SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૧૦-૧૧] ફલધિ તીના ઇતિહાસ [ ૫૩૩ ] વાચકા સમજી શકશે કે લેખાંક ૮૭૦ ના શિલાલેખ મુજબ ૧૨૨૧ પહેલાં ફલેધિપાનાથજીનું ચૈત્ય વિદ્યમાન હતું જ. આ શિલાલેખી પ્રમાણુ એવું અકાટવ છે કે જેને વિરોધ કે જેની ઉપેક્ષા કાઈથી થઈ શકે એમ જ નથી, અર્થાત ૧૨૨૧ પહેલાં શ્રી પાર્શ્વનાથ ચૈત્ય લેાધીમાં વિદ્યમાન હતું એ નિર્વિવાદ સિદ્ધ થાય છે. ઉપર્યુÖકત બધાં પ્રમાણેાની વિરૂદ્ધમાં જાય એવું એક પ્રમાણુ શ્રીયુત ભવરલાલજી નાહટાએ પોતાને ઉપલબ્ધ ગુવાવલીના આધારે રજુ કર્યુ છે. તેઓ લખે છે કે શ્રી જિનપતિસૂરિજીએ सं. १२३४ फलवर्धिकायां विधिचैत्ये पार्श्वनाथः સ્થાપિતઃ '' તેઓ પેાતાના આ પ્રમાણ ઉપર વધુ લખતાં "6 જણાવે છે કેઃ— अब यह मिस्सन्देह प्रमाणित हो जाता है कि पार्श्वनाथ भगवानकी प्रतिष्ठा सं. १२३४ में खरतरगच्छाचार्य श्री जिनपतिस्रुरिजीने તીથી.” પરન્તુ વાચકેએ જોયેલાં ત્રણ ગ્રંથકારાનાં અને ૧૨૨૧ ના શિલાલેખના આધારે શ્રીયુત નાહટાજીનુ લખાણ અપ્રમાણિત લાગે છે. ૧૨૨૧ ના શિલાલેખની ઉપેક્ષા તા કાઈ રીતે થઇ શકે એમ જ નથી. જ્યારે ૧૨૨૧ ને શિલેખ આપણને સાફ કહે છે કે ૧૨૨૧ પહેલાં લેાધીમાં શ્રી પાર્શ્વનાથ ચૈત્ય હતું જ ત્યારે ૧૩૪ માં પ્રતિષ્ઠા થયાનું માની જ કેમ શકાય ? ગ્રંથકારામાં પુરાતન પ્રબંધ સ ંગ્રહકાર સૌથી પ્રાચીન લેખક છે. અને તેમના જ કથનને ઉપદેશતરંગિણીકાર પૂરેપૂરી પુષ્ટિ આપે છે. અને વિવિધ તીર્થ કલ્પકાર કે જેઓ પુરાતન પ્રબંધ–સંગ્રહકાર પછીના અને ખાસ ખરતગચ્છના જ વિદ્વાન આચાર્ય છે તે શા માટે પોતાનાજ માનનીય આચાર્યને ફલેધી તીર્થોના પ્રતિષ્ઠાપક નથી જણુ’ વતા એ એક સમસ્યા છે. ' વિવિધ તીર્થંકલ્પમાં ‘ કન્યાયનીય મહાવીર કલ્પ છે તેની પ્રતિષ્ઠા ખરતર ગચ્છીય આચાર્ય શ્રીજિનપતિસૂરિજીએ કરી છે. તેનું સૂચન કરતાં શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કેઃ— " बारहसयतित्तीसे विक्कमवरिसे (१२३३) आसाढ सुद्ध दसमी गुरुदिवसे सिरि जिणवइस्ररिहिं अम्हच्चेय पूव्वायरिपहिं पइट्ठिय। " અર્થાત્ વિ. સં. ૧૨૩૩ માં અમારા પૂર્વાચાર્ય શ્રીજિનપતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.” વાચક આમાં ગ્રંથકારે લખેલ ચોકકસ સંવત સાથે કલાધિ તીર્થંકલ્પમાં જણાવેલા સવતની તુલના કરી લ્યે તે સૂચના અસ્થાને નથી. બીજાં શ્રી જિનપતિસૂરિજી મહારાજ ખરતરગચ્છના છે અને શ્રી જિનપ્રભસૂરિજી પણ ખરતરગચ્છના જ છે એટલે જિનપતિસૂરિજીને ‘અમારા પૂર્વાચાર્ય” તરીકેનું ગૌરવભર્યું માન આપે છે. આટલું છતાંય લીધી તીર્થંકલ્પમાં પોતાના એ જ પૂર્વાચા'ને કેમ યાદ નથી કરતા? ૧૧૩૩ના પોતાના પૂર્વાચાયના કાને માનભેર યાદ કરનાર શ્રી જિનપ્રભસૂરિજી ૧૨૩૪ના તેમના કાને ભૂલી જાય એ કાષ્ઠ રીતે સ ંભવિત જ નથી. એટલે શ્રી જિનપ્રભસૂરિજી મહારાજની માન્યતા મુજબ નિસન્દેહ સિદ્ધ થાય છે કે શ્રી જિનપતિસૂરિજી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy