SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અ'ક ૧-૨ બે શિષ્યરને [ ૮૯] યોદ્ધાઓ સામે કેવી રીતે બાથ ભીડી હતી, અનંત દર્શન, અનંત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું હતું અને છેવટે મુકિત રમણીને કેવી રીતે વર્યા હતા; એ સર્વ વૃત્તાંત આપણે જાણી શકીએ છીએ. તેમજ જિ: કલ્પને અંગીકાર કરનાર મહાપુરૂષ કઈ કેટીને હવે જોઈએ ? ઓછામાં ઓછું તેનું જ્ઞાન કેટલું હોય ? સંઘયણ કર્યું હોય? સામર્થ્ય કેટલું હોય જિનક૯૫ અંગીકાર કરતાં પહેલાં સ્વ-આત્માને કેટલો કેળવા જોઇએ ? અને જિનકલ્પ સ્વીકાર્યા બાદ ગમે તેટલા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય, તે પણ કોઈની પણુ દયાની ભિક્ષા કર્યા સિવાય કે લેશ માત્ર આર્ત સૈદ્ર ધ્યાન કયા સિવાય, કરેલાં કર્મોને બહાદુરીથી ભોગવી, તેને ભસ્મીભૂત કરી, ઘાતિ અદ્યાતિ સર્વ કર્મોને ચકચૂર કરી, છેવટે જન્મમરણ ફેરી ટાળી વાવતું અનત, અવ્યાબાધ, અવિચલ એવા મોક્ષને કેવી રીતે મેળવે છે; વગેરે સ્વરૂપ ખ્યાલમાં આવે છે. વિશ્વપ્રકાશક સહસ્ત્રાશું પોતાના સુવર્ણમય સહસ્ત્ર અંશુને સંહરી લઈને અસ્તાચલ પર્વત ઉપર પ્રયાણ કરી ગયો હોય, ઘનઘોર અંધકારને પટ પથરાઈ ગયું હોય, સર્વ છો આરામની ઇચ્છાથી નિદ્રાને અધીન થયેલા હોય, કાળ કાળનું કામ કરી રહેલ હોય, અને મધ્યરાત્રિને સમય થયેલ હેય; એ સમયે જિનકલ્પ અભિલક મહાપુરૂષ જાગ્રત થઈને આ પ્રમાણે ચિંતવન કરેઃ મારા આત્માને મેં સંસાર -સમુદ્રથી તાર્યો, આધિ, વ્યાધિ, ઉપાધિને છેડી, ધન-દોલત, કુટુંબ-કબિલા સર્વને તીલાંજલિ દીધી, ઈન્દ્રયદમન કર્યું, કંદર્પદલને કહ્યું, નિનિદાન કુશલાનુષ્ઠાન પૂર્વક નિર્મલ-ચારિત્ર પાળી આત્માનું કલ્યાણ કર્યું, પરહિતને માટે શિષ્યસમુદાય પણ ઘણો કર્યો, ગચ્છનું પાલન કરનારા એવા સમર્થ શિષ્ય પણ થયા અને હવે વર્તમાન કાળમાં વિશિષ્ટ પ્રકારે સ્વઆત્મ-કલ્યાણ કરવા માટે ઉચ્ચ પ્રકારનું અનુદાન કરવું ઉચિત છે. એ પ્રમાણે ચિંતવીને વિશિષ્ટ જ્ઞાનપૂર્વક શેષ આયુષ્યની સ્વયં આલોચના કરે. જો તથા પ્રકારના વિશિષ્ટ જ્ઞાનને અભાવ હોય તે વિશિષ્ટ જ્ઞાનવાળા અન્ય આચાર્ય વર્યને પૂછીને શેષ આયુષ્યને નિર્ણય કરે. અલ્પ આયુષવાન હોય તે “ભકતપરિજ્ઞા” વગેરેમાંથી કોઈ પણ એક મરણ અંગીકાર કરે. અને જે દીર્ધાયુષવાન હોય, છતાં પણ જધાબત અત્યંત ક્ષીણ થઈ ગયેલ હોય તે વૃદ્ધવાસ સ્વીકારે. શારીરિક બળ સારામાં સારું હાય, વજત્રકષભનારા સંધયણ હય, જંઘાબલ ક્ષીણ થયેલું ન હોય તે જિનકલ્પ અભિલાષુક પ્રથમ પાંચ પ્રકારની તુલના વડે કરીને સ્વઆત્માને તેલે. તે આ પ્રમાણે "तवेण सत्तेण सुत्तेण एगत्तेण बलेण य । तुलणा पंचहा वुत्ता जिणकप्पं पडिवन्जओ ॥ [तपसा सत्वेन सूत्रेण एकत्वेन बलेन च । तुलना पञ्चधोक्ता जिनकल्पं प्रतिपद्यमानस्य ॥१॥] તપ વડે, સત્ત વડે, સૂત્ર વડે, એક વડે અને બળ વડે, આ પાંચ પ્રકારની તુલના વડે કરીને જિનકલ્પને પ્રતિપાદન કરેલો છે. તુલના-ભાવના-પરિકમે આ સર્વ પર્યાય છે. બીજુ આ જિનકલ્પને અંગીકાર કરનાર મહાપુરૂષ પ્રાયઃ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy