________________
શુન્યવાદ
દલસુખ માલવણિયા
ભગવાન બુદ્ધ જ ભારતમાં એવા ધમપ્રવર્તક થયા છે જેમણે શ્રદ્ધા નહી, પરંતુ બુદ્ધિ ઉપર ભાર આપ્યો છે તેમણે ગુરુ અનેક કર્યા પણ એક પછી એક એમ એ બધાને છેડીને છેવટે નિવણમાગની શેધ તેમણે જાતે જ કરી અને પ્રથમ તે એમને એમ લાગ્યું કે આ મારી શોધ લોકો જલદી સ્વીકારી શકશે નહીં. એટલે ઉપદેશક બનવા કરતા મૌન રહેવાનું તેમણે નક્કી કર્યું પરંતુ પછી આગ્રહ થતાં તેમનું ધર્મચક્રનું પ્રવર્તન કર્યું. તે જ બૌદ્ધધર્મ એ ધર્મના પાયાના ચાર તો એવાં છે જેમાં શરીરને નહીં, પણ આધ્યાત્મિક રોગોના ચિકિત્સક તરીકે બુદ્ધ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે –સ સારમાં દુઃખ છે દુખનું કારણ છે, દુખનું નિવારણ એ મોક્ષ-નિર્વાણ છે અને નિર્વાણનું કારણ એટલે ભાગ છે. સૌને સમજવામાં આવે એટલુ જ નહીં પણ એ ધર્મનું ફળ આ લેકમાં અહીને અહી મેળવી શકાય છે એવી આ સીધી સાદી વાત મુહની હતી. અને તે તેમણે પિતાના ઉપદેશને ત્રણ પાયા ઉપર રચી હતી–બધુ જ ક્ષણિક છે, દુ ખ છે અને અનાત્મ છે.
ઉપનિષદોએ શાશ્વત એવા આત્મા બ્રહ્મની શોધ કરી હતી અને એ તત્વ આનદમય છે એમ ભારપૂર્વક કહ્યું હતું આનું અનુસરણ તે કાળના લગભગ બધા જ વિચારો કર્યું હતું અને આત્મ તત્વનો સ્વીકાર કર્યો હતો, જે સૌને મતે અવિનશ્વર હતું. આથી વિરુદ્ધ અભિપ્રાય હો કે આત્મા જેવું તત્વ છે તો ખરું પણ તે અવિનશ્વર નહી પણ વિનશ્વર છે પાચ ભૂતેમાંથી એ ઉત્પન્ન થાય છે અને મૃત્યુ સમયે તેને ઉશ્કેદ થાય છે તેથી વિનશ્વર છે, શાશ્વત નથી.
બુદ્ધ પિતાને વિભજ્યવાદી (પશ્વિમનિશાચ તુમકુર ૯૯, ૫ ૧૯૭) કહ્યા છે એટલે કે કોઈ પણ બાબતમાં એકાંત અથવા એકાશને આશ્રય નહી પણ વિશ્લેષણ કરીને નિરૂપણ કરવાનો વિભજ્યવાદમાગ તેમને હતો. આથી તેઓ પોતાને અધ્યમમાર્ગના પયિક જણાવે છે એટલે તેમણે પણ કહ્યું કે આત્મા જો શાશ્વત-નિત્યપૂટસ્થ હોય તે બ્રહ્મચર્ય નિરર્થક કરે અને તેને મૃત્યુ પછી સર્વથા ઉચછેદ થવાને હોય તે પણ બ્રહ્મચર્ય નિરર્થક ઠરે. માટે સંસારમાં બધુ જ પ્રતીત્યસમુત્પન્ન છે, તેથી વસ્તુને સર્વથા ઉચ્છેદ થતા નથી કે સર્વયા તે શાશ્વત નથી આ મારે મધ્યમમાર્ગ છે, એમ બુદ્ધે વાર વાર કહ્યું છે. બુદ્ધની આ તકસ ગત વાતનો સ્વીકાર સૌ કોઈ શ્રદ્ધાથી નહિ પણ તેની પૂરી ચકાસણી કર્યા પછી જ કરે એ આગ્રહ બુદ્ધ રાખ્યો હતો અને પરિણામે આવી સીધી સાદી જણાતી વાત છતાં પણ જ્યારે તે તકને સરાણે ચડી ત્યારે તેની વ્યાખ્યાઓ અનેક પ્રકારે થવા લાગી
નિરર્થક કરે અને તેને
જ છે. તેથી વસ્તુને સારી છે. બુદની આ