SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૨]. શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ ૨૩ દેવાનંદસૂરિ તેઓ જયદેવસૂરિની પાટે થયા. તેમને વિશેષ પરિચય નથી મળતું. વીરવંશાવલિમાં લખ્યું છે કે “પશ્ચિમ દિશામાં દેવકીપત્તનમાં (પ્રભાસ પાટણ સંભવે છે) સં. ૫૮૫માં ૧૯ પાર્શ્વ પ્રભુનું બિંબ સ્થાપ્યું અને ૫૭૨ માં૧૯ કચ્છમાં સુથરી ગામમાં જન અને શૈવે વચ્ચે વાદવિવાદ થયે ” ઉ. ધર્મસાગરજી તપગચ્છ પઢાવલીમાં લખે છે કે “ વીર નિ, સં ૮૪૫માં વલભીભંગ થયે, ૮૮૨માં ચિયવાસીઓ થયા અને ૮૮૬માં બ્રહ્મદીપિકા શાળા નીકળી.” ૨૪ વિક્રમસૂરિ વીર નિ. સં. ની દશમી સદીના પ્રારંભના આ આચાર્ય દેવાનંદસૂરિની પાટે થયા. તેમણે ગુજરાતમાં સરસ્વતી નદીના કિનારે ખરસડી ગામમાં બે માસના ચોવિહારા ઉપવાસ કર્યા જેથી સરસ્વતી દેવીએ પ્રસન્ન થઈ નમસ્કાર કર્યા અને ઘણાં વર્ષથી સુકાયેલું પીપળાનું ઝાડ નવવિકસિત થયું. આથી સૂરિજીની બહુ ખ્યાતિ થઇ. ધાન્ધારક્ષેત્રમાં વિચરી સૂરિએ ત્યાંના પરમાર ક્ષત્રીઓને પ્રતિબોધ્યા હતા. ૨૫ નરસિંહસૂરિ વીર નિ. સં. ની દસમી સદીના મધ્યમાં તેઓ વિક્રમરિની પાટે થયા. તેમણે, ઉમર ગઢમાં પુહકર (પુષ્કર)ના તળાવના કાંઠે ભાદા પ્રમુખ નગરમાં નવરાત્રિમાં વ્યંતર યક્ષ જે પાડાને ભોગ લેતે તે ઉપદેશથી બંધ કરાવ્યું. લખ્યું છે કે नरसिंहमूरिरासीदतोऽखिलग्रंथपारगो येन । यक्षो नरसिंहपुरे मांसरतिं त्याजितः स्वगिरा ॥१॥ ૨૭ સમુદ્રસૂરિ તેઓ નરસિંહરિની પાટે થયા. તે મેવાડ દેશમાંના કુંભલમેરના ખેમાણુ જાતના ક્ષત્રિય હતા. તેમણે અણહીલપત્તન, બાડમેર, કોટડા વગેરેમાં વિચરી શાસનપ્રભાવના કરી હતી, ચામુંડાદેવીને પ્રતિબધી હતી અને એક દિગંબર પંડિત (આચાર્ય ને વાદમાં જી હતા. વીરવંશાવલીકાર તેમના સમયના કેટલાક મહત્ત્વના પ્રસંગે વર્ણવે છે : વિ. સં. પર૫ વીર વિ. સં. ૮૯૫માં યુગપ્રધાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ થયા, જેમણે ધ્યાનશતક આદિ ગ્રંથે બનાવ્યા છે. વિશેષાવશ્યક ભાષ્ય પણ તેમનું જ રચેલું છું. યુગપ્રધાન પટ્ટાવલીઓ પ્રમાણે તે તેઓ વીર વિ. સં. ૧૯૫૫ થી ૧૧૧૫ (વિ. સં. ૫૮૫ થી ૬૪૫) સુધીમાં થયા છે. વિ. સં. પર૩–વીર વિ. સં. ૯૮૩માં કાલિકાચાર્ય થયા, જેમણે પાંચમની ચેક કરી અને સભા સમક્ષ કરંપસૂત્ર વાંચવું શરૂ કર્યું. વીરવંશાવલીકારે આ સમયમાં મતભેદ ૧૯ આ ત્રણે સંવતમાં હેરફેર છે, કયો સંવત્ લે તે સમજાતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy