SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ સારો વીર (૫૫૩} એક ૧૦-૧૧] હતાં. ત્યાં દૂરથી સાધુજીને આવતા રાણીએ જોયા. એણે સાંભળ્યું હતું કે ભાઈએ રાજપાટ અને માબાપને છોડી સાધુપણું લીધું છે. રખેને આ એ તે ન હોય, એમ સમજી, નીહાળી નિહાળીને સાધુજી સામે જોવા લાગી. યુવાન રાજા આ જોઈ ચમકયો. મારી પ્રેમગોડીના આનંદને છોડી આ સામે આવતી વ્યક્તિ સામે આટલું બધું ટીકીટીકીને જોવાનું કારણ શું? જો કે સાધુને તે આ પ્રસંગની ખબર પણ ન્હોતી. એ તે સમિતિનું પાલન કરતાં મંદ ગતિએ ચાલ્યા જતા હતા. મધ્યાહ્ન થવા આવ્યું હતું. ઉપર માથું અને નીચે પગ તપતા હતા. પરસેવેથી શરીર રેબઝેબ થઈ ગયું હતું. રાણુને લાગ્યું ચેક્સ એ જ મારે ભાઈ! મેં તે જાણ્યું જીંદગીમાં મારો વીરે મને નહિં મળે, પણ આજે એનાં દર્શન થયાં ખરાં ! એમ રાણી મનમાં બેલી ઉઠી, રાજાને રાણીની આ ચેષ્ટા ન ગમી. એ ધીમેથી હટી ગયો. રાણી તે હજી ભાઈને જ જોઈ રહી છે. એ કયાં જાય છે? મારા રાજમહેલે મને મળવા આવે છે? રાજાને લાગ્યું કે આ તો કોઈક રાણીને પ્રીતિપાત્ર લાગે છે. પીયરને કોઈક પ્રેમી હશે! એ પાપીનું તો કાટલું જ કાઢી નાંખનું જોઇએ! બિચારા રાજાની મતિ બગડી, એ ભરમા. પિતે વિષયનું પૂતળું હતો એટલે એ પરમ ત્યાગી સાધુને પણ ન ઓળખી શકો. વિષથી માણસ જગતને પિતાના ત્રાજવે જેખે છે. એણે એક નોકરને ખાનગીમાં હુકમ કર્યોઃ જો પેલો ઢગી સાધુ ચાલ્યો જાય છે, એ મહાન દંભી અને કપટનું પૂતળું છે. જા, દોડ, અને એના શરીરની ચામડી ઉખાડી લાવ! નકર દોડે સાધુજીની પાછળ ! ઘણે દૂર ગયા પછી નેકરે હીતે હીતે સાધુઓને પિતાના રાજાને હુકમ સંભળાવ્યો. નોકરને એમ તો લાગ્યું કે આ સાધુવરમાં રાજાએ કહ્યા તેવા અવગુણોને વાસ કદી સંભવતા નથી. પણ એને ખબર હતી કે જો હું દયાળુ થઈશ તે રાજા મારી ચામડી ઉખેડાવશે. રાજાના ક્રોધની એને બરાબર પિછાન હતી. રાજાશાના ઉલ્લંધનનું પરિણામ એને કંપાવતું હતું. નેકરનો હુકમ સાધુજીએ સાંભળે. સાંભળીને તેમને આનંદ થયો. વાહ, વિરતા દેખાડવાનો ખરો સમય આવ્યે છે ! ક્ષત્રિય પુત્ર ઘરને ખૂણે ન મરે ! એ તો વીરતાથી મરે! એણે ખૂબ વૈરાગ્યભાવના ભાવી! સુકૃત સંભાર્યા, દુષ્કતની નિંદા કરી. પછી એ બોલ્યા ભાઈ, આ ચામડી બહુ કઠણ છે એ ઉતરડતાં તમને ઘણું કષ્ટ થશે. આ ચામડીમાં નથી માંસ કે નથી લોહી. એકલાં હાડકાં, નસો અને આંતરડાં છે. તમને તે કાઢતાં દુઃખ થશે.” સેવક તો આ સાંભળી સ્તબ્ધ જ થઈ ગયું. તેણે રાજ હુકમ બજાવ્યું. સાધુજી તે શાંતિના સાગરમાં લીન થયા હતા. એમની વીરતા અને ધીરતા બતાવવાનો આજનો દિવસ પરમ ઉત્કૃષ્ટ હતા. દીક્ષા લેતાં પહેલાં માતપિતાને કહેલાં વચને સંભાયાં. આજે એવું અપૂર્વ વિર્ય ફરવું કે ફરીથી ભારે જન્મ ન લેવું પડે–મારો જન્મ મરણને ફેર સદા માટે ટળી જાય. રાજસેવક ચડચડચડ ચામડી ઉતારતો હતો તેમ તેમ એ સાધુજી સમતાના રસમાં ભગ્ન થતા હતા. છેવટે એ શુકલ ધ્યાનની શ્રેણીએ ચઢયા. બધી ચામડી ઉતરડી જાય | Jain Educatતે પહેલાં જ તેમણે વીરતાથી કર્મલ કાપી નાંખ્યાં, એટલે એમને પરમતિ પ્રગટી www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy