________________
અને બૌદ્ધધર્મમાં અનેક સ પ્રદાએ ઊભા થયા. તેમને એક સંપ્રદાય તે શન્યવાદને નામે ઓળખાય છે. આ શુન્યવાદ શબ્દ એ શ્રામક છે કે તે શબ્દ જ એ સંપ્રદાય વિષે વિરાધીને તેના વિષે ભ્રમ ફેલાવવાની પૂરી તક આપી છે.
આમ તે સ્વય બુદ્ધે પણ શૂન્ય શબ્દ પ્રયોગ કરીને પિતાના મતવ્યને રજૂ કર્યું હતુ– જે કુરા સાતમાણિતા જીરા ગામના છોકરા સુતરિયુત્તા ”ઇત્યાદિ. અર્થાત તથાગતને ઉપદેશ ગભીર છે, લેકેત્તર છે અને અન્યતાથી યુક્ત છે ઇત્યાદિ. (સંયુત્તનિકાય–ભાગ ૪ મહાવચ્ચ, સપા , પ૩, ૫ ૩૪૮) એટલે શૂન્યની ચર્ચા નવી નથી પરંતુ નાગાજીને તેને દર્શનનું રૂપ આપ્યું ત્યારે તે શબ્દના અર્થનો ઘણે વિકાસ થયો. અને દાર્શનિક ક્ષેત્રે તેણે મોટો ભ્રમ એ ઊભો કર્યો કે શુન્યવાદી એ કશામાં માનતા નથી. પરંતુ વાસ્તવિકતા એવી નથી. બધા જ બૌદ્ધ સંપ્રદાયમાં બીજા ગમે તે મતભેદ હેય પણ પ્રતીત્યસમુપાદ વાદને સિદ્ધાંત સર્વસ્વીકૃત છે અને નાગાજુને તે પ્રતીત્યસમુત્પાદ અને શૂન્યતા એકાર્થક છે એમ સ્પષ્ટ કહ્યું છે એટલે સર્વશન્યને અર્થ એ તે નથી જ કે નાગાર્જુનને મતે જગતમાં કશું જ તત્વ નથી પરંતુ એ છે કે જે કાઈ છે તે પ્રતીત્યસમુત્પન્ન છે
બૌદ્ધ સંપ્રદાયને વિકાસક્રમ જાઈએ તે તે આ પ્રમાણે છે–ભગવાન બુદ્ધે બધી જ વસ્તુઓ ક્ષણિક છે એમ કહ્યું ત્યારે તેમની દલીલ એ હતી કે બધી જ વસ્તુઓ તેના આત્માથી શૂન્ય છે અહી આત્માથી શૂન્યનું તાત્પર્ય એ હતું કે કોઈ પણ વસ્તુમાં કશું જ સ્થાયી કહી શકાય એવુ ત નથી, એટલે કે દ્રવ્ય કે ધમી નથી પણ તેના પરિણામે કે ધર્મો છે. આમ ધમધમાંથી ધમને વિચછેદ બુદ્ધે કર્યો અને માત્ર ધર્મોનું અસ્તિત્વ સ્વીકાર્યું. આ અર્થમાં બુદ્ધ અનાત્મવાદી છે. બૌદ્ધોને હીનયાન એ ધર્મવાદ છે. અને ધમીને નિષેધ કરે છે. અભિધમપિટકમાં આ ધર્મો કયા છે તેનું વિસ્તારથી નિરૂપણ થયું છે આપણે પ્રવાહ જોઈ તેને નદી એવું નામ આપીએ છીએ વસ્તુતઃ એ બિન્દુઓને પ્રવાહ છે. આથી બિન્દુ અસ્તિ છે પણ નદી અસ્તિ નથી નદી એ તો માત્ર આપણી કલ્પના છે તે જ પ્રમાણે પ્રતિક્ષણ ઉત્પન્ન થતા નવાનવા ચિત્તો એ જ આત્મપ્રવાહ છે કે ચિત્તસંતતિ છે આમાં ચિત્તો એ અરિત છે પણ આત્મા જેવું કશું નથી આમ પ્રથમ તબક્કામાં ધમીંન્યતાનો સિદ્ધાન્ત સ્થિર થયે. ધર્મોમાં નામ અને રૂ૫ એવા બે મુખ્ય ભેદ પદ્મા જેને આપણે ચેતન-જડ એવું નામ આપી શકીએ આમ અતર અને બાહ્ય ધર્મોનું અસ્તિત્વ પ્રથમ તબક્કામાં સ્વીકારાયુ. આનુ બીજુ નામ છે પુદગલરામ્ય અથવા ધર્મિરામ્ય
અભિધર્મપિટકમાં આ ધમેને ઘણું બધું વિસ્તાર કરવામાં આવ્યા અને તેમને પણ કાંઈક સ્વભાવ છે એવું નિરૂપણ કરવામાં આવ્યું અને તે તે ધર્મના તે તે સ્વભાવ ભેદને કારણે તે તે ધર્મ જુદા જુધ મનાયા આમ સર્વારિતવાળે નામે એક પ્રકારે સ્વભાવવાદ ઊભે થયો પરંતુ તે કાળે ભારતીય દર્શનમાં સ્વભાવના સ્વરૂપ વિષે જે ચર્ચા થઈ તેમાથી એ ફલિત થયુ કે વસ્તુને સ્વભાવ એ કંઈ પણ કારણે ઉત્પન્ન થતું નથી એ તે સવ વિદ્યમાન હોય છે જે કાઈ કારણથી ઉત્પન્ન થાય તે સ્વાભાવિક કહેવાય નહિ તેથી સ્વભાવ એટલે નિત્ય એવું સમીકરણ થયુ આથી નાગાર્જુને બધા ધર્મોને પણ નિઃસ્વભાવ