________________
શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક સ્થવિર કે ગણાવચ્છેદક આ પાંચમાંથી કોઈ પણ એક હવે જોઈએ. તે કંદર્પાદિ૧૦ પાંચ અપ્રશસ્ત ભાવનાને તીલાંજલિ દઈ ઉપર્યુંકત પ્રશરત પાંચ ભાવના વડે કરીને આત્માને તેને તે આ પ્રમાણે :
(૧) તપભાવના–સુધાને જીતવાને માટે તપભાવનાથી સ્વ આત્માને તોલે, કદાચિત દેવ વગેરેના ઉપસર્ગાદિકથી અનેષણય (અકથ્ય) આહારદિક થઈ જાય, શુદ્ધ ભિક્ષા ન મળી શકે, દિવસે પર દિવસે વ્યતીત થતા જાય, છ છ મહિનાનાં વાણુ વીતી જાય, છતાં પણ લેશમાત્ર ચલાયમાન ન થાય, અને ઊલટે આભરમણુતામાં તલિન થતો જાય. આ પ્રમાણે તપભાવના વડે કરીને પ્રથમ ભાવનાને ભાવે.
(૨) સત્વભાવના–ભય અને નિદ્રાને જીતવા માટે સવભાવનાથી સ્વઆત્માને તાલે. આ ભાવનાના પેટા વિભાગ પાંચ વર્ણવેલા છે. અંધકારમય રાત્રિ થઈ ગઈ હોય, સવ વિશ્વ નિદ્રાને વશ થઈ ગયું હોય, તે સમયે (૧) ઉપાશ્રયમાં, (૨) ઉપાશ્રયની બહાર, (૩) ચોકમાં, (૪) શૂન્યગૃહમાં, (૫) અને પાંચમી વખત ભયંકર સ્મશાનમાં; એમ ઉત્તરોત્તર સર્વસ્થાનમાં કાઉસ્સગ્મધ્યાને રહે. આ પાંચ પ્રકારની સત્ત્વભાવનાથી ઉત્તર્ણ થયા બાદ પ્રસ્તુત મહાત્માને જગતના કોઈ પણ પ્રાણુથી ભય રહેતો નથી. અને દિન હોય કે રાત હોય છતાં પણ આંખનું મટકું સરખુ પણ ન મારે. એ પ્રમાણે ભય અને નિદ્રાને પરાજ્ય કરે. એમ બીજી ભાવનાને ભાવે.
(૩) સગભાવના–સૂત્ર વડે કરીને આત્માને તેલે. અર્થાત્ સૂત્રને એટલા બધા દઢ કરે, કંઠસ્થ કરે, કે જેમ સ્વ–નામ પૂછવાની સાથે જ કહી દે તેમ દરેક સૂત્રને કહે. દિવસ હોય કે રાત હોય છતાં શરીરની છાયા (પડછા)નું અવલંબન લીધા સિવાય પણ આવૃત્તિ માત્રથી શ્વાસોશ્વાસ, પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્તાદિક, સમય, કાલ વગેરેને નિર્ણય કરે. આ પ્રમાણે તૃતીય ભાવનાને ભાવે.
(૪) એકત્વભાવના–એક વડે સ્વઆત્માને તેલ. આ પ્રમાણે એકવ ભાવના બાવતાં છતાં સાધુ-સમુદાયની સાથે કે સાધુ-સમુદાયના કોઈ પણ મુનિ સાથે પૂર્વે પ્રવર્તે આલાપ, સંતાપ, સૂત્ર, અર્થ, કે સ્વાર્થ, સુખદુઃખની વાત, કોઈ પણ જાતના પ્રશ્નો તેમજ પરસ્પર વાર્તાલાભ, કથા, વિતંડાવાદ, વગેરે કંઈ પણ ન કરે. બાહ્ય મભવને ભૂલથી જ વ્યવછેદ કરે. શરીર અને ઉપયોગી ઉપધિમાં પણ અનાસકિત ભાવે વર્તે. આ પ્રમાણે ચતુર્થ ભાવનાને ભાવે.
(૫) બલભાવના– બલવડે સ્વઆત્માને તેલે. બલ બે પ્રકારનું છે. શારીરિક બલ અને મનોવૃતિ બલ. તેમાં શારીરિક બલ પણ જિનકલ્પ અભિલાષકને વિશિષ્ટ પ્રકારનું જોઇએ, કારણકે એક પગના અંગુઠા પર છ છ મહિના સુધી ખડા રહે છતાં પણ દેશમાત્ર હાલે ચાલે નહીં. કદાચિત તપાસ્યાદિકને લઈને શારીરિક બિલ તથા પ્રકારનું ન હોય, ક્ષીણ થઈ
१० कन्दर्पदेवकिल्बिषाभियोगिकाऽऽसुरसम्मोहा अप्रशस्ताः । 11 “ पढमा उवस्सयंमि य बीया बाहिं तइया चउक्कंमि ।
सुन्नघरंमि चउत्थी अह पंचमिया मसाणंमि ॥१॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org