SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧. અર્ણોરાજે જન સાધુઓનું અપમાન કર્યું. કુમારપાળે તેને મેગ્ય દંડ કર્યો. (ગુ. મા. ઈ. પૃ. ૧૮૭ ટિપણું) ૨. જિનમંદિરમાં પૂજા માટે જોઈતા ઉત્તરાસંગને અંગે સાંભરના રાજા સાથે યુદ્ધ થયું. (ગુ. મા. ઇ. પૃ. ૧૯૧) ૩. સીસદણીને પ્રસંગ કલ્પિત જ છે૧, છતાં ય કલ્પનાને ખાતર સાચે માનીએ તે તેના આધારે કુમારપાળનું અંતઃપુર જૈનધર્યું હતું. (ગુ. પ્રા. ઈ. પૃ. ૧૯૩) ૪, ગુ. કુમારપાળે હેમચંદ્રાચાર્યનું અપમાન કરનાર બ્રાહ્મણને સજા પણ કરી હતી. (ગુ. મા. ઈ. પૃ. ૨૦૦) ૫. હેમચંદ્રાચાર્યની નિંદા બદલ પં. વામરાશિને દંડ કર્યો, પણ તેણે ભૂલ સુધારી લીધી એટલે વર્ષાસન બાંધી આપ્યું. (ગુ. પ્રા. ઈ. પૂ. ર૦૦) વાસ્તવિક રીતે આ દંડ સોમનાથ પાટણના પાર્શ્વ મંદિર નામે કુમારવિહારની આશાતનાના કારણે થયું હશે એમ લાગે છે. ૬. હેમચંદ્રાચાર્યનું અપમાન કરવાના કારણે સોમનાથ પાટણના સોમેશ્વર મંદિરના મહત (પૂજારી)ને બરતરફ કર્યો પરંતુ તેણે માફી માગી એટલે તેને પુનઃ અસલ સ્થાન પર સ્થાપ્યો. (ગુ. પ્રા. ઈ. પૃ. ૨૦૦). આ દરેક પ્રમાણે ગુ. કુમારપાળ ક. સઆ૦ શ્રી હેમચંદ્રસૂરિને અનન્ય ઉપાસક હતે એ વાતને પુરવાર કરે છે. ગુ. અજયપાળનું વલણ પણ કુમારપાળને પરમહંત માનવાના પક્ષમાં છે. ગુ. અજયપાળે રાજા બનતાં જ જેના પર કેર વર્તાવ્યો, જૈન મુનિઓ તથા શ્રાવકોને ઘાત કરાવ્ય, મુ. કુમારપાળે બંધાવેલ જૈન દહેરાસરે તેડી નાખ્યાં, આ વખતે સંભવતઃ પરમાર્હત કુમારપાળના નામવાલા શિલાલેખોને પણ નાશ થયો હશે. પાછળથી આભડ શ્રાવકે સીલ નામના ભાંડને ધનથી ખુશી કરી તેના મારફતે દેરસને વિનાશ થતું અટકાવ્યો. સીલે ગોઠવી રાખેલ યુક્તિ પ્રમાણે પિતાની હૈયાતીમાં પિતાના દેવમંદિરને તેડતા પુત્રને ગુ. અજયપાળની સમક્ષ ખુબ ડાર્યા, અને કહ્યું કે-“શું. અજયપાળદેવે તે કુમારપાળના મરણ પછી તેનાં ધર્મસ્થાનોનો નાશ કર્યો, જ્યારે તમે તે મારા જીવતાંમારાં ધર્મસ્થાનને નાશ કરે છે. માટે તમે આ નરેશ્વર ૧ આ વાત જેન કે અજૈન કઈ પ્રાચીન ગ્રન્થમાં મળી નથી. આ કથા પહેલા પહેલાં લગભગ ૭૦૦ વર્ષ પછીની એલેકઝાન્ડર કિન્ઝોક ફાર્બસ સાહેબની નેધમાં દાખલ થાય છે અને પ્રકાશિત થાય છે, આથી તેની વાસ્તવિકતામાં શંકાને પૂરે અવકાશ મળે છે, શું કુમારપાળ આ. હેમચંદ્રસૂરિજી તથા તેમના ધર્મમાં કે રંગાયું હતું તેને નિંદરૂપે જાહેર કરવું એ એનું ધ્યેય જણાય છે ૨. તે સમયે જેમાં પ્રશસ્તિ લખવાની પ્રથા ઓછી હતી. “કુમારવિહાર'ની પ્રશસ્તિઓ છે તે પણ મદિરોની સાથે વિનષ્ટ થઇ હશે, અજયપાળે ઉતરાવી નાખી હશે અથવા ડરથી _Jain Education નાએ ઉતારી લીધી હશે, તેમને ધર્મસંક્રમણકાળમાં એવું બને એ સ્વભાવિક છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy