SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૮ ] મહાત્મા ચિલાતીપુત્ર ચ્યવીને યજ્ઞદેવને જીવ ચિલાતી પુત્ર થયે, અને શ્રીમતી જીવ તારી પુત્રી સુસુમા થઈ. આ પ્રમાણે બન્નેને પૂર્વભવ સાંભળીને વૈરાગ્યથી રંગાયેલા ધન શેઠે પ્રભુદેવ પાસે સ્વર્ગ અને મેક્ષ સુખને આપનાર ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારપછી દુષ્કર તપ તપીને રમ્ય દેવભુવન પ્રાપ્ત કર્યું. અને તેના પાંચ પુત્રએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પેલો ચિલાતીપુત્ર એક હાથમાં ખડગ અને બીજા હાથમાં સુસુમાનું મસ્તક લઇને ભયંકર અટવીમાં આવી પહોંચે. પૂર્વ જન્મના પ્રેમથી સુસુમાનું મુખ વારંવાર જઈને આ પ્રમાણે બોલવા લાગ્યા, અરે સુસુમાં, તું પણ મળી નહિ. સેબતીને પણ વિયોગ થયે. સાથે સાથે ભૂખ અને તરસ પણ લાગી છે. હવે મારે ક્યાં જવું અને શું કરવું? એમ વિચાર કરી આમતેમ ભટકવા લાગ્યો. ભટકતાં ભટકતાં નજીકના ભાગમાં એક ચારણમુનિને જોયા. મુનિને જઈને કહેવા લાગ્યું કે જરૂર આવા મુનિઓ પાસે ધર્મ હોય છે અને તે ધર્મથી સુખી થવાય છે. પણ આ મુનિ મારા જેવા રખડેલને ધર્મ જેવી વસ્તુ નમ્રતાથી જલદી આપી દે એમ સંભવતું નથી. માટે દમદાટી બતાવવાથી આપી દેશે. આવા આશયથી તે મુનિની પાસે આવીને બોલવા લાગ્યો, મુનિ, તું મને જલદી ધર્મ બતાવ, નહિ તો હું આ સુસુમાની જેમ તારું મસ્તક કાપી નાખીશ. મુનિ પણ વિચારવા લાગ્યા કે આવા પ્રકારે ધર્મની માગણી કરનાર તે આજે જ જોયે. છતાં પણ તેની જે અત્યંત આતુરતા છે એ જ તેની લેગ્યતા સૂચવે છે. માટે વિલંબ કરો ઠીક નથી. તેથી તેમણે ચિલાતીપુત્રને કહ્યું કે હે ભવ્ય,-ઉપસમ–સંવર-અને વિવેક એ ત્રણ પદનું પાલન કરવાથી તું સુખી થઈશ. આ પ્રમાણે કહીને મુનિ આકાશ માર્ગેથી બીજે ઠેકાણે ચાલ્યા ગયા. આ તરફ ચિલાતી પુત્ર વિચારવા લાગે કે મુનિ તે ત્રણ પદે કહીને ચાલ્યા ગયા. પણ આ ત્રણ શબ્દો અને તત્વથી ભરપુર દેખાય છે. કેમકે નિરર્થક શબ્દ મુનિઓ બેલતા નથી. માટે મારે આ શબ્દમાંથી તત્વ શોધી કાઢવું જોઈએ મુનિએ પહેલા પદમાં ઉપશમ કરવાનું કહ્યું છે. ઉપશમને અર્થ શાંત થવું દબાવવું એવો થાય છે. ત્યારે મારે શાથી શાંત થવું? કેને દબાવવું? આ અટવીમાં તે હું એકલું . મારા શરીર ઉપર પણ કંઈ નથી. ત્યારે તે મુનિએ મને ઉપશમ કરવાનું કેમ કહ્યું. તેઓ અસત્ય તે ન જ કહે. ત્યારે શું મારા શરીરની અંદર કંઈ ઉપશમ કરવા જેવું છે? વિશેષ વિચારમાં આગળ વધતાં તેને જણાઈ આવ્યું-અરે ઉપશમ, કરવાનું તે ઘણું છે. આત્માની અંદર રહેલા ક્રોધ, માત. માયા અને લોભ સર્વ દુઃખના કારણભૂત મને જણાય છે. કેમકે કોધથી જ મારી પાછળ પડેલા ધનશેઠ વગેરેને મારવાની ઈચ્છા થાય છે. માનથી ગુહે મારો છતાં એમ થયા કરે છે કે આ લેકે મને શા માટે હેરાન કરે છે. માયાથી ગમે તેવા છળ પ્રપંચ કરી તે લોકોને છેતર્યા છે. અને લોભથી કંઈક જીવો ને મારીને લુંટીને પૈસો એકઠા કર્યો છે. માટે મારે ક્રોધને ક્ષમાથી, માનને નમ્રતાથી, માયાને સરલતાથી અને લેભને સંતોષથી દબાવીને દેશનિકાલ કરી દેવા શ્રેષ્ટ છે. આવી રીતે ક્રોધદિને તેણે શાંત કરી નાંખ્યા. ernatબીજા પદમાં સંવર કહ્યો છે. સંવરને અર્થ રોવું થાય છે. હવે તેને શેકવુંnelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy