________________
ઊંડાણ અને સમતા વ્યક્ત થયા છે તેને કારણે સાહિત્યિક સૌ દર્યશાસ્ત્રના વિષયમાં તે ઘણુ માર્ગદર્શક બને તેમ છે, અને નેલી, મેસન, ગેરો વગેરેએ કરેલા અધ્યયને આ દિશામાં અત્યારે થઈ રહેલી વિચારણા માટે ઘણું પ્રસ્તુત છે.
સતના વૈચારિક સાહિત્ય ઉપરાંત તેના સર્જનાત્મક સાહિત્યનું પણ સાહિત્ય લેખે ઘણું મોટું મૂલ્ય છે એ ફતનું નાટકસાહિત્ય આગવી વિશિષ્ટતા અને રસવત્તા ધરાવે છે, સસ્કૃત ઊર્મિકાવ્યાનું સાહિત્ય પ્રમાણે તેમ જ ગુણવત્તાની દષ્ટિએ એટલું સમૃદ્ધ છે કે જગતના ઉત્તમ સાહિત્યમાં તેને સહેજે સ્થાન આપી શકાય તેમાં જે સંવેદનશીલતા ભાની સુકુમારતા, ભાષાસામર્થ, લાધવ અને વ્ય જતા પ્રતીત થાય છે તેને કારણે કાવ્યરસિકોને માટે તે એક અક્ષયનિધિ બની રહે તેમ છે સાત વર્ષ પહેલા, સંસ્કૃત કવિતાનો અ ગ્રેજી અનુવાદ દ્વારા પરિચય કરાવતુ એક પુસ્તક પે ગ્વિન ગ્રથમાળામાં પ્રકાશિત કરવામાં આવ્યું તે દર્શાવે છે કે આજના સુશિક્ષિત અને સરકારી વિશ્વનાગરિકને માટે જગતના અન્ય સાહિત્યની જેમ સસ્કૃત સાહિત્યમાં પણ ઘણું એવું છે, જે તેને કી ચી કેટિને કાવ્યાસ્વાદ આપી શકે આ ઉપરાંત એ હકીકત પણ નેધપાત્ર છે કે સંસ્કૃત નાટકે અને ઊર્મિકાબે અર્વાચીન પાશ્ચાત્ય સાહિત્યના તે બે સ્વરૂપોના નવવિધાન પર પણ થોડાક પ્રભાવ પાડવો છે એઝરા પાઉન્ડ વગેરેના બિ બવાદી કવિતાને લગતા આંદોલન પાછળ કે જર્મન નાટકકાર બ્રેસ્ટે પ્રસ્તુત કરેલા એપિક ર ગભૂમિના ખ્યાલ પાછળ અમુક અશે સસ્કૃત મુક્તક કવિતા અને નાટકની લાક્ષણિક સ્વરૂપને પરોક્ષ પ્રભાવ રહેલો છે.
છેવટે સસ્કૃતના ધાર્મિક સાહિત્યની વાત કરીએ તો, તેમાંથી આધુનિક જીવનને જે માર્ગદર્શન મળી શકે તેમ છે, બૌદ્ધ, જૈન, વેદાન્ત, ભક્તિ વગેરે માગેનાં મૂળભૂત તો અર્વાચીન જીવનપ્રણાલીને જે આધ્યાત્મિક પરિમાણ પૂરુ પાડી શકે તેમ છે, તે આપણને સૌને સુવિદિત છે અહિ સા, યોગ, સયમ, અપરિગ્રહ, સત્ય, નિષ્કામ કર્મ વગેરેને લગતી પ્રાચીન વિચારણા અને તેના પર આધારિત આચરણને વર્તમાન જીવન માટે ઇષ્ટ અને ઉપાદેય ગાવાનું વિચારવલણ હવે મુકાબલે વધુ પ્રબળ અને વ્યાપક બની રહયુ છે.
આ બધી દષ્ટિએ સંસ્કૃત સાહિત્યની પ્રસ્તુતતા આપણે નિ શકિપણે બતાવી શકીએ છીએ, એની વધુ વિસ્તાર અને વિગતથી આ પરિષદમાં તે તે વિષયના વક્તાઓ વાત કરશે આ મુદ્દાઓ અને બાબતને ધ્યાનમાં રાખીને સ કૃતના શિક્ષણની પુનર્વ્યવસ્થા થવી ઘટે, અને તે તે વિષયે કઈ દૃષ્ટિ અને અભિગમથી શીખવવા તેની સ્પષ્ટતા થવી ઘટે આ અંગે અધ્યાપકૅ માટે પણ તે તે વિષયના અદ્યાવધિ સશોધન અને વિચારણાથી પરિચિત રહેવુ તથા પોતપોતાના વિષયમાં પિતાને ફાળો આપતા રહેવું અનિવાર્ય છે, પૂમે જે વિદ્વાનોના આધુનિક કાર્યને સહેજસાજ નિર્દેશ કર્યો તેમાના ઘણાના નામથી પણ આપણું તે તે વિષયના સંસ્કૃતના અધ્યાપકોનો મોટો ભાગ અજાણ છે. આના કારણે સુવિદિત છે. પણ સતને જીવતું રાખવું હોય તે સંસ્કૃતના અધ્યાપકને પણ જીવતા રહ્યા વિના કેમ ચાલે ? તે જીવ ત રહે, પોતાના વિષયના અદ્યતન શાનથી સજ્જ રહે તે માટે આવશ્યક શૈક્ષણિક અને આર્થિક પરિસ્થિતિનું નિર્માણ પણ કરવુ