્યું કાદરી, મે તેને કહ્યું તો હતું કે વડીલની સંમતિ મળે ત્યાં સુધી પ્રતીક્ષા કરજે. (૮૩૬). તારે પિતા રાજવીને માનીતો છે, શ્રીમંત છે, વેપારીઓના મંડળમાં તેનું વચન માન્ય હોય છે, તેનું મિત્રમંડળ ઘણું મોટું છે અને તે નગરશેઠ પણ છે. (૮૩૭) આ અવિનયની જાણું થતાં તે તારા ગુણ અને વિનયને બાધા પહચાડશે અને મારા પર રૂઠતાં તે મારા આખા કુળને ઉચછેદ કરશે. (૮૩૮) માટે તેને તારા અહી આવ્યાની જાણ થાય તે પહેલાં જ તું તારા ઘેર પાછી ફર. હું કઈક યોગ્ય ઉપાય વડે તારી પ્રાપ્તિ થાય તેવું કાંઈક કરીશ. (૮૩૯) હે સુંદરી, આપણે ગુપ્તપણે નાસી જઈએ તો પણ તે તકેદારી રાખનારા જાસુસેની કામગીરી દ્વારા જાણી લેશે તેમાં કશે સંદેહ નથી. (૮૪૦).
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy