SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] બે શિષ્યરત્ન [ ૮૭ ]. પરંપરાગત મળેલ વારસ વિશ્વવંદ્ય પ્રભુ શ્રી મહાવીરદેવે વિશ્વના સર્વ ભાવને કેવલજ્ઞાન વડે હાથમાં રહેલા આંબળાની પેઠે જાણ્યા, એટલું જ નહીં પણ સુરાસુરેન્દ્રોએ રચેલા સમવસરણમાં આરૂઢ થઈને, અર્થરૂપી સુધાર્ષિણો વાણીને વરસાદ વરસાવી, ધર્મરૂપી ૯૫તરૂને નવપલ્લવિત બનાવ્યું. ગૌતમાદિ ગણધરોએ તેમાંથી બુદ્ધિરૂપી સ્વયંભૂરમણ સમુદ્રો ભરી લીધા, અને દ્વાદશાંગીરૂપી: બાર મહાનદીઓ ભવ્ય પ્રાણીઓની ધર્મપિપાસાને શાંત કરવા વહેતી મૂકી. પ્રભુ મહાવીરસ્વામીની વિધમાનતામાં જ નવ ગણધર નિર્વાણ પામ્યા હતા. ફકત પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી (ઇદ્રભૂતિ) અને પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીની જ વિધમાનતા હતી. આ બેમાં દીર્ધાયુષ્યવાન શ્રી સુધર્માસ્વામી હોવાથી ગ૭ વગેરેને સર્વ ભાર તેમને શિરે હતું. એટલે ભાવી પ્રજા માટે દ્વાદશાંગી તેમની જ કાયમ રહી. શમણુ ભગવાન મહાવીરના નિર્વાણ બાદ વીશ વર્ષે શ્રી સુધર્માસ્વામી મુકિતમહેલમાં પધાર્યા. તેમને વારસી શ્રી અંબૂસ્વામીને સંપા. તેઓ વીરનિર્વાણ બાદ ૬૪ વર્ષે મેક્ષમાં પધાર્યા, કે તરતજ “મન:પર્યવજ્ઞાન, પરમાવધિ, પુલાલબ્ધિ, આહારક શરીર, ક્ષપકશ્રેણિ, ઉપશમણિ, જિનકલ્પ, પરિહાર વિશુદ્ધિ સૂમસં૫રાય, યથાખ્યાત ચારિત્ર, કેવલજ્ઞાન અને મેક્ષગમન; આ બાર વસ્તુઓને ભરતક્ષેત્રમાં વિચ્છેદ થયે. એમને વોરસે શ્રી પ્રભવસ્વામીને સંપાયો. તેમને વારસે (દશવૈકાલિક સૂત્રના કત્તાં ) શ્રી સયંભવસૂરિને સંપા. તેમને વાર શ્રી યશોભદ્રસૂરિને સોંપાય. તેમને વારસો શ્રતકેવલી ભગવાન ભદ્રબાહસ્વામીને સોંપાય. તેમણે અનેક ગ્રંથ પર નિયુકિતઓ રચી. તે સિવાય, વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કંધ, બહતા કલ્પ, કલ્પસૂર, વગેરે અનેક ગ્રંથો રચ્યા. તેઓ વીરા, ૧૭૦ વર્ષે દેવલોક ગયા. તેમને વારસે થરમ ચતુર્દશપૂર્વધર સ્થવિર ભૂલીભદ્રજી મહારાજ ને સોંપાયે.તેઓ વીરા, ૨૧૮ (૨૧૫)માં દેવલોકે સિડાવ્યા. તેમના સ્વર્ગારોહણ બાદ છેલ્લા ચાર પૂવ (કલ્યાણપૂર્વ, પ્રાણુવાયપૂર્વ, ક્રિયાવિશાલપૂર્વ અને લેકબિન્દુસારપૂર્વ), સમચતુરસ્ત્ર સંસ્થાન, વજષભનારાચ સંધયણ અને મહાપ્રાણધ્યાન વિચ્છેદ પામ્યાં. તેમને વારસો વિધમાન દર્શપૂર્વધર આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તિીજીને સોંપાયે. ૫. ૧ આચારાંગ, ૨ સૂયગડાંગ (સૂત્રકૃતાંગ ), ૩ ઠાણાંગ, ૪ સમવાયાંગ, ૫ વ્યાખ્યા જ્ઞપ્તિ (ભગવતી), ૬ જ્ઞાતાધર્મ કથા, ૭ ઉપાસદશાંગ, ૮ અંતગડ (અંતકૃદશાંગ), ૯ અણ રાવવાઈ દશાંગ ( અનુત્તરપપાતિકદશાંગ), ૧૦ પ્રશ્નવ્યાકરણ, ૧૧ વિપાકસૂત્ર અને ૧૨ દ્રષ્ટિવાદ, ६ तित्थं च सुहम्माओ निरवञ्चा गणहरा सेसा। -व्याख्याप्रज्ञप्तिवृत्ति । ૭ “ વીરાત્ બીજી સદીમાં નંદરાજાના સમયમાં દેશમાં (મગજમાં?) એક સમયે ઉપરાઉપરી બાર વર્ષને મહાભીષણ દુકાળ પડતાં સંધને નિર્વાહ મુશ્કેલ થતાં કંઠસ્થ રહેલું ધમ સાહિત્ય લુપ્ત થવાને ભય થતાં, સુકાળ આવ્યે મગધમાં-પ્રાયઃ પાટલીપુત્ર (પટણ)માં સંધ ભેગા થયે ને જે જે યાદ હતું તે બધું એકત્રિત કર્યું આનું નામ મગધ-( પાટલીપુત્ર ) પરિષદૂ કહીએ તે ચાલે. આચારાંગ આદિ ૧ અંગે સંધાયાં અને બારમુ દ્રષ્ટિવાદ નામનું અંગ નાશ થયા જેવુ' લગભગ હતું, અને માત્ર આર્યભદ્રબાહુ જ તે વખતે ૧૪ પૂર્વધર હતા. www.jainelibrary For Private & Personal Use Only lain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy