SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ એક ૧૦-૧૧] સાસુ-વહુનાં મંદિરે [૫૪૫ ] પૂર્વે દરેક ગોખલામાં પ્રભુની મૂર્તિ હતી. વિશેષતાની વાત એ છે કે મંદિરમાં મુસલમાનની મજીદના જેવા બે મીનારાઓ છે, જેને લઈને જ આ મંદિર મુસલમાનના હાથમાંથી બચ્યું હોય એમ સહેજે કલ્પના થઈ શકે છે. કારણ કે-એ જ કાવીમાં જેનેતરોનાં ૧૦૮ શિવમંદિર હતાં, કે જેને મહમદ બેગડાએ તેડી-ફોડી ખેદાનમેદાન કરી નાખ્યાં. અત્યારે તે સ્થળે ખંડિયેર જેવાં પડેલાં છે. આટલા ઉપરથી એમ જણાઈ આવે છે કે પૂર્વે આ નગરી ઘણી જ વિશાલ હેવી જોઈએ. લેકની વસ્તી પણ ઘણું જ હેવી જોઈએ. સમૃદ્ધિવાન પણ અવશ્ય હશે. આ જિન–મંદિર પૂર્વ-પશ્ચિમ ૯૦ ફુટ તથા ઉત્તર-દક્ષિણ ૧૧ ફુટ છે. મંદિરના બહારના ભાગમાં રાયણ વૃક્ષ છે, તેની નીચે આદીશ્વર ભગવાનનાં પગલાં છે. “રત્નતિવાણા” વહુએ બંધાવેલા જિન-મંદિર તરીકે મશહૂર છે. તેમાં મૂળ નાયક શ્રી ધર્મનાથ ભગવંતની મૂર્તિ છે. એ દહેરાસરમાં પણું શીલાલેખ છે. તેમાં વિ. સં. ૧૬૫૪માં આ દહેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે. દહેરાસર શિખર અને બાવન જિનાલયથી સુશોભિત છે. બાવને બાવન દેરીઓ વિધમાન છે અને તેમાં ઘણી પ્રાચીન મૂર્તિઓ પણ છે. મૂલ જિનાલયની વિ. સં. ૧૬૫૪ના શ્રાવણ શુદ ૮ શનિવારના શુભ દિને વિજયસેનસૂરીશ્વરજીના હસ્તે પ્રતિષ્ઠા થયેલી છે. ઐતિહાસિક પ્રવાદઃ ગુણવંતી ગુજરાતના ગૌરવસમા વડનગર (વટનગર)ના રહીશ દેપાલ નામના ગાંધીના વંશમાં ઉત્પન્ન થયેલા ધર્મચુસ્ત બાડુક અને અલુઆ ગાંધી કુટુંબ સહિત કાવી નગરમાં યાત્રાર્થે પધાર્યા. તે સમયે કાપીની ઘણી જાહોજલાલી હતી. નગરી તરીકે તેની પ્રસિદ્ધિ સારી હતી. લેક વર્ગની વસ્તી પણ સારા પ્રમાણમાં હતી. બધાએ શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિનાં ભાવપૂર્વક દર્શન કર્યા. ઘણું જ ઠાઠમાઠપૂર્વક પ્રભુની પૂજા કરી. મંદિર ઘણું જ જીર્ણ થઈ ગયેલું જોઈ તેને બહાર કરાવવાની ભાવના થઈ. તે સમયે તપગચ્છનાયક શ્રી વિજયસેનસૂરીશ્વરજી પણ પરિવાર સહિત ત્યાં બિરાજમાન હતા. તે સમયને લાભ લઈ બાહુઆ ગાંધીની પત્ની હીરાબાઈએ લાખે રૂપિયાના ખરચે ગગનચુંબી એક ભવ્ય પ્રાસાદ બંધાવી સં. ૧૬૪૯ના માગસર સુદિ ૧૩ને રોજ શ્રી ઋષભદેવ વિભુની મૂર્તિ સ્થાપના કરી. અને તે જ સૂરીશ્વરજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. તે પ્રાસાદ “સર્વજિતર પ્રાસાદ” એ નામથી પ્રસિદ્ધ થયે. ૨-“બી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત સવિસ્તાર નામાવતિ"માં પ૦ ૮માં નીચે પ્રમાણે છે – “કાવી તીર્થને ઋષભપ્રાસાદ-આ જબુસર પાસેના અને ખંભાત બંદરની સામે તીર ઉપરના કાવી તીર્થમાં વડનગરા નાગર બ્રાહ્મણ બાહુઆ ગંગાધર જેનધર્મ સ્વીકારીને શ્રી ગષણને પ્રાસાદ સં. ૧૬૪૯ના માગશીર્ષ સુદ ૧૩ સોમવારે બંધાવે, તેના લેખનું અક્ષરાતર છે. એમાં જણાવે છે કે ખંભાત (તંભતીર્થ-વંબાવતી)માં વડનગરા નાગર બ્રાહમણો વસતા હતા તેઓ ધનાઢય અને ધર્મશીલ હતા. તેમની વધુ શાખાના ભદ્રગોત્ર એક સુધર્મશીલ છાલ ગાંધી દેપાવ હતું, તેને પુત્ર અલ આ ધારન, તેને પુત્ર (નામ લેખમાં ઉતારવું કહી ભૂલો છે), સાથે તેની ધમશીલ પત્ની લાલિબથી બાહઆ ગંગાધર નામને પુત્ર થશે. તેણે પોતાના બાહુબલથી વિત્ત સંપાદન કીધું હતું. તે યે, ઔદાર્ય આદિ ગુણોથી યુકત અને Jain Education વ્યવહારિગણમાં મુખ્ય હતું. તેને ત્રણ પુત્ર હતા તેમાં મે પુત્ર અરજી, તે બાહઆ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy