SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અંકે ૧-૨] ગુરુ-૧રપરા [૧] તેથી જિનાનંદસરિ ૧.રૂચ છોડી વલભીમાં રહેતા હતા. પિતાના ત્રણે પુત્ર સાથે દુર્લભદેવીએ તેમની પાસે દીક્ષા લીધી હતી. મલિ બહુ બુદ્ધિશાળી હતા. તેણે નયચકે નામને દસ હજાર બ્રક પ્રમાણુ ગ્રંથ બનાવ્યું છે. મેગ્યતા જોઈ ગુરૂએ તેને આચાર્ય બનાવ્યો. તેના મોટાભાઇ જિનયરો પ્રમાણ ગ્રંથ રચે અને વિદ્વાન્ત વિદ્યાધર વ્યાકરણ ઉપર ન્યાસ ર. યક્ષે અષ્ટાંક નિમિત્ત યક્ષસંહિતા ગ્રંથ રચ્યું. પિતાના ગુરૂને બૌદ્ધાથાયૅ કરેલ પરાભવ જાણીને ભલ્લસૂરિ ભરૂચમાં ગયા અને તેને હરાવી આદર પૂર્વક ગુરૂને ભરૂચમાં પ્રવેશ કરાવ્યું. આ પછી તેઓ મત્સ્યવાદી તરીકે ખ્યાત થયા. તેમણે બીજે પદ્મચરિત નામક જૈન રામાયણ ગ્રંથ રચ્યો છે. વિશેષ માટે “પ્રભાવ ચરિત્ર' “ચતુવિંશતિ પ્રબંધ' વગેરે ગ્રંથે જોવા. ૨૧ વીરસૂરિ તેઓ માનતું ગરિની પાટે થયા. તેમણે વીરનિ. સં. ૭૭૦ (૮૭૦ જોઈએ)માં નાગપુરમાં નમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી તેને ઉલ્લેખ આ પ્રમાણે મળે છેઃ नागपुरे नमिभवनप्रतिष्ठया महितपाणिसौभाग्य । अभवद् वीराचार्यस्त्रिभि: शतैः साधिकै राज्ञः ॥ १ ॥ વીરવંશાવલીકાર લખે છે કે તેમના સમયમાં વીર વિ. સં. ૮૪૫માં વલભીભંગ થશે. આ રીતે તેઓ વીરનિ. સં. ની નવમી સદીમાં વિદ્યમાન હતા. આ સિવાય તેમને વિશેષ પરિચય નથી મળતા. “પ્રભાવક ચરિત્ર'માં બે વીરસૂરિને પરિચય મળે છે પણ તે બીજા છે. એક વીરગણિ છે અને બીજા વીરઆચાર્ય છે. પ્રભાવક ચરિત્રમાં જે પરિચય છે તે સંક્ષેપમાં આ છે: ભિન્નમાલમાં શિવના પિતાને ત્યાં પૂણલતાથી તેઓ જમ્યા હતા. તેમનું નામ વીરચંદ્ર હતું. તે સાત કન્યાઓને પરાયા હતા. તેમણે વિમલ ગણી પાસે દીક્ષા લીધી હતી અને વલભીનાથ નામે વ્યંતરને પ્રતિબધી શાંત કર્યો હતો. તે યક્ષની મદદથી અષ્ટાપદની યાત્રા કરી હતી, અને તેના સ્મરણ રૂપે ત્યાંથી ચેખા લાવ્યા હતા જે પાટણમાં, પાટણના ભંગ સુધી, અષ્ટાપદની સ્થાપના રૂપે પૂજતા હતા. તેમને જન્મ વીર નિ. સં. ૮૩૮માં, દીક્ષા ૯૮૦માં અને સ્વર્ગાર ૯૯૧માં થયું હતું. આ વરસૂરિ અને પટ્ટપરંપરામાંના વીરસુરિમાં લગભગ ૧૦૦ વર્ષનું અંતર છે. આ સિવાય એક બીજા વીરાચાર્યને પરિચય પ્રભાવક ચરિત્રમાં છે પણ તે તે સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હોવાથી તેમને પરિચય અહીં નથી આપ્યું. તેઓ મહામાભાવિક હતા અને બે રાજાઓને પ્રતિબંધ્યા હતા તથા વાદીઓને છતી જૈનશાસનનું ગૌરવ વધાર્યું હતું. ૨૨ જયદેવસૂરિ વરસરિની પાટે વીર વિ. સં. ની નવમી સદીમાં તેઓ થયા. તેમને વિશેષ પરિચય નથી મળતે. વોર વંશાવળીમાં લખ્યું છે કે “રણુતભમરમાં ગિરિશંગે એ પ૭રમાં ૧૯ પપ્રભબિંબની પ્રતિષ્ઠા કરાવી અને પદ્માવતી દેવીની મૂર્તિ સ્થાપી તેમજ વેચી (મરૂ ધર)માં વિચરી ભાટી ક્ષત્રિઓને જૈન બનાવ્યા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy