SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક વિક્રમની અગિયારમી સદીમાં થયેલ શાંતિસૂરિ, બારમી સદીમાં થયેલા અભયદેવસૂરિ અને ત્યાર પછીના પણ ઘણા આચાર્યોએ પિતાના ગ્રંથમાં ચંદ્રકુળને ઉલ્લેખ કર્યો છે. આ રીતે ચારે શિષ્યનાં નામ ઉપરથી થયેલાં ચારે કુળો બહુ જ પ્રસિદ્ધ હતાં અને છેવટે ગચ્છરૂપે કહેવાયાં છે. (‘પ્રભાવક ચરિત્ર પર્યાલોચનાના આધારે ) આ રીતે નાગેન્દ્ર ગચ્છમાં વનરાજ પ્રતિબંધક શિલગુસૂરિજી, મહામાત્ય વસ્તુપાળ તેજપાળના ગુરૂ વિજયસેનસૂરિ, સ્યાદ્વાદમજરીના કર્તા મલિષેણસૂરિજી વગેરે થયા છે એમ તેમના ગ્રંથમાં મળે છે. નવાંગવૃત્તિકર અભયદેરસૂરિજી પણ પિતાને ચંદ્રકુળના લખે છે. દેણાચાર્યજી પિતાને નિવૃત કુળના જણાવે છે, અને નાગહસ્તિસૂરિ, વૃદ્ધવાદીસૂરિ, સિદ્ધસેન દિવાકર, પાદલિપ્તસૂરિ વગેરે વિદ્યાધર ગચ્છમાં થયા છે એમ લખે છે. ( ‘તપગચ્છ અમણુ વંશવૃક્ષ ના આધારે ) તેમના સમયમાં અર્થાતુ વીર નિ. સં. ૧૦૯માં દિગંબર મત નીકળે. દિગંબર ગ્રંથમાં વેતાંબર દિગંબર ભેદા વીર નિ. સ. ૬૯ માં પડયાને ઉલ્લેખ છે. આ અંતર કંઇ વિશેષ મહત્વનું ન ગણાય. વીરવંશાવલી કારે તે લખ્યું છે કે “ જિનમાર્ગથી વિપરીત ૭૦૦ બોલેની પ્રરૂપણા કરી કર્ણાટક દેશમાં દિગંબરમત સ્થાપે ” આ આઠમાં નિઃનવ તરીકે પ્રસિદ્ધ થયે, વીરવંશાવેલી કારના લખવા પ્રમાણે વીર નિ. સં. ૫૭૦-૭૮ માં શત્રુ જયને ઉદ્ધાર કરનાર નવડશાહે વીરનિ. સં. ૬૨૦માં ગિરનાર તીર્થને પણ જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. આ વસેનસૂરિજીએ શત્રુ જય ઉપર (વડ) યક્ષની રક્ષકદેવ તરીકે સ્થાપના કરી હતી. જે અત્યારે પણ વિદ્યમાન છે. વિશેષ વીરવંશાવલીમાંથી જેવું. આ રીતે વજસેનસૂરિ એક મહાકાભાવિક આચાર્ય થયા. ૧૫ ચંદ્રસૂરિ સોપારક નગરમાં જિનદત શેને ત્યાં ઈશ્વરદેવીથી તેમને જન્મ થયું હતું, વજામીના સમયની બીજી બાર દુકાળીમાં તેમણે માતાપિતા અને બીજા પણ ભાઇઓ સાથે વાસેનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. બીજા ભાઈઓ કરતાં તેઓ વધારે પ્રાભાવિક હતા અને તેથી તેમને ગ૭ વૃદ્ધિ પામ્યું હતું. વીર નિ. સં. ૬૩૦માં ચંદ્ર ગચ્છની સ્થાપના થઈ ત્યારથી કોટિક ગ૭ના બદલે ચંદ્રગચ્છ ખ્યાત થયું અને નિગ્રંથ ગચ્છનું ત્રીજું નામ ચંદ્રગચ્છ થયું. આ ગચ્છમાં અનેક પ્રાભાવિક આચાર્યો થયા છે. અત્યારે પણ તપગચ૭માં આ નામ મહત્ત્વનું છે. કોઈને પણ દીક્ષા આપતી વખતે એમ બેલાય છે કે કેટીગણ, વજશાખા, ચંદ્રકુળ અને તપગચ્છમાં તું અમુકને શિષ્ય થયે.' બીજા ગચ્છવાળા પણ ચંદ્રકુળને મહત્ત્વ આપે છે. વીર નિ. સં. ૧૫૦ પછી તેમનું સ્વર્ગગમન થયું હોય એમ અનુમાન થાય છે. ચંદ્રસૂરિથી ચંદ્રગચ્છ નીકળ્યા માટે “ હીસસૌભાગ્ય ” (સર્ગ ૪, . ૬૫)માં લખ્યું છે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy