SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય (૫૧૫] આવ્યું. રાજાએ સેંકડે લહિયા બેસાડી પ્રથમ ત્રણ નકલે તૈયાર કરાવી અને સિદ્ધહેમ વ્યાકરણને હાથીની અંબાડીમાં પધરાવી ઉસ્તાહપૂર્વક નગરમાં ફેરવી રાજસભામાં પધરાવ્યું, અને કાકલ નામના કાયસ્થ વ્યાકરણશાસ્ત્રીને સિદ્ધહેમ વ્યાકરણને અધ્યાપક ની. આ રીતે પાણિની અને શાકટાયન, ભેજ અને સાંસ્કૃત વ્યાકરણનું સ્થાન સિહહેમે લીધું અને ગુજરાતની સમસ્ત પાઠશાળાઓમાં સિદ્ધહેમનું અધ્યન, અધ્યાપન ચાલુ થયું. રાજાએ ગુજરાત બહાર પણ એ વ્યાકરણને પુષ્કળ પ્રચાર કરાવ્યો. હેમચંદ્રાચાર્યના રથે આ સાંગોપાંગ વ્યાકરણ બનાવવા ઉપરાંત ગુજરાતના આ સરસ્વતીપુત્રે કાવ્યાનુશાસન (જેના ઉપર વિદ્વત્તાપૂર્ણ વિવેક પણ બનાવ્યું છે), અપૂર્વ એવું છે દોનુશાસન, સટીક અભિધાનચિન્તામણિ કોષ, દેશનામમાલા, વૈધનિઘંટુ, ધાતુ પારાયણ, વેગને અપુર્વ મહાન ગ્રંથ ગશાસ્ત્ર (સટીક), સંસ્કૃત અને પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્ય બનાવ્યાં. આ બે કાવ્ય ગ્રંથ ગુજરાતના સૌથી પ્રાચીન અને પ્રામાણિક ઇતિહાસનાં સાધન છે, જેમાં સેલંકી વંશને મૂલરાથી માંડી કુમારપાળ સુધીના ગુર્જરેશ્વને ઈતિહાસ રજુ કર્યો છે. ગુર્જરેશ્વરને પ્રતાપ અને વૈભવ, ગુજરાતની પરિસ્થિતિ અને ગરવી ગુજરાતનું પૂર્ણ ગૌરવ અને પ્રભુતા વાંચવાં હોય એમણે આ દ્વાશ્રય મહાકાવ્ય જરૂર અવલોકી જવું. એમાં એક અર્થે ગુર્જરેશ્વરને ઇતિહાસ છે અને બીજી તરફ સિદ્ધહેમ વ્યાકરણના પ્રયોગોની સિદ્ધિ છે એથી એનું નામ દ્વાશ્રય રાખેલું છે. આ ઉપરાંત ત્રિશષ્ટિશલાકાપુરૂષચરિત્ર જેમાં જૈનધર્મના મુખ્ય ચાવીશ તીર્થકરોનાં, ચક્રવર્તિઓનાં, વાસુદેના, પ્રતિવાસુદેવનાં, બલદેવ વગેરેનાં એતિહાસિક ચરિત્રો છે. સાથે જ સમયે સમયે જૈનધર્મના સિદ્ધાંતોનું સુંદર પ્રતિપાદનમાં કર્યું છે. આ એક અતિ સુંદર કાવ્યગ્રંથ છે. સુલલિત ભાષા, હૃદયંગમ પદ્ય રચના, અલંકાર આદિ તેની મુખ્યતા છે. પ્રમાણમીમાંસા, કાત્રિશિકા વગેરે ન્યાયગ્રંથો-પ્રકરણ પણ બનાવ્યા છે. એવે કોઈ પણ વિષય બાકી નથી રહ્યો છે જેમાં હેમચંદ્રસૂરિજીએ કલમ ન ઉઠાવી હોય, એટલું જ નહિં કિન્તુ તે તે વિષયને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. એમણે કુલ સાડાત્રણ કેડ ની રચના કરી છે એમ કહેવાય છે. ગુજરાત કે ગુજરાતની બહાર અવાવધિ કઈ એવો વિદ્વાન નથી પાક કે જેણે દરેક વિષયમાં પાંડિત્ય પૂર્વક ગ્રંથની રચના કરી હોય. અને એથી જ ભારતીય વિદ્વાન, દર્શનશાસ્ત્રીઓ, વ્યાકરણાચાર્યો, સાહિત્યવિશા રદે, પ્રખર તૈયાયિકો, મહાયોગીંદો અને તત્ત્વજ્ઞાનીઓમાં શ્રી હેમચંદ્રાચાર્યનું સ્થાન ૧ આ સિદ્ધહેમ વ્યાકરણની પ્રશંસા કરતાં તે વખતે એક વિદ્વાન કવિએ ઉચ્ચાર્યું હતું કે– भ्रातः संवृणु पाणिनिप्रलपितं कातन्त्रकथा वृथा, माकार्षीः कटु शाकटायनवचः क्षुद्रेण चान्द्रेण किम् ? । कः कण्ठाभरणादिभिर्वठरयत्यात्मानमन्यैरपि, श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥ For Private & Personal Usઈ પ્રબંધચિન્તામણિ, ૫. ૬૧).jainelibrary.org Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy