SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૧૧) શ્રી જેને સત્ય પ્રકાશ ઉચું છે. એમની સર્વતોમુખી પ્રતિભા અને પાંડિત્ય એમના ગ્રંથોમાં સ્થાન સ્થાન ઉપર નજરે પડે છે. આટલું છતાંય આ મહાન ધર્મગુરૂમાં સાંપ્રદાયિકતાનું નામ નિશાન નથી જણાતું. એમની ઉદારતા, મહાનુભાવતા, સમવૃત્તિ અને માધ્યસ્થભાવ ભારતીય પુણ્યશ્લોક ઇતિહાસમાં એમને ઉચ્ચ આસન અપાવે છે. તેમણે સિદ્ધરાજની સભામાં અપૂર્વ માન મેળવ્યું, મહારાજ કુમારપાળને પ્રતિબોધી જૈનધની બનાવ્યું, છતાંય લેશ પણ અભિમાન ન મળે. વળી રાજસત્તા દ્વારા કદી કોઈ પણ અન્ય ધર્માવલંબી ઉપર સહેજ પણ દબાણ બતાવ્યા સિવાય જૈનધર્મની ઉન્નતિ–ઉદ્ધાર માટે તેમણે પ્રયત્ન કર્યો છે. આ સિવાય શ્રીહેમચંદ્રાચાર્યજીએ સિદ્ધરાજ અને કુમારપાલને હિંસા પરમો ધર્મ ને ઉપદેશ આપ્યો અને મેગ્ય રાજ્યધર્મ, ક્ષાત્રધર્મ સમજાવી પ્રજાનું હિત, સુખ અને ભલાઈ માટે પણ ઘણા પ્રયત્ન કર્યો છે. મહાભારત અને મનુસ્મૃતિ જેવા ગ્રંથોના આધારે રાજાઓને શિકાર શા માટે ખેલ જોઇએ એનું સ્વરૂપ સમજાવી રાજાઓને શિકારના છેદે ચઢવું ઉચિત નથી એમ બરાબર ઠસાવ્યું. શિકાર, જુગારખાનાં, દારૂનાં પીઠાં અને પ્રજાને બરબાદ કરનાર અનેક માદક ચીજો અને પ્રવૃત્તિઓ ઉપર સંપૂર્ણ અંકુશ રખાવ્યો અને વ્યભિચારને સખ્ત ગુન્હા તરીકે જાહેર કરાવ્યા. કુમારપાલને જૈનધર્મી બનાવ્યા પછી દેવીઓને અપાતાં નિર્દોષ પશુઓના બલિ બંધ કરાવ્યાં, સ્ત્રીધનની રક્ષા કરાવી, અપુત્રિયાનું ધન ન લેવાને કાયદે બંધ કરાવ્યા, અન્યાય, લાંચ માટે સખ્ત કાયદા કરાવ્યા. કોઈ પણ નિર્દોષ, નિરપરાધિ, અનાથ, દુઃખી જીવ માર્યો ન જાય, અન્યાય ન પામે એવા કાયદા કરાવ્યા. શ્રી હેમચંદ્રાચાર્યને સર્વધર્મસમભાવ આપણે પ્રથમ જણાવી ગયા તેમ તેમચંદ્રાચાર્યમાં અપૂર્વ ધર્મસમભાવ હતા. કુમારપાલને તેમણે પ્રભાસપાટણના પ્રસિદ્ધ શિવાલયને ઉદ્ધાર કરવા પ્રેર્યો. બ્રાહ્મણે અને રાજાના અત્યાગ્રહથી તેને પ્રતિષ્ઠાઉસવ સમયે સિદ્ધાચલજી, ગિરનારજી આદિની યાત્રા કરી હેમચંદ્રાચાર્ય હાજર રહ્યા અને ત્યાં સ્તુતિ કરતાં બેલ્યા यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया। वीतदोषकलुषः स चेद् भवान् एक एव भगवन् ! नमोऽस्तु ते ॥ ગમે તે સમયે, ગમે તે રીતે અને ગમે તેવા નામ વડે, જે વીતરાગ એક જ છે તે તું હે તે હે ભગવન તને મારે નમસ્કાર થાઓ. भवबीजांकुरजनना रागाद्या क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तमै॥ સંસારની પરંપરાને વધારનારા જેમના રાગ વગેરે દેશે ક્ષીણ થઈ ગયા છે એવા બ્રહ્મા, વિષ્ણુ છે, મહાદેવ છે કે જિન હે-ગમે તે હું તેમને નમસ્કાર થાઓ. આ સિવાય આખું નવું મહાદેવ સ્તોત્ર રચ્યું અને મહાદેવનું યથાર્થ સ્વરૂપ દર્શાવ્યુप्रशान्तं दर्शनं यस्य सर्वभूताभयप्रदम् । माङ्गल्यं च प्रशस्तं च शिवस्तेन विभाव्यते ॥ १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy