SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા ચિલાતીપુત્ર (ધર્મગંગાથી પતિતપાવન થયેલ એક આત્માની અમરકથા ) લેખક:--મુનિરાજ શ્રી યશભદ્રવિજયજી શાસનનાયક પ્રભુ મહાવીરદેવના ચરણસ્પર્શથી પવિત્ર બનેલી મગધની પાટનગરી રાજગૃહી પિતાના આંગણે સ્વર્ગના દેવોને બોલાવી અલકાપુરીનું ભાન કરાવતી હતી. મગધના સિંહાસને ત્યારે મહાપ્રતાપી પરમાહર્ત સમ્રાટ શ્રેણિક બિરાજતા હતા અને ન્યાયપૂર્વક રાજ્ય શાસન ચલાવતા હતા. મગધેશ્વરી ચિલ્લણદેવીએ શ્રેણિકને જૈનધર્મનાં તો સમજાવી જૈનશાસનના પ્રેમી બનાવ્યા હતા, અને અનુક્રમે તે અહિંસામય ધર્મ પ્રત્યે આકર્ષાઈને પ્રભુ મહાવીરદેવના અનન્ય ભકત બન્યા હતા. આ સમયમાં રાજગૃહીની સમૃદ્ધિ અને સુંદરતાના ગુણગાન દેશદેશમાં ગવાતા હતા. પણ અત્યારે તે શ્રેણિક જેવા રાજવી, અભયકુમાર જેવા મંત્રી અને સાળિભદ્ર જેવા લક્ષ્મીનંદનના વિયોગે ક્ષીણ થયેલી એ નગરી ભૂતકાલની વાતસમી થઈ ગઈ છે. એ રાજગૃહી નગરીમાં સમૃદ્ધિશાળી ધનસાર્થવાહ નામે શેઠ રહેતો હતો. તે શેઠના પરિવારમાં સુભદ્રા નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલ પાંચ પુત્રો અને એક સુસુમા નામની પુત્રી હતાં. પુત્રીની સારવાર અને રમતગમતના માટે ચિલાતીપુત્રને રાખવામાં આવ્ય, કેમકે તે શેઠની ગૃહદાસીને પુત્ર હતું. સુસુમાકુમારી પણ હંમેશાં ચિલાતીપુત્રથી ખુશ રહેતી હતી. અનુક્રમે બન્ને જણ યૌવન વયને પામ્યાં. યૌવનવયને આધીન બનેલો ચિલાતી સુસુમાના સ્નેહની ઝંખના કરવા લાગ્યા. તેમજ અતિ બળવાન હોવાથી નગરજનને પણ કનડવા લાગ્યો. ધન શેઠને આ વાતની ખબર પડવાથી તેને પોતાના આવાસમાંથી કાઢી મૂકો. ઉન્મત્ત સ્વભાવવાળા ચિલાતી શેઠને ત્યાંથી નીકળીને સિંહ ગુફા નામની ચરપલીમાં ગયે. તે ટાઈમમાં પલ્લીને નાયક મૃત્યુ પામવાથી ચારેએ ચિલાતીને બળવાન જાણી પલ્લીનો નાયક બનાવ્યો. પવનથી જેમ અગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે તેમ ચેરોની સોબતથી તેનામાં પાપી વૃત્તિઓને વધારો થયો. એકદા સુસુમાના સૌંદર્યથી મુગ્ધ બનેલો અને ધનશેઠેથી તીરરકાર પામેલ ચિલાતીપુત્ર બધા ચેરેને લઈ ધનશેઠને લુંટવા રાજગૃહીના માર્ગે રવાના થયો. રસ્તામાં સાથેના ચેરેને કહ્યું કે જે ધન પ્રાપ્ત થાય તે બધું તમારે ગ્રહણ કરવું અને શેઠની પુત્રીને હું ગ્રહણ કરીશ. આવી રીતે ઠરાવ કરીને રાત્રિને વિષે બધા ચેરે શેઠના ઘરમાં પઠા. ચેરને જોઈ ભયભીત બનેલા શેઠ પિતાના પાંચ પુત્રોને લઈને મકાનના ગુપ્ત સ્થાનમાં છુપાઈ રહ્યા, પણ ખજાનાને લુંટવા આવેલા ચોરોને રોકી શક્યા નહીં. પેલા ચાર ધનને અને ચિલાતીપુત્ર સુસુમાને લઈને રવાના થયા. તેમના પછી શેઠે ધમાલ મચાવી મૂકી. તેથી કોટવાલ વગેરે ત્યાં આવી પહોંચ્યા. તેમને તથા પિતાના પાંચ પુત્રોને સાથે લઈને શેઠ ચોરને પકડવા રવાના થયા. નગરરક્ષકોને પોતાની પાછળ હથી આરબંધ આવતા જોયા તેથી ભયભીત બની સર્વ માલ પડતું મૂકી ચેરે પિબારા ગણુ ગયા, તેથી ધનશેઠ અમલદારે સહિત ચિલાતીને પકડવા આગળ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy