________________
છે જે અર્થમાં તત્વજ્ઞાન, ભાષાવિજ્ઞાન, મને વિજ્ઞાન વગેરે એક એક સ્વયં પર્યાપ્ત વિષય છે, તે અર્થમાં સંસ્કૃત, પાલિ, ગુજરાતી, હિન્દી વગેરે એક એક વિષય નથી તે તે પ્રત્યેક એક વિષયજુથ છે, જેમની વચ્ચે કેવળ ભાષાના માધ્યમ પૂરતી જ સમાનતા છે સસ્કૃત ભાષા જાણનારને સંસ્કૃત ભાષામાં રહેલા બધા વિષયના નિષ્ણાત માનીને નહી ચાલી શકાય–જેમ કે સંસ્કૃત સાહિત્યને (એટલે કે લલિત સાહિત્યનો) જાણકાર તેટલા જ કારણે દર્શન, ન્યાય, અલંકાર કે વ્યાકરણને જાણકાર હેવાનું નહી ગણી શકાય
આથી વિષયોની નવેસરથી વધુ બુદ્ધિસ ગત અને ઉપયોગી વ્યવસ્થા આપણે કરવી પડશે ભાષાની ભિન્નતા કરતા વિષયની સમાનતાનું ઘણું વધારે મહત્તવ છે સૂચિત વ્યવસ્થામાં ભાષા, સાહિત્ય, ધર્મ, તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર વગેરેને વિભાગ તરીકે રાખીને, સ રકૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાઓ લેખે અભ્યાસ ભાષાવિભાગની નીચે, તેમના સાહિત્યનો અભ્યાસ સર્વસામાન્ય સાહિત્યવિભાગ નીચે, અને હિન્દુ, બૌદ્ધ કે જૈન ધર્મ કે તત્વજ્ઞાનને અભ્યાસ ધર્મના અને તત્ત્વજ્ઞાનના વિભાગે નીચે મુકાશે અને તે તે વિષયના અભ્યાસ માટે તે વિષયનું સાહિત્ય જે જે ભાષાઓમા હોય તે મૂળ ભાષાઓનું જ્ઞાન સહેજે અનિવાર્ય રહેશે
પુનર્વિચારણા માટે બીજો એક મુદ્દો સંસ્કૃતના શિક્ષણના પ્રોજન અને પ્રસ્તુતતાને લગતો છે (સંસ્કૃતમાં હું પાલિ અને પ્રાકૃતિને સમાવેશ થયેલે ગણી લઉ છું). સંસ્કૃત ભાષાસાહિત્યને અભ્યાસ એક તે ઐતિહાસિક અભિગમથી કરી શકાય. અને ઇન્ડોલેજી” એ સત્તા આવા તાત્પર્યથી જ હમેશા વપરાતી રહી છે. સંસ્કૃતિનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રાચીન ભારતવાસીઓએ કેવો અને કેટલે વિકાસ સાધેલો તે જાણવાનું એક પ્રમુખ સાધન સંસ્કૃત, પ્રાકૃત વગેરે પ્રશિષ્ટ ભાષાઓ છે. જિજ્ઞાસુ તે દ્વારા પ્રાચીન ભારતનાં સાહિત્ય, તત્ત્વજ્ઞાન, અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા વગેરે વિશે જાણકારી મેળવી શકે. જેમ પ્રાચીન ઇજિપ્ત, ગ્રીસ કે ચીનની સંસ્કૃતિ વિશે જાણુવા ઈચ્છનાર તે તે દેશકાળના સાહિત્યને સાધન તરીકે ઉપયોગ કરે, તેમ ભારતના અતીત વિશે જાણવા સ સ્કત વગેરેમાં રહેલા સાહિત્યને ઉપગ કરે પણ આ રીતે સાંસ્કૃતિક, વૈચારિક કે ભાષાકીય ઈતિહાસની દષ્ટિએ સંસ્કૃતમાં રસ ધરાવનાર અત્યત ના વર્ગ હેવાને. આ એક નિષ્ણાતકક્ષાનું અધ્યયન થયું, અને દરેક વિષયના વિદેની સ ખ્યા ગણતર જ હેય આપણું પ્રશિષ્ટ ભાષાસાહિત્યનું કેવળ ઇતિહાસની (કે ધાર્મિક સ પ્રદાયની) દષ્ટિએ જ મૂલ્ય હોય, તે તેમનું વ્યાપક ધોરણે શિક્ષણ આપવાનું સમર્થન કે બચાવ ન થઈ શકે
એટલે આમાથી ઉપસ્થિત થતો મહત્વનો મુદ્દો એ છે કે સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃત વાડુમય, જે કાંઈ સસ્કૃત દ્વારા ઉપલબ્ધ થાય છે તે, આપણે માટે, આપણા વર્તમાન જીવન માટે કેટલું પ્રસ્તુત છે ? ઝડપથી અને ધરમૂળથી પરિવર્તન પામતા જતા વર્તમાન આર્થિક-સામાજિક પરિવેશમાં આપણી આજની આચારવિચારની જરૂરિયાત, અપેક્ષાઓ અને સમસ્યાઓ માટે સરકૃત ભાષાસાહિત્યની, સ્થૂળ કે સકમ કક્ષાએ, કેટલી ઉપયોગિતા છે ? વ્યા હારિક, વૈચારિક, બૌદ્ધિક કે તાવિક કક્ષાએ તેનું ક્યાં અનુસંધાન સ્થાપી શકાય છે ?