________________
જ જોઈએ. સંસ્કૃતને લગતુ ઘણું મહત્ત્વનું કામ અગ્રેજી ઉપરાત જર્મન, ફ્રેંચ તથા અન્ય યુરોપીય ભાષાઓમાં ચાલતુ રહ્યું છે એટલે અંગ્રેજી ઉપરાત ઓછામાં ઓછું જે ચ અને જર્મનનું જ્ઞાન પણ સંસ્કૃતમાં રહેલા છે તે વિષયના અધ્યાપકને માટે હવે અનિવાર્ય લેખાવુ જોઈએ.
આ તમાં મારે તાત્કાલિક વ્યવહારુ અમલ કરવા માટેનું એક સુચન આપ સૌની સમક્ષ રજૂ કરવાનું છે, અને તે સંસ્કૃત ભાષાને જાણકાર વર્ગ મર્યાદિત જ રહેવાનું હોવા છતાં સમગ્ર આગામી પેઢીને સંસ્કૃતના સમૃદ્ધ વારસાની ભાગીદાર કઈ રીતે બનાવવી તેને લગતું છે સંસ્કૃતમાં જે જ્ઞાનરાશિ સચિત છે તેને આપણે ગુજરાતી વગેરે ભાષાઓમાં લઈ આવવાનો પુરુષાર્થ કરવો જોઈએ જેમ ગ્રીક અને લેટિન ભાષાઓના સાહિત્યમાં જે જે મૂલ્યવાન હતુ તે બધુ પશ્ચિમના અધ્યાપક અને વિદ્વાને યુરોપની મુખ્ય ભાષાઓમાં લઈ આવ્યા છે તેવું જ કાર્ય આપણે કરવાનું રહે છે આ માટે પહેલા તબકકામાં અગ્રતાક્રમે સરકૃતની જુદી જુદી વિદ્યાશાખાઓના એક હજાર મથેના ગુજરાતી અનુવાદની યોજના કરવી જોઈએ આ અનુવાદે ચોક્કસ, પ્રમાણભૂત, શાસ્ત્રીય, ચિકિત્સક દષ્ટિથી થયેલા અને મૂળ થ જેવા અને જેટલા વિશ્વસનીય હેય (એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે અહીં જે પ્રકારના અનુવાદની વાત છે, તે પાઠયપુસ્તકિયા રેઢિયાળ તરજૂમાથી, લોકભોગ્ય સાંપ્રદાયિક ભાષાતરથી કે હિંદીમાં મળતા પંડિતભાઈ કાચાપાકા અનુવાદથી તદ્દન જુદી ચીજ છે.). તેમની સાથે અર્થધટનની, અન્ય ગ્રંથાદિના આધારે વગેરેની ચર્ચા કરતું વિવરણ, ગ્રથની સાથે સંકળાયેલા બધા પ્રશ્નોને ઊહાપોહ કરતી વિદ્વત્તાપૂર્ણ ભૂમિકા, તથા તે તે ગ્રંથનું નિરૂપ, મહત્વ અને મૂલ્ય દર્શાવતાં વિશિષ્ટ અધ્યયને પણ તૈયાર કરાવવા આ માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર પાસેથી આર્થિક સહાય પ્રાપ્ત કરીને એક પ્રશિષ્ટ પ્રથાના પ્રમાણભૂત અનુવાદ માટેની સંસ્થા સ્થાપવી જોઈએ, જે દશવર્ષ
જના તૈયાર કરીને તે અનુસાર આ કાર્યક્રમ પૂરો કરે તે માટે સંસ્કૃતના તે તે વિષયના નાતા અને અનુવાદની તાલીમ પામેલા અનુવાદકેનું જૂથ રોકવું જોઈએ, અને નવા ઉમેદવારોને આ કામ માટે તૈયાર કરવાને તાલીમી પાઠયક્રમ પણ તે સંસ્થા દ્વારા ચલાવ જોઈએ આવા પ્રકારની યોજના દ્વારા, સંસ્કૃતના જાણકારો પાસેથી કામ લઈને આપણે જ્ઞાનપ્રાપ્તિ આડેની ભાષાકીય આડશને વટી જઈ શકીશુ ઉપલબ્ધ સાધનસામગ્રી અને સંસ્કૃત માટે અનેક કક્ષાએ પ્રવતતો આદર ધ્યાનમાં લેતાં આ કાર્ય ગજાની બહારની નથી, અને જે યોગ્ય રીતે વ્યવહારુ યોજના કરીને અમલ કરવામાં આવે તો જરૂર પાર પડે હુ આશા રાખું છું કે આ પરિષદની કામગીરી દ્વારા આવી કેઈક જનાને નક્કર સ્વરૂપ આપવાના પ્રયાસોને સૂત્રપાત થશે
સસ્કત હજાર ભાષાઓમાંની માત્ર કોઈ એક ભાષા નથી સંરકતે પાલિ અને પ્રાતની સાથે મળીને સમગ્ર એશિયાખંડની જ્ઞાન, સાહિત્ય અને સંસ્કારની ભાષાનું અત્યંત ગૌરવભર્યું કામ કર્યું છે, અને સંસ્કૃત વા-મયનું જગતનાં એવા ડાંક મહાન સાહિત્યમાં
સ્થાન છે, જે સાહિત્ય તેમની ગહનતા, વ્યાપકતા અને વિશાળતાને લીધે માનવજાતની સિદ્ધિ અને પ્રગતિનાં પ્રતીક લેખે જગદ્દવ ઘ બન્યા છે આથી સંસ્કૃતમાં જે કાઈ વિભૂતિ