SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] ગુરૂ-૫રં૫રા [૧૯] તીર્થધામ તક્ષશિલા બન્યું હતું. એનું ગૌરવ ઘટતાં તે બૌદ્ધોના હાથમાં ગયું. બૌધ્ધ પણ તેને ચંદ્રપ્રભુના બોધિસત્વ તરીકે ગણુતા હતા. આજે પણ એ તક્ષશિલા પુરાતત્ત્વ પ્રેમીઓ માટે તીર્થધામ તુલ્ય ગણાય છે. માનદેવસૂરિ વીર નિ સં૦ ની આઠમી સદીના અંતમાં સ્વર્ગવાસી થયા હોય એમ સંભવે છે. જો કે અન્યત્ર વીર નિસં. ૭૩૧ માં સ્વર્ગ થયાનું લખ્યું છે પણ એ ઠીક નથી. તેઓ ગિરનાર ઉપર અનશન કરી સ્વર્ગે ગયા હતા. વીરવંશાવલીના ઉલ્લેખ પ્રમાણે તેમણે ઉચ્ચાનાગર (તક્ષશિલને એક ભાગ ), ડેરાગાજીખાન, ડેરાઉલ વગેરે સ્થળોમાં ઘણા સેઢા રાજકુમારને પ્રતિબધી એસવાલ બનાવ્યા હતા. ૨૦ માનતુંગસૂરિ માનદેવસૂરિની પાટે આ મહામાભાવિક આચાર્ય થયા. રાજા ભેજની રાજસભામાં મયૂર અને બાણુ પંડિતના વાદવિવાદ વખતે જિનશાસનનું ગૌરવ વધારવા માટે તેમણે ભકતામર સ્તોત્ર' રચ્યું હતું. આ સ્તોત્ર બહુ પ્રાભાવિક મનાય છે. અને અત્યારે પણ મળે છે. એમાં અનેક મં ગેપવેલા હોવાથી તે શ્વેતાંબરાચાર્ય કૃત હોવા છતાં દિગંબરે પણ તેને બહુ ભકિતથી માને છે. આ ઉપરાંત તેમણે પાર્શ્વપ્રભુની સ્તુતિરૂપ “નમિણુ” (ભયહાર ) સ્તોત્ર રચ્યું છે. તેઓ મહામંત્રવાદી અને ચમત્કારિક હતા. પ્રભાવક ચરિત્ર'માં જિનસિંહસ રિના શિષ્ય માનતુંગ રિને બનારસના રહેનાર અને ધનદેવ શેઠના પુત્રતરીકે ઓળખાવ્યા છે. તેમણે પ્રથમ ચારકીર્તિ નામક દિગંબર મુનિ પાસે દીક્ષા લીધી હતી અને તેમનું નામ મહાકીતિ હતું. પાછળથી પિતાની બહેનના ઉપદેશથી તેમણે જિનસિંહસૂરિ પાસે શ્વેતાંબરીય દીક્ષા લીધી અને તેમનું નામ માનતુંગસરિ પડયું. તેમણે બનારસના રાજા હર્ષદેવની સભામાં મયૂર અને બાણ પંડિતની સામે જિનશાસનની પ્રભાવના માટે ભકતામર સ્તોત્ર બનાવ્યું હતું, તથા ભયહર સ્તોત્ર પણ તેમણે રચ્યું હતું. નામ સામ્યથી આ બન્ને ઘટનાઓ એકમેક થઈ ગઈ હોય એમ સંભવે છે. ઈતિહાસપ્રેમી વિદ્વાન મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજી આ સંબધી ચર્ચા કરીને લખે છે કે: પટ્ટાવવિના માનતુ ગસૂરિ જુદા છે કે જેઓ વીર નિસં. ૮૨૬ આસપાસ થયા છે. એટલે કે વિક્રમ સં૦ ૩૫૬ ની આસપાસને સમય આવે છે. જ્યારે બીજા માનતુંગસૂરિ તે વિક્રમની સાતમી શતાબ્દીમાં થયા હોય એમ સંભવે છે. રાજા હર્ષ પણ એ સમયને વિક્રમ સં૦ ૬૬ ૩ થી ૭૦૪ ને છે તથા વૃદ્ધ ભજનો સમય પણ વિક્રમને સાતમો ૧૮ આ બને તેત્રની રચના આ માનતુંગસૂરિજીએ કરી છે તે માટે હીરસૌભાગ્યકાર એ કાવ્યના ચોથા સર્ગમાં આ પ્રમાણે લખે છે: भक्तामराहवस्तवनेन सूरिभंज योऽङ्गान्निगडानशेषान् । प्रवर्तितामन्दमदोदयेन गंभीरवेदीव करी धरेंदोः ॥७६ ॥ भयादिमेनाथहरस्तवेन यो दुष्टदेवादिकृतोपसर्गान् । श्रीभद्रबाहुः स्वकृतोपसर्गहरस्तवेनेव जहार संघात् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy