SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ખગોળ, તબીબી વિજ્ઞાન, કાયદે, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર કે પ્રાકૃતિક વિજ્ઞાને સંસ્કૃત સાહિત્યને આધારે નથી શીખવતા, ને જ શીખવીએ તે તે વિષયોમાં થયેલી પ્રગતિને લીધે સંસ્કૃત સાહિત્યમાં મળતી માહિતી અત્યારે નિરુપયોગી બની ગઈ છે. પરંતુ બીજી બાજુ ભાષા અને વ્યાકરણ, ન્યાય અને દર્શન, સાહિત્ય અને અલ કાર વગેરે જેવાં સંસ્કૃત સાહિત્યના અનેક ક્ષેત્રનું આજની વિચારણા માટે પણ ઘણું મોટું મૂલ્ય છે. ભાષાવિજ્ઞાનનું ક્ષેત્ર જ લઈએ. આ વિષયમાં જે પ્રબળ અને ક્રાતિકારી વિચારણા છેલ્લા ત્રીશચાળીશ વરસથી થઈ રહી છે, તેથી પાણિનિનુ કેવળ સંસ્કૃત ભાષાના વ્યાકરણ કાર તરીકે નહીં, પણ એક ભાષાવિજ્ઞાની તરીકે–સામાન્યપણે ભાષાની પ્રકૃતિ, બે ધારણ વ્યવહાર વગેરે બાબતમાં એક મૂળભૂત વિચારક તરીકે–નવેસરથી મૂલ્યાંકન થઈ રહ્યું છે, અને એક પાત્ય વિદ્વાન તાલે તો એટલે સુધી કહ્યું છે કે પાણિનિ પ્રાચીને તેમ જ અર્વાચીનેમા સર્વશ્રેષ્ઠ ભાષાવિજ્ઞાની હેવાનું આપણને પ્રતીત થઈ રહ્યું છે ભાષાનું એક સ્વયપર્યાપ્ત વ્યવસ્થા તરીકે વર્ણન, રૂપનિક (formal) વિશ્લેષણ, વ્યાકરણની એક ચુસ્તપણે સ ઘટિત નિયમત ત્ર તરીકે રચના, ભાષાવિલેષણ માટે વિશિષ્ટ સાતિક પરિભાષાની યે જના, નિરૂપણમાં ગાણિતિક કકસાઈ અને લાઘવ વગેરે અર્વાચીન ભાષાવિજ્ઞાનના અઘતન અભિગમ, પદ્ધતિ અને પ્રવિધિઓ અઢી હજાર વરસ પહેલાં પાણિનિવ્યાકરણમા પ્રયોજાયેલા જોઈને આનો ભાષાવિજ્ઞાની અત્યત પ્રભાવિત થઈ રહ્યો છે. વળી આધુનિક વાક્યવિચારના સંદર્ભમાં પાણિનિમાં નિરૂપિત વાક અને વાક્ષાર્થ વચ્ચેના સ બ છે, અથવા તો વિભક્તિનિષ્ઠ વ્યાકરણને લગતા આધુનિક ઊહાપોહના સંદર્ભમાં પાણિનિને વિભક્તિવિચાર વગેરે પણ ઘણું ઉપયોગી જણાય છેઆ વિષયો માટે પાણિનિના ભાષાવૈજ્ઞાનિક મૂલ્ય અને મહત્ત્વનો ખ્યાલ કાર્યોના, સ્વાલ, કિપાસ્ક, રોશર, એજિહારા, હાર્વેગ, બુઈસ્કૂલ, મિસ્ત્ર, વાન તેન, જોશી વગેરેના સ શોધનકાર્યથી મળી રહે છે. તે જ પ્રમાણે ભાષાનિક તત્ત્વજ્ઞાનના વિષયમા ભર્તુહરિના મૂળભૂત વિચારોનું આધુનિક દષ્ટિએ ઘનિષ્ઠ અધ્યયન થઈ રહ્યું છે. બ્રાહ, રૂએગ, કુજુની રાજા, બિઆદું, સુબ્રહ્મણ્ય આયર, , એસ ડી જોશી, આકલુજકર વગેરેના છેલ્લા ૫ દરવીશ વર્ષમાં પ્રકાશિત ગ્રંથો અને લેખો જોતા તેને કઈક ચિતાર મળી રહે છે તત્ત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રના વિષયો લઈએ તે અર્વાચીન પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં જે વિશ્લેષણાત્મક અને ચિકિત્સક અભિગમ માટે ભાગે પ્રમાણભૂત ગણવામાં આવે છે, તે અભિગમથી પણ ભારતીય તરવજ્ઞાનમાં ધાણુ ગભર કામ થયુ હેવા તરફ વિદ્વાનેનું ધ્યાન જવા લાગ્યું છે શેરબારકી, ફાઉવાલનર, મૂર્તિ, ઇન્ગા, ગેકૂપ, હાસ્તોરી, મતિલાલ, મોહન્તી વગેરેએ બૌદ્ધ માધ્યમિક વાદ, નવ્યન્યાય ઇત્યાદિ વિષયમાં જે કાર્ય કર્યું છે તે આ વાતની સાક્ષી પૂરે છે. પદાર્થનું સત્તા વરૂપ અને દશ્યમાન સ્વરૂપ, ઐ દ્રિય અનુભૂતિ અને વિકપન, સ્થાપિતા અને ક્ષણિકતા, વ્યક્તિ અને જાતિ, અનુભૂતિ અને ભાષિક અભિવ્યક્તિ, અભાવ અને શૂન્યતા વગેરેની પ્રાચીનની વિચારણા આજના પાશ્ચાત્ય તત્વવિચાર અને તર્કશાસ્ત્ર માટે પણ ઘણી ઘાતક હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. તે જ પ્રમાણે સુરતમાં થલે કાવ્યવિચાર, કાવ્યની પ્રકૃતિ, કાવ્યનુ ભાવન, કાવ્યનું વિશ્લેષણ, કાવ્યભાષાનું સ્વરૂ૫ વગેરે બાબતોમાં જે સેઝ,
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy