________________
આ પ્રશ્નના ઉત્તર પર સંસ્કૃતના શિક્ષણ અને સ્વરૂપના નવવિધાનને આધાર રહે છે. આ માટે માત્ર દેશાભિમાનના, પૂર્વજભક્તિના કે ભવ્ય ભૂતકાળના ગૌરવને નામે લાગણીભરી અપીલ કરવાથી કશું નહી નીપજે સ રકૃતમાં જે છે તે જે મૃત જ્ઞાન જ હશે તે ભાવનાના ઇજેકશન તેને ચૈતન્ય નહીં આપી શકે. હકીકતોને આધારે બુદ્ધિસ ગત પ્રતિપાદન વડે જ પ્રસ્તુતતાની પ્રતીતિ કરાવી શકાય, અન્યથા નહી
શિક્ષણ અને વિદ્યાની સ સ્થાઓનુ એક પાયાનું કાર્ય એ છે કે તેમણે ભૂતકાળની નિરુપયોગી માહિતીની સાફસૂફી કરતા રહેવું જોઈએ અને તેમાથી હામ જેટલું પ્રસ્તુત હોય તેની તારવણી કરીને તેની પ્રસ્તુતતા બતાવતા રહેવું જોઈએ. આપણા ઘણાખરા પાઠવકમો સારા એવા પ્રમાણમાં સાફસૂફી માંગે છે. આપણું પ્રશિષ્ટ ભાષાઓ અને પ્રાચીન સ સંસ્કૃતિના અધ્યયનને જીવ ત વિષય તરીકે લુપ્ત થતા બચાવવા હોય તો તેમની સાંપ્રત પ્રસ્તુતતા પ્રતીત થાય તે રીતે પાઠયક્રમોની પુનર્યોજના કરીને નૂતન અભિગમથી શીખવવા સિવાય બીજો કોઈ જ માર્ગ નથી,
એટલે આપણે સ કૃતનું અધ્યયન સાપ્રત સમય માટે કઈ રીતે અને કેટલું પ્રસ્તુત છે તે જરા જોઈએ. આ પહેલા મે સંસ્કૃત સાહિત્યના અધ્યયનના ઐતિહાસિક અભિગમના નિર્દેશ કર્યો હતો. આ પ્રકારના ઐતિહાસિક અવ્યયન દ્વારા પ્રાપ્ત થતી ભારતના ભૂતકાળની જાણકારી કેવળ પ્રાચીન કે તુલનાત્મક ઇતિહાસના અભ્યાસી માટે જ નહી , પણ વર્તમાન ભારતને સમજવા અને આગળ વળાંક આપવા માટે પણ અત્યંત આવશ્યક છે ગઈ કાલનું ભારત કેવું હતું તે જાણ્યા વિના આજના ભારતને સમજવું શક્ય નથી ઇતિહાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે તેને પ્રવાહ અવિભાજય છે. વર્તમાનને ઘણે અશ એક તરફ ભૂતકાળ સાથે લેહીને સ બધ ધરાવે છે, તો બીજી તરફ તેમાં ગતિ રૂપે ભાવી રચાતુ જતુ હોય છે. ઐતિહાસિક અધ્યયનેમા પ્રાચીન, મધ્યકાલીન વગેરે જે યુગવિભાગે (તથા પ્રદેશ વિભાગે) પાડવામાં આવે છે તે મોટે ભાગે તો દષ્ટિ કાણુના વૈવિધ્યને કે ઘનિષ્ઠ અધ્યયનને અવકાશ આપવા માટે જ હોય છે આજની આપણી રહેણીકરણી, આચારવિચારના ઢાળા, પ્રથાઓ, વિધિઓ ને માન્યતાઓ, ચિત્તના વલણ અને પ્રતિભાવો–એ સૌને બરાબર સમજવા માટે અને તેમાં ફેરફાર કરવા માટે આપણુ અતીતનું જ્ઞાન તદ્દન અનિવાર્ય છે, અને સ ત એ માટેનું એક સર્વોત્તમ સાધન છે
સંસ્કૃતની આ દષ્ટિએ ઉપગિતા સ્વીકારીએ તે પણ તે સંસ્કૃતના વ્યાપક શિક્ષણનું સમર્થન કરવા માટે પર્યાપ્ત નથી એમ કદાચ કહી શકાશે એટલે આપણે બતાવવાનું તો એ છે કે સંસ્કૃત સાહિત્યમાં એવું શું છે, જે આજને માટે પણ રસભર્યુ મૂલ્યવાન કે વિચારપ્રેરક હોય, જે આપણું ઉપયુક્ત જ્ઞાનમાં વૃદ્ધિ કરે કે આપણી આચારવિચારની ગૂંચો ઉકેલવામાં સહાયભૂત થાય. અને આ પ્રશ્નને ઉત્તર સાસ્કૃતને જાણુકાર પૂરા આત્મવિશ્વાસથી આપી શકે તેમ છે સસ્કૃત સાહિત્યમાં કેટલુંક કેવળ ઐતિહાસિક મૂલ્ય ધરાવતું, કાળગ્રસ્ત છે, તો કેટલુંક તે તે વિષયને લગતી અદ્યતન વિચારણાની ઘણુ નિકટનું કે તેથી આગળ ગયેલું છે ઉદાહરણ તરીકે, આપણા બાળકને આપણે ભૂગોળ, ઇતિહાસ,