________________
સંસ્કૃતની પ્રસ્તુતતા
હરિવલ્લભ ચૂ. ભાયાણી
સંસ્કૃત ભાષા અને સાહિત્યના શિક્ષણના વર્તમાન સ્વરૂપની પુનર્વિચારણા કરવા માટે આપણે સૌ આ પરિષદ રૂપે એકઠા થયા છીએ, એ ઘણું આન દની વાત છે. કદાચ કોઈ એવો આક્ષેપ કરે ખરા કે જ્યારે શત્રુનું સૈન્ય રાજમહેલના દરવાજા તોડવાની અણી પર હોય ત્યારે રાજા બચાવ કે પ્રતિકારનાં પગલાને વિચાર કરવા બેસે–કાઈક તેના જેવો આ ઘાટ છે. પરંતુ, આ પરિષદમાં થનારી ચર્ચાવિચારણને પરિણામે સ સ્કૃતના શિક્ષણના પુનર્વિધાન પરત્વે જે થોડાક પણ નક્કર પગલાં લઈ શકાશે, તો વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ કશેક આગળ પ્રારભ ને જશ અને સતોષ આપણે અવશ્ય લઈ શકીશું વિચાર જેટલે અંશે વાસ્તવિક પરિસ્થિતિને સ્પર્શતા અને સ્પષ્ટ હોય અને એટલે અશે તેની આચારમા પરિણતિ થઈ શકે, તેટલે અ શે જ તે વિચારની સાર્થકતા લેખાય
યુનિવર્સિટી શિક્ષણની આપણે ત્યાં સ્થાપના થઈ ત્યારથી માનવવિઘાઓને લગતી તેની શાખામાં પાઠથવિષયને લગતી જે વિભાગવ્યવસ્થા કરવામાં આવેલી (અને જે વ્યવસ્થા અઘાવધ મૂળવત ચાલુ છે) તેની કચાશે હવે આપણને સ્પષ્ટપણે દેખાઈ રહી છે એક તે એ કે યુનિવર્સિટી શિક્ષણ મૂળભૂતપણે ધર્મનિરપેક્ષ અને માનવતાનિક હોવા છતા પ્રશિષ્ટ ભાષાસાહિત્યના શિક્ષણની, જાણે કે તે સાંપ્રદાયિક હેય તે રીતે કાઈક વ્યવસ્થા કરવામાં આવી, અને સ કૃત, પાલિ અને અર્ધમાગધી (કે પ્રાકૃત) હકીકતે તો પરસ્પરાપેક્ષી અને પરસ્પરની પૂરક હોવા છતા. સ સ્કતને હિન્દુધર્મ સાથે. પાલિને બૌદ્ધધમ સાથે અને પ્રાકતને જેનધર્મ સાથે જાયેઅજાથે જોડી દેવામાં આવી, ભાષા અને ધર્મોનું આ જોડાણ સ્થૂળ કક્ષાનું છે. ઉપર્યુક્ત પ્રત્યેક ધર્મનું સાહિત્ય એકથી વધુ ભાષામાં છે, અને એ ભાવાઓ કે તેમના સાહિત્ય વચ્ચે ઘણું પ્રમાણમાં આદાનપ્રદાન થયેલું છે એટલે તેમાની કોઈ એક ભાષા કે સાહિત્યના સ્વરૂપ અને વિકાસને બરાબર સમજવા માટે બાકીની બે ભાષાઓ અને તેમના સાહિત્યનું જ્ઞાન અત્યંત આવશ્યક છે
પરંતુ માનવવિદ્યાઓની વિષયવ્યવસ્થાની વધુ ગભીર ખામી તે એ છે કે તેમાં પાઠય વિષયને પ્રાધાન્ય નક્કી કરવા માટે બેવડા ધોરણ રાખ્યા છે. કેટલીક બાબતમાં વિદ્યા કે શાસ્ત્રને મુખ્ય ગણ્યું છે, તો કેટલીક બાબતમાં ભાષાને આથી બન્ને પક્ષે ઘણી હાનિ થઈ