SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર–માહાભ્ય લેખક:-શ્રીયુત સુરચંદ પુરશોત્તમદાસ બદામી. એમ. એ. એલ એલ. બી. રિટાયર્ડ એ. કે. જજ (કમાંક ૪૪થી ચાલુ) હવે ચોથા ઉપાધ્યાય મહારાજ વિષે વિચારણા ચલાવીએ. પ્રાકૃત ભાષામાં એને ઉવઝાય એ શબ્દથી દર્શાવવામાં આવે છે. એ શબ્દને એકાક્ષરી નિર્યુક્તિ પ્રમાણે અર્થ કરતાં “ઉ” અક્ષરને અર્થ ઉપયોગ કરવો એવો થાય છે, અને જકા” અક્ષર ધ્યાનના અર્થમાં વપરાય છે. આથી “ઉજઝા” એટલે ઉપયોગપૂર્વક ધ્યાન કરનારા એ થાય છે. એ “ઉજઝા' શબ્દ ઉવજ્ઝાય શબ્દનું બીજું રૂપ છે. એને અપભ્રંશ થઈને “ઓઝા” એવો શબ્દ પણ આપણે સાંભળવામાં આવે છે. “ઓઝા ” શબ્દને પણ વિશેષ અપભ્રંશ થઈને “ઝા' શબ્દ બોલાય છે. જેમ કે શશિનાથ ઝા. ઉવજઝાવ’ શબ્દના “ઉજઝા' રૂપને આ અર્થ કહ્યો. પણ એ શબ્દમાં “વ” અક્ષર કાયમ રાખીને પણ એકાક્ષરી નિર્યુક્તિથી અર્થ કરવામાં આવે છે અને તેમાં જણાવવામાં આવે છે કે ઉગગપૂર્વક પા૫ વર્જનથી ધ્યાનમાં આરહણ કરીને કર્મોની એસક્કણું એટલે અપનયન-દૂર કરવાપણું જેઓ કરે છે તેને “ઉવજ્ઝાય' અથવા “ઉપાધ્યાય' કહે છે. ઉપાધ્યાય શબ્દના, સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે જુદા જુદા નીચે જણાવેલા અર્થે પણ થઈ શકે છે (૧) “ઉપાધ્યાય માં બે શબ્દો છે-ઉપ અને અધ્યાય. “ઉપ' એટલે સમીપ આવીને, “અધ્યાય' એટલે અધ્યયન કરવું (“ઈ ધાતુ અધ્યયન અર્થમાં વપરાય છે). એથી આખા શબ્દને અર્થ, જેઓની પાસે જઈને સૂત્રાત્મક જિન શાસ્ત્રનું અધ્યયન કરાય તે, એ થઈ શકે છે; (૨) “ઈ” ધાતુ ગતિ અર્થમાં પણ વપરાય છે. તેને “અધિ” એવો ઉપસર્ગ લાગવાથી જેમની પાસેથી જિન પ્રવચન અધિગત એટલે પ્રાપ્ત કરાય તે એવો થઈ શકે. (૩) “ઇ” ધાતુ સ્મરણ અર્થમાં પણ આવે છે, તે અર્થમાં અધિકપણે જેમનાથી સૂત્રથી જિન પ્રવચન સ્મરણ કરાય એવો થઈ શકે; (૪) ઉપધાન એટલે ઉપાધિ એટલે સમીપતા એમ અર્થ કરતાં જેમની સમીપતાથી કે સમીપતામાં શ્રત જ્ઞાનને “આય” એટલે લાભ થાય તે ઉપાધ્યાય એવો અર્થ પણ સમજાય; (૫) “ઉપાધિ' એટલે વિશેષણો–એ અર્થ કરતાં જેમની પાસેથી ઉપાધિને એટલે સારાં સારાં વિશેષણોને લાભ મળે એ રીતે અર્થ ઘટે; (૬) “ઉપાધિ' એટલે સંનિધિ—પાડેશ-સામીપ્ય એ અર્થ કરતાં, જેમનું સામીપ્ય ઈષ્ટ ફળરૂપ હોવાથી આય એટલે લાભ રૂપ છે એમ અર્થ થાય. અથવા જેઓનું સામીપ્ય, આય એટલે ઈષ્ટફળ તેના સમૂહને મુખ્ય હેતુ છે, એ અર્થ થઈ શકે; (૭) ઉપ એટલે ઉપહત એટલે નાશ પામ્યા છે, “આધ્યાય' એટલે મનની પીડા (આધિ) ના લાભ (આય) જેનાથી અથવા નાશ પામ્યા છે “અધી' એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy